બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / સ્પોર્ટસ / Cricket / Will KKR win the IPL 2024 title This particular connection of Gambhir-Iyer is hinting

IPL 2024 / બે વખતની વિજેતા KKR ની ટીમ જીતશે IPL 2024 નું ટાઇટલ? ગંભીર-અય્યરના ખાસ કનેકશનથી મળ્યો સંકેત

Pravin Joshi

Last Updated: 05:30 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકાતાની ટીમે IPLમાં દિલ્હી સામે જીતની હેટ્રિક લગાવી હતી. આ રેકોર્ડ જીત સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.

શ્રેયસ ઐયરની કેપ્ટન્સી અને મેન્ટર ગૌતમ ગંભીરના નેતૃત્વમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે આઈપીએલ 2024માં ધૂમ મચાવી દીધી છે. કોલકાતાએ બુધવારે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં રેકોર્ડ જીત નોંધાવી હતી. આ સાથે KKRએ જીતની હેટ્રિક નોંધાવી અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ. આઈપીએલની આ સિઝનમાં કોલકાતાની ટીમના પ્રદર્શન માટે ગૌતમ ગંભીરના ખૂબ વખાણ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો ગૌતમ ગંભીરના આ શાનદાર પ્રદર્શનનો શ્રેય આપી રહ્યા છે. દરમિયાન શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીર વચ્ચે એક ખાસ કનેક્શન સામે આવ્યું છે. આ જોઈને લાગે છે કે KKR ત્રીજી વખત ટ્રોફી જીતી શકે છે. તો ચાલો જાણીએ શું છે આ ખાસ કનેક્શન?

આખરે ગૌતમ ગંભીરે કેમ રાજનીતિમાંથી સંન્યાસ લઇ લીધો? આ રહ્યાં 5 જવાબદાર કારણ  | lok sabha election 2024 five reasons that force bjp mp gautam gambhir  retirement from politics

ગંભીરે KKR માટે 2 IPL ટાઇટલ જીત્યા છે

કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ અત્યાર સુધીમાં બે વખત (2012, 2014) આઈપીએલ ટાઈટલ જીતી ચૂકી છે. ગૌતમ ગંભીરની કેપ્ટન્સીમાં આ ટીમે બંને વખત આ સિદ્ધિ મેળવી છે. 2012માં કેકેઆરની કમાન સંભાળતા પહેલા ગંભીર દિલ્હી કેપિટલ્સ સાથે હતો. 2010માં દિલ્હીની ટીમ પ્લે-ઓફ માટે ક્વોલિફાય કરી શકી ન હતી. આ પછી, ગંભીરને ટીમમાંથી છુટો કરવામાં આવ્યો અને 2011ની મેગા ઓક્શનમાં તે કોલકાતાની સાથે સિઝનના સૌથી મોંઘા ખેલાડી તરીકે ઉભરી આવ્યો. કોલકાતાએ 14.9 કરોડ રૂપિયાની બોલી લગાવી અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો. આ પછી તરત જ ગંભીરને ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો અને ગંભીર બીજી સિઝનમાં કોલકાતા તરફથી રમતા KKRને તેનું પ્રથમ IPL ટાઇટલ જીત્યું. હવે આવો જ ઘટનાક્રમ શ્રેયસ ઐયર સાથે જોવા મળ્યો છે. જે બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે કોલકાતા આ વખતે ફરીથી IPL ટ્રોફી જીતી શકે છે.

શ્રેયસ અય્યરને વર્લ્ડકપ સ્ક્વૉડમાં એન્ટ્રી...', Asia Cup બાદ ગૌતમ ગંભીરના  નિવેદનથી ફેન્સ ચોંકી ઉઠ્યા / gautam gambhir warns rohit sharma on shreyas  iyer injury he should get ...

ગંભીર અને ઐયરનું કનેક્શન

ગૌતમ ગંભીરની જેમ શ્રેયસ અય્યર પણ કોલકાતા તરફથી રમતા પહેલા દિલ્હી તરફથી રમ્યો હતો. જ્યારે ગંભીરે 2018માં દિલ્હીની કેપ્ટનશીપ છોડી ત્યારે અય્યરને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેણે 2021 સુધી દિલ્હી તરફથી રમવાનું ચાલુ રાખ્યું. દિલ્હીની ટીમે તેને 2022માં મુક્ત કર્યો હતો. આ પછી ગંભીરની જેમ અય્યર પણ મેગા ઓક્શનમાં ગયો, જ્યાં તેના પૂર્વ કેપ્ટનની જેમ તે કોલકાતા માટે સૌથી મોંઘો ખેલાડી બન્યો. આ સાથે તેને IPL 2022 સિઝનના ત્રણ સૌથી મોંઘા ખેલાડીઓમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો. KKRએ 12.25 કરોડ રૂપિયાની બોલી લગાવીને ઐયરને ટીમમાં સામેલ કર્યો હતો. ગંભીરની જેમ તેને તરત જ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો અને ઐયર પણ કોલકાતા તરફથી રમતા તેની પ્રથમ સિઝનમાં પ્લે-ઓફ માટે ટીમને ક્વોલિફાય કરી શક્યો નહીં.

વધુ વાંચો : રેકોર્ડતોડ બોલર મયંક યાદવને તાત્કાલિક ટીમ ઈન્ડિયામાં સિલેક્ટ કરો... LSG ના ફાસ્ટ બોલરને લાગશે લોટરી?

શ્રેયસ અય્યર હવે કોલકાતા માટે તેની બીજી સીઝન રમી રહ્યો છે. કારણ કે 2023માં તે ઈજાના કારણે આખી સિઝન માટે બહાર હતો. બીજી સિઝનમાં કેકેઆરની ટીમે અત્યાર સુધી જે પ્રકારનો ખેલ બતાવ્યો છે. તે જોતા ટીમને IPL ટાઇટલની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં એ જોવાનું રહેશે કે શું અય્યર તેની બીજી સિઝનમાં તે જ કારનામું કરી શકે છે કે કેમ કે ગંભીરે તેની બીજી સિઝનમાં KKR માટે IPLનો ખિતાબ જીત્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ