બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 Again the same New Zealand team and the same umpire! Why did Rohit Sharma's tension increase before the World Cup semi-final?

World Cup 2023 / ફરી એ જ ન્યૂઝીલેન્ડની ટીમ અને અમ્પાયર પણ એના એ જ! વર્લ્ડકપ સેમીફાઇનલ પહેલા કેમ વધ્યું રોહિત શર્માનું ટેન્શન

Megha

Last Updated: 01:01 PM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાના ચાહકો આશા રાખશે કે ભારત સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે જીત નોંધાવે અને 2019 વર્લ્ડ કપ સેમીફાઈનલમાં મળેલી હારનો બદલો લઈ લે.

  • આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો સામસામે ટકરાશે
  • વર્લ્ડ કપ 2019માં ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને માત આપી હતી 
  • રોહિત શર્મા માટે ન્યુઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં બેવડો પડકાર

બુધવાર 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ સામસામે ટકરાશે. ટીમ ઈન્ડિયાએ લીગ તબક્કામાં 9માંથી 9 મેચ જીતી છે અને ટીમ અજેય રહી છે. બીજી તરફ, ન્યૂઝીલેન્ડે લીગ તબક્કામાં રમાયેલી 9 મેચમાંથી 5માં જીત મેળવી હતી જ્યારે 4માં હારનો સામનો કરવો પડ્યો હતો. 

આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો સામસામે ટકરાશે
એવામાં હવે ટીમ ઈન્ડિયાના ચાહકો આશા રાખશે કે ભારત સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે જીત નોંધાવે અને 2019 વર્લ્ડ કપ સેમીફાઈનલમાં મળેલી હારનો બદલો લઈ લે. આ સેમીફાઈનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જેમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો સામસામે ટકરાશે. જ્યારે બીજી સેમિફાઇનલ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. એવામાં બંને સેમિફાઇનલ માટે અમ્પાયરોની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે પડકાર વધી ગયો છે.

વર્લ્ડ કપ 2019માં ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને માત આપી હતી 
વાત એમ છે કે વર્લ્ડ કપ 2019ની છેલ્લી સેમિફાઇનલમાં ભારતીય ટીમને ન્યુઝીલેન્ડની ટીમે હાર આપી હતી. જેમાં રિચાર્ડ ઇલિંગવર્થ, રિચાર્ડ કેટલબોરો ફીલ્ડ અને રોડ ટકર એ મેચમાં અમ્પાયર હતા. અને આ વખતે પણ તે જ અમ્પાયર જોવા મળશે.

રોહિત માટે સેમીફાઈનલમાં બેવડો પડકાર
આ વખતે પણ રોડ ટકર રિચર્ડ ઇલિંગવર્થની સાથે ફિલ્ડ અમ્પાયરની ભૂમિકામાં જોવા મળશે. આવી સ્થિતિમાં રોહિત માટે આ બેવડો પડકાર હશે. જ્યારે જોએલ વિલ્સન થર્ડ અમ્પાયરની ભૂમિકામાં હશે. એડ્રિયન હોલ્ડસ્ટોક ચોથા અમ્પાયર અને એન્ડી પાયક્રોફ્ટ મેચ રેફરી હશે.

ચાહકો ઈચ્છે તો પણ તે મેચને ભૂલી શકતા નથી
ઇલિંગવર્થ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2019 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઓન-ફીલ્ડ અમ્પાયર હતા. આ મેચ બે દિવસ ચાલી હતી અને ન્યુઝીલેન્ડે 18 રનથી જીતી હતી. આ રીતે ભારતીય ક્રિકેટ ચાહકો એ જ 2019માં રમાયેલ મેચને યાદ કરી રહ્યા છે. ચાહકો ઈચ્છે તો પણ તે મેચને ભૂલી શકતા નથી, જે એમએસ ધોનીની છેલ્લી મેચ સાબિત થઈ હતી.

આ રીતે વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં દુશ્મન ટીમ અને અમ્પાયર એ જ છે, બસ આ વખતે સ્ટેડીયમ બીજું હશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ