બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 Mitchell Marsh's problem increased in the World Cup trophy dispute! Case reached police station, FIR filed

World Cup 2023 / વર્લ્ડકપ ટ્રોફી વિવાદમાં વધી મિશેલ માર્શની મુશ્કેલી! મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન, FIR દાખલ

Megha

Last Updated: 09:43 AM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલીયન ટીમે ભારતને હરાવીને ICC મેન્સ વર્લ્ડ કપ 2023 ટ્રોફી જીતી હતી જે બાદ ક્રિકેટર મિચેલ માર્શ ICC મેન્સ વર્લ્ડ કપ 2023 ટ્રોફી પર પગ મૂકતો જોવા મળ્યો હતો.

  • માર્શ વિરુદ્ધ ઉત્તર પ્રદેશના અલીગઢમાં FIR નોંધવામાં આવી છે
  • માર્શે ભારતીય ક્રિકેટ ટીમના ચાહકોની ભાવનાઓને ઠેસ પંહોચાડી છે 
  • ઓસ્ટ્રેલિયન ખેલાડીને ભારતમાં ક્રિકેટ રમવાની મંજૂરી ન આપવાની માંગ 

ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. આ પછી ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શની વર્લ્ડ કપ ટ્રોફી સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. વાસ્તવમાં આ ફોટોમાં મિશેલ માર્શ વર્લ્ડ કપની ટ્રોફી પોતાના પગ નીચે રાખતો જોવા મળ્યો હતો. જે બાદ તેને ક્રિકેટ ફેન્સ દ્વારા ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો, આ મામલો હજુ પણ સમાપ્ત થતો નથી.

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડરની મુશ્કેલીઓ વધી શકે છે. વાસ્તવમાં, ઉત્તર પ્રદેશના એક RTI કાર્યકર્તાએ મિશેલ માર્શ વિરુદ્ધ FIR નોંધાવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મિશેલ માર્શે જે રીતે વિશ્વ કપની ટ્રોફી પોતાના પગ નીચે રાખી હતી તેનાથી ભારતીય પ્રશંસકોની ભાવનાઓને ઠેસ પહોંચી હતી. 

RTI કાર્યકર્તા પંડિત કેશવની ફરિયાદ બાદ FIR દાખલ કરવામાં આવી છે, જેમણે આરોપ લગાવ્યો હતો કે વર્લ્ડ કપ ટ્રોફી પર પગ મૂકવાની માર્શની કાર્યવાહીથી ભારતીય ક્રિકેટ ટીમના ચાહકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. સાથે જ પંડિત કેશવે ફરિયાદની નકલ વડા પ્રધાનને મોકલી હતી અને નરેન્દ્ર મોદીઅને વિનંતી કરી હતી કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને ભારતમાં ક્રિકેટ રમવાની મંજૂરી ન આપવી જોઈએ.

એ વાત તો નોંધનીય છે કે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ટ્રોફી જીતી હતી. આ જીત બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ઉજવણીમાં ડૂબી ગયા હતા. તેના સેલિબ્રેશનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.તે જ સમયે, ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે વર્લ્ડ કપ ટ્રોફી પર પગ સાથે ફોટો માટે પોઝ આપતો જોવા મળે છે. જે બાદ આ અંગે ભારે હોબાળો થયો હતો. ભારતીય પ્રશંસકોએ પણ મિશેલ માર્શને આ અંગે ખૂબ ટ્રોલ કર્યા હતા. હવે તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ