બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

VTV / સ્પોર્ટસ / world cup 2023 india vs south africa match live streaming record viewership

World Cup 2023 / ભારત-પાકિસ્તાન મેચ કરતાં વધુ ક્રેઝ છે વિરાટ કોહલીનો... લાઈવ સ્ટ્રીમિંગના તૂટી ગયા રેકોર્ડ

Manisha Jogi

Last Updated: 12:42 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગઈકાલે રમાયેલી મેચમાં લાઈવ સ્ટ્રીમિંગનો નવો રેકોર્ડ બની ગયો છે. ભારત બેટિંગ કરી રહ્યું હતું ત્યારે સૌથી વધુ વ્યૂઅર્સ નોંધાયા હતા.

  • ભારતે સાઉથ આફ્રિકા સામે 243 રનથી જીત મેળવી
  • લાઈવ સ્ટ્રીમિંગનો નવો રેકોર્ડ
  • સૌથી વધુ વ્યૂઅર્સ નોંધાયા

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગઈકાલે રમાયેલી મેચમાં લાઈવ સ્ટ્રીમિંગનો નવો રેકોર્ડ બની ગયો છે. ડિઝની+હોટસ્ટાર પર 4.4 કરોડ દર્શકોએ કોલકાતાના ઈડન ગાર્ડનમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલ મેચ જોઈ હતી. ભારત બેટિંગ કરી રહ્યું હતું ત્યારે 4.4 કરોડ દર્શકો એકસાથે ડિઝની+હોટસ્ટાર પર લાઇવ મેચ જોઈ રહ્યા હતા. 

લાઈવ સ્ટ્રીમિંગનો નવો રેકોર્ડ બન્યા પછી Disney+Hotstarએ દર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો. 22 ઓક્ટોબરે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી, ત્યારે Disney+Hotstar પર 4.3 કરોડ દર્શકોએ લાઈવ મેચ જોઈ હતી. અગાઉ Disney+Hotstar પર 3.5 કરોડ દર્શકોએ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ મેચ લાઈવ જોઈ હતી.  

ડિજિટલ ઈન્ડિયા કા કમાલ
પ્રોદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્ટ્રીમિંગ રેકોર્ડ અને વિરાટ કોહલીના રેકોર્ડ પર ખુશી વ્યક્ત કરી હતી. અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર લખ્યું હતું કે, વિરાટની સદી અને 4.4 કરોડ દર્શકો. #DigitalIndia નો કમાલ.

 ICC વન વર્લ્ડ કપ 2023ની 37મી મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. જેમાં ભારતે 243 રનથી જીત મેળવી હતી.  આ મેચમાં કોહલીએ શાનદાર સદી ફટકારી છે. આંતરરાષ્ટ્રીય વન ડે મેચમાં કોહલીએ 49મી સદી ફટકારી હતી. આ મેચમાં સદી ફટકારીને કોહલીએ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની 49મી ODI સદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. સચિન તેંડુલકરે પણ વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં 49 સદી ફટકારી છે. 

વિરાટ કોહલીએ તેના 35માં જન્મદિવસે વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં 49 સદી ફટકારી છે. વર્લ્ડ કપ 2023માં ભારતે અત્યાર સુધી રમાયેલ તમામ 8 મેચમાં જીત મેળવી છે. ભારત સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરનાર પહેલી ટીમ છે. ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ભારત આગામી મેચ નેધરલેન્ડ સામે રમશે અને આ મેચ 12 નવેમ્બરના રોજ રમવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ