બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / wife doubts husband as he frequently coming home late is this cruelty read high court order

ન્યાયિક / પતિ રાતે મોડો ઘેર પહોંચતો હોય તો પત્નીને શંકા કરવાનો હક, ક્રૂરતા ન ગણાય-હાઈકોર્ટનો ચુકાદો

Hiralal

Last Updated: 06:37 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપતાં એવું કહ્યું કે પતિ રાતે મોડો ઘેર પહોંચતો હોય તો પત્નીને શંકા કરવાનો હક છે અને તે જરા પણ ક્રૂરતા ન ગણાય.

  • પતિ રાતે મોડો ઘેર આવતો હોય તો પત્નીની શંકા ગણાય ક્રૂરતા?
  • છત્તીસગઢ હાઈકોર્ટે જાહેર કર્યો મોટો ચુકાદો 
  • પતિ રાતે મોડો ઘેર પહોંચતો હોય તો પત્નીને શંકા કરવાનો હક

ક્રૂરતા છૂટાછેડા માટે એક મજબૂત આધાર છે. પરંતુ શું ઘણી વાર રાતે મોડા ઘેર આવનાર પતિ પર પત્નીની શંકા ક્રૂરતા છે. શંકાના આવા એક કેસમાં પતિ ઘણીવાર મોડી રાત્રે ઘરે પહોંચતો હતો, જેના કારણે પત્નીને તેના પર અન્ય સ્ત્રી સાથે અફેર હોવાની શંકા થવા લાગી હતી. તો બીજી બાજુ પત્ની ફોન પર કોઈની સાથે વાત કરતી હોય તો પણ પતિને શંકા થવા લાગી. મામલો ફેમિલી કોર્ટમાં પહોંચ્યો હતો. પતિએ ક્રૂરતાના આધારે છૂટાછેડા માટે પરવાનગી માંગી હતી. ફેમિલી કોર્ટે પત્નીની શંકાને પતિ પ્રત્યેની ક્રૂરતા ગણીને છૂટાછેડા મંજૂર કર્યા હતા. આ નિર્ણયને મહિલાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેણે પત્નીની શંકાને સામાન્ય ગણાવીને ક્રૂરતા ગણવાનો ઈન્કાર કર્યો હતો.

છત્તીસગઢ હાઈકોર્ટે શું ચુકાદો આપ્યો 
છત્તીસગઢ હાઈકોર્ટે તાજેતરના આદેશમાં કહ્યું કે આવી સ્થિતિમાં પત્ની પર શંકા કરવી એ 'સામાન્ય માનવીય વર્તન' છે, ક્રૂરતા નથી. જસ્ટિસ ગૌતમ ભંડારા અને જસ્ટિસ દીપક કુમાર તિવારીની ડિવિઝન બેન્ચે 16 ઑક્ટોબરે આપેલા પોતાના આદેશમાં કહ્યું, 'આ સામાન્ય માનવીય વર્તન છે. જો પતિ ઘણીવાર મોડી રાત્રે આવે તો પત્નીના મનમાં શંકા જન્મે છે અને આવી સ્થિતિમાં જો આવી શંકા વ્યક્ત કરવામાં આવે તો તેને ક્રૂરતા ન કહી શકાય. કેસની સુનાવણી દરમિયાન એ વાત સામે આવી હતી કે પતિ ઘણીવાર મોડી રાત્રે ઘરે આવતો હતો. ઘણી વખત તે ક્યાંક બહાર રહેતો અને ક્યારેય ઘરે આવતો. હાઈકોર્ટે કહ્યું કે જો પતિએ આ પ્રકારનું વર્તન ન કર્યું હોત અથવા તેના વર્તન માટે વાજબી ખુલાસો કર્યો હોત તો પત્નીને શંકા ન હોત.
પતિ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે તે રાજકીય પ્રવૃતિ સાથે સંકળાયેલો છે અને તેથી તે ઘરે મોડો પહોંચે છે. તેની પત્ની તેના ચારિત્ર્ય પર શંકા કરીને ક્રૂર બની રહી છે.

પતિ-પત્ની એકબીજા પર વિશ્વાસ રાખે 
હાઈકોર્ટની ખંડપીઠે કહ્યું કે પતિ-પત્ની બંનેએ એકબીજા પર વિશ્વાસ કરવો જોઈએ. પતિની ગતિવિધિઓએ શંકાને જન્મ આપ્યો છે. એવું ન કહી શકાય કે પતિ પર લગાવવામાં આવેલા આરોપ સંપૂર્ણપણે ખોટા છે. પતિના અસામાન્ય અને અસ્પષ્ટ વર્તનને કારણે આ આરોપો લગાવવામાં આવ્યા છે. બેન્ચે એમ પણ કહ્યું કે પતિએ બદલામાં પત્ની પર શંકા કરવાનું શરૂ કર્યું કારણ કે તેણીએ તેના ભાઈના મિત્રો સાથે વાત કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ