બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / wooden furniture and door caring tips in monsoon

Furniture Care Tips / ચોમાસામાં તમારા ઘરમાં પણ દરવાજા સહિત લાકડાના ફર્નિચર ફૂલી જાય છે? આ 5 ટિપ્સ અપનાવો, ક્યારેય નહીં પડે તકલીફ

Bijal Vyas

Last Updated: 03:32 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદની સિઝનમાં ભેજને કારણે લાકડા ફૂલી જાય છે, જેના કારણે તેનો ઉપયોગ ખૂબ જ મુશ્કેલીભર્યો બની જાય છે. એટલું જ નહીં, આ વસ્તુઓનું લાઇફ ઘટે છે.

  • ચોમાસામાં તમારા ફર્નિચરનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે
  • આ ટિપ્સ ફર્નિચરને હવામાન અને ઉધઈ જેવી સમસ્યાઓથી બચાવશે
  • ચોમાસામાં ફર્નિચર સાફ કરવા માટે હંમેશા સૂકા કપડાનો ઉપયોગ કરો

Furniture Care Tips in Monsoon:ચોમાસુ ઘણા લોકોની મનપસંદ ઋતુ હોય છે, પરંતુ ઘરનું મેન્ટેનેંસ જાળવણી આ સિઝન ઘણી પડકારજનક હોય છે. ખાસ કરીને લાકડામાંથી બનેલી વસ્તુઓ જેવી કે દરવાજા અને ફર્નિચરની યોગ્ય કાળજી લેવી ખૂબ મુશ્કેલ બની જાય છે. વરસાદની સિઝનમાં ભેજને કારણે લાકડા ફૂલી જાય છે, જેના કારણે તેનો ઉપયોગ ખૂબ જ મુશ્કેલીભર્યો બની જાય છે. એટલું જ નહીં, આ વસ્તુઓનું લાઇફ ઘટે છે. ચોમાસામાં લાકડાના ફર્નિચરને લઈને બેદરકારીને કારણે તેને ઘણું નુકસાન પણ થઈ શકે છે.

ચોમાસામાં તમારા ફર્નિચરનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે કેટલીક સરળ ટિપ્સ ફોલો કરશો, તો વરસાદમાં ફર્નિચરને નુકસાન થવાનું જોખમ ઘટાડી શકાય છે. તેનાથી તમારું ફર્નિચર વર્ષો સુધી સારુ રહેશે.

દિવાળીની સાફ-સફાઇ કરતાં સમયએ ભૂલથી પણ ન ફેંકી દેતા આ વસ્તુઓ, નહીંતર ગુસ્સે  થઈ જશે મા લક્ષ્મી | While cleaning Diwali, do not throw away these things  by mistake, otherwise Maa Lakshmi

ફર્નિચરની દેખરેખ ટિપ્સ 
1. દરેક ઘરમાં ફર્નિચરનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે ઘરોમાં લાકડાનું ફર્નિચર હોય છે જેને વરસાદમાં નુકસાન થવાનું રિસ્ક હોય છે. આ સાથે લાકડાની અન્ય વસ્તુઓમાં પણ સમસ્યા થઇ શકે છે. તેવામાં જરૂરી છે કે, ફર્નિચરને એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં પાણી ન પહોંચી શકે. વરસાદ દરમિયાન પાણીના લીકેજ સાથે બારી, દરવાજા અથવા અન્ય કોઈ જગ્યાએ ફર્નિચર રાખવાનું ટાળો.

2. લાકડાની વસ્તુઓ, ખાસ કરીને ફર્નિચરની જાળવણી માટે, સમય સમય પર તેને પોલિશ કરવું ખૂબ જ જરુરી છે. ફર્નિચરને લાંબા સમય સુધી સારું રાખવા માટે, દર બે વર્ષે તેને પોલિશ કરવું વધુ સારું છે. આ ફર્નિચરને હવામાન અને ઉધઈ જેવી સમસ્યાઓથી બચાવશે.

3. લાકડાના ફર્નિચર વરસાદમાં ફૂલી જાય છે, આવી સ્થિતિમાં તેમાંથી ભેજ દૂર કરવા માટે સૂકા લીમડાના પાન અથવા મીઠાનો ઉપયોગ અસરકારક સાબિત થઈ શકે છે. આ સાથે વરસાદમાં ફર્નિચરને દિવાલથી થોડુ દૂર રાખવું જોઈએ. કારણ કે ક્યારેક દિવાલ પર ભીનાશને કારણે તેની અસર ફર્નિચર પર પડે છે.

ફર્નિચરની આવી રીતે કરશો કેર, તો ક્યારેય નહીં થાય ઊધઇ | Do the care of the  furniture in such a way

4. ચોમાસામાં ફર્નિચર સાફ કરવા માટે હંમેશા સૂકા કપડાનો ઉપયોગ કરો. આ સાથે, નેપ્થાલિનની ગોળીઓ, લીમડો અથવા કપૂરનો ઉપયોગ અન્ય લાકડાની વસ્તુઓ જેમ કે કબાટ, ડ્રોઅરને જંતુઓથી બચાવવા માટે કરી શકાય છે.

5. જો તમારું ફર્નિચર જૂનું થઈ ગયું છે અને તેમાં છિદ્રો છે, તો તે છિદ્રોને તરત જ ભરી દો અથવા તેને તે જગ્યાએ પોલિશ કરો. આમ કરવાથી ફર્નિચરને જંતુઓ અને ભેજ બંનેથી સુરક્ષિત રહેશે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ