બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / With tomatoes selling at Rs 200 per kg at Rs 2 directly, farmers are in trouble

કેવી દુર્દશા? / લો બોલો! કિલો 200 રૂપિયે વેચાતા ટામેટાંના સીધા 2 રૂપિયા, ખેડૂતોએ ફરી ચોધાર આંસુએ આવ્યો રડવાનો વારો

Malay

Last Updated: 01:57 PM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sabarkantha News: ટામેટાની ખેતી કરતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની, બે મહિના પહેલાં 200 રુપિયે કિલો વેચાતા ટામેટા અત્યારે માત્ર બે રુપિયે કિલો વેચવા માટે ખેડૂતો મજબૂર.

 

  • હાલમાં ખેડૂતો 1થી 2 રૂપિયે કિલો વેચી રહ્યાં છે ટામેટા 
  • હાલમાં 30થી 50 રુપિયા મણ વેચાઇ રહ્યાં છે ટામેટા 
  • માર્કેટ યાર્ડ સુધી પહોંચડાવાનો ખર્ચ પણ ખેડૂતોને મળતો નથી 

દેશભરમાં એક સમયે ટામેટાના ભાવોને લઈને હાહાકાર મચી ગયો હતો, એ સમયે ટામેટાના ભાવ 200થી 250 રૂપિયા કિલો થઈ ગયા હતા. પરંતુ હવે તો પરિસ્થિતિ તદ્દન વિપરિત બની ગઈ છે. હાલ ટામેટાની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બે મહિના અગાઉ 200 રૂપિયા કિલો વેચાતા ટામેટા અત્યારે 2 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. 

ખેડૂતોએ વર્ણવી પોતાની વ્યથા
આજે સાબરકાંઠામાં ટામેટા પકવાતા ખેડૂતો પાસે VTV ન્યૂઝની ટીમ પહોંચી હતી. જ્યાં VTV ન્યૂઝ સમક્ષ ખેડૂતોએ પોતાની વ્યથા વર્ણવી હતી. ખેડૂતે જણાવ્યું હતું કે, ટામેટા અત્યારે માત્ર 2 રૂપિયા કિલો અને 40થી 50 રૂપિયા મણ વેચાય છે. અમે જે વાવેતર કરેલું છે તેની પાછળ લગભગ 1 લાખનો ખર્ચ થયો છે, તેની સામે અત્યારે 15થી 20 હજાર રૂપિયા આવક આવી છે. આ વર્ષે એક તો અનિયમિત વરસાદ પડ્યો છે, જેના કારણે વાવેતર પણ ઓછું થયું છે. તો બીજી બાજુ માર્કેટમાં અત્યારે અમારે ટામેટા સામેથી આપવા જવા પડે છે. માર્કેટ યાર્ડ સુધી પહોંચડાવાનો ખર્ચ પણ ખેડૂતોને મળતો નથી. 

'રિટેલમાં 20થી 30 રૂપિયા કિલો, પણ ખેડૂતોને મળે છે કિલોના 2 રૂપિયા'
ખેડૂતે જણાવ્યું કે, માર્કેટમાં ટામેટાની આયત એટલી બધી કરેલી છે, જેના કારણે લોકલ ખેડૂતોને ભાવ મળતો નથી અને ખેડૂતો દિવસેને દિવસે દેવાદાર થતાં જાય છે. બધા જ ટામેટા પકવતા ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે. રિટેલ બજારમાં ટામેટા 20થી 30 રૂપિયા કિલો વેચાય છે, પણ ખેડૂતોને કિલોને 2 રૂપિયા જ મળે છે. આ તફાવત ઘણો મોટો છે, રિટેલ માર્કેટમાં વેપારીઓ કમાય છે પણ ખેડૂતો દેવાદાર થતા જાય છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, સરકારે ટામેટા પકવતા ખેડૂતો પર ધ્યાન આપવું જોઈએ. ખેડૂતોને પોષણશ્રમ ભાવ મળે એના માટે સરકારે પગલા ભરવા જોઈએ. 

ખેડૂતોની હાલત થઈ ગઈ છે કફોડી
અન્ય એક ખેડૂતે જણાવ્યું કે, ટામેટા પકવવામાં એક વિઘે 1 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે, તેની સામે ખેડૂતોને 10 હજાર સુધીની જ આવક મળેલી છે. દરેકને 80થી 90 હજારનું નુકસાન થયું છે. ખેતી કરવા માટે અમે મંડળીમાંથી લોન લઈએ છીએ, એ મંડળીમાંથી લીધેલી લોનનું વ્યાજ ભરવા માટે બીજે ક્યાંકથી વ્યાજે પૈસા શોધવા પડે તેવી કફોડી ખેડૂતોની હાલત થઈ છે. મારી સરકારને  વિનંતી છે કે આ અંગે કંઈક વિચારે અને ખેડૂતોને પોષણશ્રમ ભાવ મળી રહે તે માટે કોઈ પગલા ભરે.

બે મહિના પહેલા 200 અને અત્યાર 2 રૂપિયા કિલો
આપને જણાવી દઈએ કે, હાલ હોલસેલ માર્કેટમાં માત્ર બે રુપિયે કિલો ટામેટા વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે.  બે મહિના પહેલાં 200 રુપિયે કિલો ટામેટા વેચાતા હતા. હાલમાં ખેડૂતો 1થી 2 રૂપિયે કિલો ટામેટા વેચી રહ્યાં છે. હાલમાં 30થી 50 રુપિયા મણ ટામેટા વેચાઇ રહ્યાં છે. બીજી બાજુ માર્કેટમાં ગૃહિણીઓને 20થી 30 રુપિયે ટામેટા મળી રહ્યા છે.  માત્ર દોઢ મહિનામાં ટામેટાનો ભાવ 200થી 2 રુપિયા સુધી પહોંચ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ