બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Women's Reservation Bill: Is 15 Years Long Enough to Empower Women? Why is Congress demanding OBC reservation?

મહામંથન / મહિલા અનામત બિલ: મહિલાઓને સશક્ત કરવા 15 વર્ષનો સમયગાળો પૂરતો છે? કોંગ્રેસ કેમ કરે છે OBC અનામતની માંગ?

Vishal Khamar

Last Updated: 08:18 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું. બિલને મંજૂરી મળ્યા બાદ રાજ્યોની વિધાનસભાઓ પણ 33 ટકા અનામતની જોગવાઈ કરવાાં આવી છે. મહિલાઓનું રાજકીય કદ વધારવા પ્રયાસ કરાઈ રહ્યો છે.

18 થી 22 સપ્ટેમ્બર સંસદનું વિશેષ સત્ર છે અને આ વિશેષ સત્રમાં મહિલાઓ માટે વિશેષ નિર્ણય લેવાયો. વાત છે લાંબા સમયથી ચાલી આવતી મહિલા અનામતની. સરકારે લોકસભામાં અને રાજ્યોની વિધાનસભામાં 33 ટકા મહિલા અનામતને મંજૂરી આપતું બિલ રજૂ કર્યુ. આ બિલ ઉપર ચર્ચા થશે અને અપેક્ષા મુજબ સરકાર પક્ષે સંખ્યાબળ જોતા એવી કોઈ શક્યતા નથી કે લોકસભામાં બિલને પસાર થવામાં અડચણ આવે. હવે પૃથ્થક્કરણ કરીએ તો મહિલા અનામત બિલ જયારે કાયદો બનશે.

  • 2024ની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય
  • મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ
  • બીલ ઉપર ચર્ચા માટે 7 કલાક ફાળવવામાં આવ્યા
  • મહિલાઓને લોકસભામાં 33% અનામતની જોગવાઈ

ત્યારપછી લોકસભામાં અને વિધાનસભામાં દર ત્રીજો સભ્ય મહિલા હશે. સ્વભાવિક છે કે લોકસભા અને વિધાનસભામાં મહિલાનું રાજકીય પ્રતિનિધિત્વ અને કદ તો વધશે જ પરંતુ મહિલાનું રાજકીય કદ અને પ્રભાવ, સમગ્ર દેશની મહિલાઓ તરફના સામાજિક દ્રષ્ટિકોણને કે મહિલાઓની સામાજિક સ્થિતિને બદલી શકશે કે કેમ.. લોકસભામાં અને વિધાનસભામાં મહિલા પ્રતિનિધિ વધશે તો શું આપણે એવુ માની શકીએ કે મહિલાનો હક અને અવાજ વધુ બળવત્તર અને બુલંદ બનશે?. સરકારે હાલ 15 વર્ષ માટે આ અનામતની જોગવાઈ કરી છે.

  • બિલમાં અનુચ્છેદ 239-AA મુજબ દિલ્લી વિધાનસભામાં મહિલાઓને 33% અનામત
  • હવે દિલ્લી વિધાનસભામાં 70માંથી 23 બેઠક મહિલા અનામત
  • અન્ય રાજ્યોની વિધાનસભાઓમાં પણ મહિલાઓ માટે 33% અનામત

2024ની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય કર્યો છે.  મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ કર્યું.  બીલ ઉપર ચર્ચા માટે 7 કલાક ફાળવવામાં આવ્યા. મહિલાઓને લોકસભામાં 33% અનામતની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યોની વિધાનસભાઓમાં પણ 33% અનામતની જોગવાઈ છે.  દેશની અડધી વસતીને પૂરો હક આપવાનો નિર્ણય કર્યો છે.  મહિલા અનામત સરકારના દૂરંદેશી નિર્ણયમાનો એક છે.  મહિલાઓનું રાજકીય કદ વધારવા પ્રયાસ થઈ રહ્યો છે.  મહિલાઓની સામાજિક સ્થિતિ બદલાશે કે કેમ તે મહત્વનો સવાલ છે. 
 

બિલનું નામ શું છે?

  • નારીશક્તિ વંદન અધિનિયમ

બિલનો અર્થ શું? 

  • લોકસભા, વિધાનસભામાં દર 3માંથી એક સભ્ય મહિલા હશે

લોકસભામાં શું બદલાશે? 

  • લોકસભામાં હાલ 82 મહિલા સાંસદ
  • કાયદો બન્યા પછી લોકસભામાં મહિલાઓ માટે 181 બેઠક અનામત

વિધાનસભામાં શું બદલાશે? 

  • બિલમાં અનુચ્છેદ 239-AA મુજબ દિલ્લી વિધાનસભામાં મહિલાઓને 33% અનામત
  • હવે દિલ્લી વિધાનસભામાં 70માંથી 23 બેઠક મહિલા અનામત
  • અન્ય રાજ્યોની વિધાનસભાઓમાં પણ મહિલાઓ માટે 33% અનામત

અનામત ક્યાં સુધી લાગુ રહેશે? 

  • મહિલાઓને 15 વર્ષ સુધી અનામત મળશે
  • 15 વર્ષ બાદ અનામત લાગુ રાખવા બિલ ફરી લાવવું પડશે

SC-ST મહિલાઓ માટે શું? 
SC-ST મહિલાઓને અલગથી અનામત નહીં મળે.  અનામતની અંદર જ અનામતની વ્યવસ્થા કરવામાં આવશે.  લોકસભા-વિધાનસભામાં SC-STની કુલ અનામતમાંથી જ 33% અનામત રહેશે.  

SC-ST મહિલા અનામતને સમજો 
હાલ લોકસભામાં 84 બેઠક SC માટે અનામત છે. લોકસભામાં 47 બેઠક ST કેટેગરી માટે અનામત છે. મહિલા અનામત લાગુ થાય પછી 84માંથી 28 બેઠક SC મહિલા માટે અનામત. જ્યારે  47માંથી 16 બેઠક ST કેટેગરીની મહિલા માટે અનામત રહેશે. 

સામાન્ય અને OBC કેટેગરી માટે શું?
લોકસભામાં OBC અનામત માટે વ્યવસ્થા નથી. SC-STની અનામત બેઠકને બાદ કરતા લોકસભામાં 412 બેઠક છે.  412 બેઠક ઉપર સામાન્યની સાથે OBC કેટેગરીના ઉમેદવાર પણ લડે છે. 412 બેઠકના હિસાબે 137 બેઠક સામાન્ય અને OBC વર્ગની મહિલાઓ માટે હશે.

મહિલા અનામત બેઠક સિવાય શું?

  • મહિલા માટે અનામત ન હોય તેવી બેઠક ઉપર પણ મહિલા ચૂંટણી લડી શકશે

રાજ્યસભામાં મહિલા અનામત મળશે?

  • રાજ્યસભામાં મહિલા અનામત નહીં મળે

વિધાન પરિષદમાં મહિલા અનામત મળશે?

  • વિધાન પરિષદમાં મહિલા અનામત નહીં મળે

બીલ ક્યારથી લાગુ થશે?
મહિલા અનામતનો કાયદો બન્યા પછી લાગુ થવામાં સમય લાગશે. 2026માં લોકસભા બેઠકોનું સીમાંકન થવાનું છે. 2026માં સીમાંકન થયા બાદ જ મહિલા અનામત લાગુ પડશે.

સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ
લોકસભામાં 543માંથી 78 મહિલા સાંસદ છે. લોકસભામાં મહિલા સાંસદોનું પ્રમાણ 15%થી ઓછું છે. રાજ્યસભામાં મહિલાનું પ્રતિનિધિત્વ લગભગ 14% છે.

વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ

દેશની 19 વિધાનસભાઓમાં મહિલાનું પ્રતિનિધિત્વ 10%થી ઓછું

વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ
બિહાર
10.70%
 
છત્તીસગઢ
14.44%
 
હરિયાણા
10%
 
ઝારખંડ
12.35%
 
પંજાબ
11.11%
 
રાજસ્થાન
12%
 
ઉત્તરાખંડ
11.43%
 
ઉત્તરપ્રદેશ
11.66%
 
પશ્ચિમ બંગાળ
13.70%
 
દિલ્લી
11.43%
 
ગુજરાત
8.20%

વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ

  • હિમાચલપ્રદેશમાં માત્ર એક જ મહિલા ધારાસભ્ય

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ