બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Politics / Will there be Nawajuni in Maharashtra? Finally what Ajit Pawar said BJP had to clarify

રાજકારણ / શું મહારાષ્ટ્રમાં થશે નવાજૂની? આખરે અજિત પવારે એવું શું કહ્યું કે ભાજપે કરવી પડી સ્પષ્ટતા

Priyakant

Last Updated: 02:40 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra Political Crisis News: NCPના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે, તેઓ પણ જાણતા નથી કે તેઓ કેટલો સમય નાણામંત્રી પદ પર રહેશે

  • અજિત પવારના નિવેદન બાદ ફરી અટકળોનું બજાર ગરમ
  • હું પણ જાણતો નથી કે, કેટલો સમય નાણામંત્રી પદ પર રહીશ: અજીત પવાર 
  • તેમનું નિવેદન રાજકીય નહીં પણ સ્વાભાવિક હતુંળ પ્રદેશ ભાજપ અધ્યક્ષ
  • અમિત શાહ મુંબઈ ગયા ત્યારે પણ હાજર નહોતા અજીત પવાર 

Maharashtra Political Crisis : મહારાષ્ટ્રના રાજકારણમાં અવાર-નવાર અનેક ઉથલપાથલ થઈ રહી છે. આ દરમિયાન હવે NCPમાં ભાગલા પડ્યા બાદ NDA સરકારમાં સામેલ થયેલા અજિત પવારના નિવેદન બાદ ફરી અટકળોનું બજાર ગરમ થયું છે. વાત જાણે એમ છે કે, NCPના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે, તેઓ પણ જાણતા નથી કે તેઓ કેટલો સમય નાણામંત્રી પદ પર રહેશે. તેમણે કહ્યું આજે મારી પાસે નાણા મંત્રાલય છે, તેથી તમને યોજનાઓનો લાભ આપવાનું મારું કામ છે. જોકે આ જવાબદારી ક્યાં સુધી નિભાવીશ તે અંગે કંઈ કહી શકાય તેમ નથી. તેઓ શનિવારે બારામતીમાં પોતાના સમર્થકો સાથે વાત કરી રહ્યા હતા. 

અજિત પવારના નિવેદન બાદ રાજકારણ ગરમાયું 
NCPના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આ નિવેદન બાદ મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભાજપ, શિવસેના અને એનસીપી (અજિત જૂથ) વચ્ચે કોઈ સંકલન નથી. બીજી તરફ અજિત પવાર છેલ્લા બે મહિનામાં બે વખત શરદ પવારને મળ્યા છે. તેમના જૂથના અન્ય નેતાઓ પણ શરદ જૂથના ધારાસભ્યોને મળતા રહે છે. 

અમિત શાહ મુંબઈ ગયા ત્યારે પણ હાજર નહોતા અજીત પવાર 
આ તરફ શનિવારે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ મુંબઈ પહોંચ્યા હતા ત્યારે અજિત પવાર ત્યાં ન હતા .તેમણે લાલબાગ ચા રાજા ગણેશ મંડપની પણ મુલાકાત લીધી હતી અને બાદમાં મુખ્યપ્રધાન શિંદે અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. જોકે આ દરમિયાન અજિત પવાર હાજર ન હતા. તેમની ગેરહાજરીને લઈને પણ અટકળો શરૂ થઈ ગઈ છે. જોકે, અજીત પવારે કહ્યું કે, તેમણે CM શિંદેને તેમના સમયપત્રક વિશે પહેલેથી જ જાણ કરી દીધી છે. 

શું કહ્યું અજીત પવારે ? 
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર કહ્યું કે, હું ઘણા વર્ષોથી બારામતીનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. હાઉસિંગ એસોસિએશન, બારામતી બેંક, બારામતી દૂધ સહકારી અને બારામતી બજાર સમિતિની બેઠક મળી હતી. આ બેઠકો વર્ષમાં માત્ર એક જ વાર થાય છે,  તેથી તેમને છોડવું યોગ્ય ન હતું. આ સંદર્ભે તૈયારીઓ થઈ ગઈ હતી અને શાહની ઓફિસને 15 દિવસ અગાઉ જ તેની જાણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું, મેં પહેલા જ કહ્યું હતું કે હું, અમિત શાહની મુલાકાત દરમિયાન મુંબઈમાં રહી શકીશ નહીં. 

ભાજપ અધ્યક્ષે શું કહ્યું ? 
આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ પણ અટકળોને ફગાવી દેવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે, અજિત પવારનું નાણા મંત્રાલયનું નિવેદન સામાન્ય બાબત છે. ભવિષ્યમાં શું થશે તેની કોઈને ખબર નથી. તેમનું નિવેદન રાજકીય નહીં પણ સ્વાભાવિક હતું. આ અંગે કોઈ અટકળોની જરૂર નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ