બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / અજબ ગજબ / વિશ્વ / why titanic sank know the real 5 scientific reason

ટાઈટેનિક શત્રુનું શું થયું / ટાઈટેનિકને ડૂબાડીને 1500 લોકોને મારી નાખનાર હિમશિલાનું ખુલ્યું રહસ્ય, જહાજની નવી ચીજો સામે આવી

Hiralal

Last Updated: 03:45 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો થોડી બાબતોનો ખ્યાલ રાખવામાં આવ્યો હોત તો એટલાન્ટિક મહાસાગરમાં ટાઈટેનિક ન ડૂબેત અને ડૂબવાના કિસ્સામાં ઘણા લોકોના જીવ પણ બચી શક્યા હોત.

  • હિમશિલા સાથે ટાઈટેનિકની ટક્કર અટકી શકી હોત 
  • જહાજના ચાલકોએ હિમશીલાની ચેતવણી અવગણી હતી
  • લાઈફબોટ પણ ઓછી સંખ્યામાં રખાઈ હતી 
  • ટક્કર બાદ લાઈફબોટ પૂરી ભરાઈ હોત તો ઘણા લોકો બચી ગયા હોત 

આજકાલ ટાઈટેનિક ફરી ચર્ચામાં આવ્યું છે. નોર્થ એટલાન્ટિકમાં ડૂબી ગયેલા ટાઈટેનિકનો કાટમાળ જોવા માટે ટાઈટન સબમરિન નીકળી હતી જોકે તેને પણ દરિયામાં એક્સિડન્ટ નડતાં તે તૂટી ગઈ હતી અને તેમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા.  ટાઇટન સબમરીનનો કાટમાળ કેનેડાની રિમોટલી ઓપરેટેડ યુએવી દ્વારા મળી આવ્યો છે. ટાઈટેનિકને ડૂબ્યાંને 111 વર્ષનો સમય વહી ગયો છે છતાં પણ આજે લોકોને તેની સાથે જોડાયેલી દરેક વાત જાણવામાં રસ છે. ટાઈટેનિક સૌથી મોટું પેસેન્જર જહાજ હતું. 10 એપ્રિલ, 1912ના રોજ, તે બ્રિટનના સાઉધમ્પ્ટનથી પોતાની પહેલી સફર પર નીકળ્યું હતું અને તેને અમેરિકાના ન્યૂયોર્ક પહોંચવાનું હતું. 
ચાર દિવસની મુસાફરી બાદ 14 એપ્રિલ, 1912ના રોજ ટાઈટેનિક આઈસબર્ગ (હિમશીલા) સાથે ટકરાઈને ડૂબી ગયું અને તેમાં 1,517 લોકોના મોત થયા હતા. 
ટાઈટેનિકની પ્રથમ સફર તેની અંતિમ યાત્રા બની હતી. એવું કહેવામાં આવે છે કે જો તે સમયે જહાજમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હોત, તો ઘણા લોકોના જીવ બચાવી શકાયા હોત. તો આવો જાણીએ ટાઇટેનિક સાથે જોડાયેલી આવી જ કેટલીક રહસ્યમયી અને રસપ્રદ વાતો વિશે.

64ને બદલે ખાલી 20 લાઈફબોટ મૂકાઈ 
ટાઈટેનિક જહાજની ડિઝાઇન એવી હતી કે તે આરામથી 64 લાઈફબોટ્સ લઈ જઈ શકતું હતું, પરંતુ તેની અવગણના કરવામાં આવી હતી અને માત્ર 20 લાઇફબોટ તેમાં રાખવામાં આવી. 

ડૂબવાના સમયે લાઈફબોટ પૂરી ભરવામાં નહોતી આવી 
જે સમયે હિમશીલા સાથે ટકરાઈને ટાઈટેનિક ડૂબી રહ્યું હતું તે સમયે લાઈફબોટમાં ઉતારીને ઘણા લોકોને મોકલી દેવાયા હતા પરંતુ તેમાં પણ લોચો વળ્યો અને અડધી બોટ તો ખાલી રાખવામાં આવી, જો વધારે લોકો તેમાં ભર્યાં હોત વધારે બચી શક્યા હોત. 

આઈસબર્ગની ચેતવણીની અવગણના 
ટાઈટેનિકની ટક્કર પહેલા વધારે આઈસબર્ગની ચેતવણી આપવામાં આવી હતી પરંતુ જહાજના ક્રૂએ તેની અવગણના કરી હતી. અધિકારીઓએ એન્જિનને આઈસબર્ગ દેખાયાના 30 સેકન્ડ પહેલા રિવર્સ ચલાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ આઈસબર્ગથી બચવા માટે આ પૂરતું ન હતું. જો આઈસબર્ગ 30 સેકન્ડ પહેલા દેખાઈ હોત તો ટાઈટેનિક ન ડૂબ્યું હોત. 

દૂરબીન નહોતું 
ટેલિસ્કોપનો અભાવ પણ તેના ક્રેશ થવાનું કારણ છે. ક્રૂ મેમ્બર્સ પાસે દૂરબીન ન હતી. એવું કહેવામાં આવે છે કે જે લોકરમાં ટેલિસ્કોપ હતું તેની ચાવી ખોવાઈ ગઈ હતી, નહીં તો ટેલિસ્કોપની મદદથી આઈસબર્ગ પહેલેથી જ જોઈ શકાયું હોત.

ટાઈટેનિક વિશેના તથ્યો
- ટાઈટેનિકનું બાંધકામ 31 માર્ચ 1909ના રોજ શરૂ થયું હતું અને 31 મે, 1911ના રોજ પૂર્ણ થયું હતું. તેના નિર્માણ દરમિયાન બે લોકોના જીવ ગયા અને 246 લોકો ઘાયલ થયા.
- આ જહાજ એટલું શક્તિશાળી હતું કે તેનો અવાજ 16 કિમી સુધી સંભળાયો હતો.
- જહાજ ડૂબવાના સમાચાર સાંભળવા છતાં સંગીતકારોએ ગીતો વગાડવાનું ચાલુ રાખ્યું હતું જેથી કરીને લોકો અંતિમ સમયમાં થોડી ક્ષણો ખુશીથી વિતાવી શકે છે.
આ કારણો પણ હતાં.
- ટાઈટેનિક જે હિમશિલા સાથે ટકરાયું હતું તે 10 હજાર વર્ષ પહેલા ગ્રીનલેન્ડથી અલગ પડીને દરિયામાં તરતી હતી અને ટક્કરના બે અઠવાડિયા બાદ નષ્ટ થઈ ગઈ હતી. ઉત્તર એટલાન્ટિક સમુદ્રમાં જ્યાં ટાઈટેનિક ક્રેશ થયું હતું ત્યાંનું તાપમાન -2 ડિગ્રી હતું. આ તાપમાનમાં કોઈ પણ વ્યક્તિ 15  મિનિટથી વધુ ન બચી શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ