બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Why is the survey work slow even though the harvest of rabi crop is over?

મહામંથન / રવિ પાકનો સોથ વળી ગયો છતા સરવેની કામગીરી ધીમી કેમ? કેટલાક જિલ્લામાં સરવે કાગળ પર જ થયો છે તેવા દાવાનું સત્ય શું?

Vishal Khamar

Last Updated: 10:58 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોને ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા ઝડપી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.

અત્યારે સ્થિતિ એવી છે કે ઉનાળાના ગરમ પવન ફૂંકાવા લાગવા જોઈએ એના બદલે હવામાન વિભાગ લગભગ પ્રતિ દિવસ પોતાની આગાહીમાં હજુ પણ માવઠાની શક્યતા વ્યકત કરે છે, જેટલી વાર માવઠાની આગાહી થાય છે એટલી વાર ખેડૂતના મનમાં ફાળ પડે છે. આ પહેલા માર્ચ મહિનાથી ખેડૂત માવઠાનો માર તો સહન કરી જ રહ્યો છે અને સરકારના દાવા પ્રમાણે સરવેની કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે.. પરંતુ ધરાતલ ઉપર ખેડૂતની સ્થિતિમાં હજુ ખાસ ફેર પડ્યો નથી. રવિ પાક, બાગાયતી પાક, શાકભાજીને પારાવાર નુકસાન છે, ખેડૂતોએ મસમોટો ખર્ચ કરીને પાક લીધો, જયારે મહેનતના વળતરનો સમય આવ્યો ત્યારે માવઠાએ પાણી ફેરવી દીધું.. સરકારના સરવે સામે અનેક સવાલ છે, ખેડૂતોનો દાવો છે કે કેટલાક વિસ્તાર એવા છે કે જયાં સરવે માત્ર કાગળ પર જ થયો છે તો કેટલાક જિલ્લામાં ખેડૂતોની સંખ્યા કરતા 1 ટકા જેટલો પણ સરવે થયો નથી. અધૂરામાં પુરુ SDRFનો 33 ટકા નુકસાનીના માપદંડમાં કેટલા ખેડૂતો આવે છે તે તો સમય જ કહેશે.. પણ સવાલ એ છે કે જો સરવેમાં ખરેખર ધીમી કામગીરી ચાલી રહી હોય તો તેને ઝડપી કરવાનો રસ્તો સરકાર પાસે જ છે તો સરવેની કામગીરી ઝડપથી પૂર્ણ કેમ નથી થતી. ખેડૂતના નસીબમાં પોતાના વળતર માટે હજુ કેટલી રાહ જોવાની બાકી રહી છે.

  • માવઠાથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે
  • ખેડૂતોનો આરોપ છે કે સરવેની કામગીરી અત્યંત ધીમી છે
  • બનાસકાંઠામાં ખેડૂતોએ એવો પણ આરોપ મુક્યો કે સરવેમાં ભેદભાવ થાય છે
  • અમરેલીના ખેડૂતોનો પણ દાવો છે કે સરવેમાં અનેક વિસંગતતાઓ છે

માવઠાથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોનો આરોપ છે કે સરવેની કામગીરી અત્યંત ધીમી છે. બનાસકાંઠામાં ખેડૂતોએ એવો પણ આરોપ મુક્યો કે સરવેમાં ભેદભાવ થાય છે. અમરેલીના ખેડૂતોનો પણ દાવો છે કે સરવેમાં અનેક વિસંગતતાઓ છે. રવિ પાક અને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઘઉં જેવા જીવન જરૂરી ધાન્યના ભાવ ઉપર માવઠાને કારણે અસર પડી છે. કેરીના પાકને પણ માવઠાથી વ્યાપક નુકસાન થયું. ખેડૂતોએ વાવેલા શાકભાજી માવઠાને કારણે બગડી ગયા. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે

  • 565 ટીમ સરવેની કામગીરીમાં જોડાઈ
  • 15 જિલ્લાના 64 તાલુકામાં સરવે થયો
  • 2 હજાર 785 ગામમાં પાકને નુકસાન થયું
  • 1 લાખ 99 હજાર 951 હેક્ટર વિસ્તારમાં સરવેની કામગીરી પૂર્ણ
  • 42 હજાર 210 હેક્ટર જેટલો વિસ્તાર 33 ટકા કે તેથી વધુ નુકસાનગ્રસ્ત
  • 1 લાખ 83 હજાર 821 હેક્ટર જેટલો ખેતી પાકનો વિસ્તાર નુકસાનગ્રસ્ત
  • 16 હજાર 830 હેક્ટર જેટલો બાગાયતી પાકનો વિસ્તાર નુકસાનગ્રસ્ત
  • 33 ટકા નુકસાન હશે ત્યાં સહાય આપવામાં આવશે
  • નુકસાન હશે ત્યાં સરકાર સહાયની યોજના અંગે વિચાર કરશે

સરવે અંગે સરકારે શું કહ્યું?

565 ટીમ સરવેની કામગીરીમાં જોડાઈ. તેમજ 15 જિલ્લાના 64 તાલુકામાં સરવે થયો. 2 હજાર 785 ગામમાં પાકને નુકસાન થયું. 1 લાખ 99 હજાર 951 હેક્ટર વિસ્તારમાં સરવેની કામગીરી પૂર્ણ. 42 હજાર 210 હેક્ટર જેટલો વિસ્તાર 33 ટકા કે તેથી વધુ નુકસાનગ્રસ્ત. 1 લાખ 83 હજાર 821 હેક્ટર જેટલો ખેતી પાકનો વિસ્તાર નુકસાનગ્રસ્ત. 16 હજાર 830 હેક્ટર જેટલો બાગાયતી પાકનો વિસ્તાર નુકસાનગ્રસ્ત. 33 ટકા નુકસાન હશે ત્યાં સહાય આપવામાં આવશે. નુકસાન હશે ત્યાં સરકાર સહાયની યોજના અંગે વિચાર કરશે.

 

ખેડૂતોની પરેશાની શું છે?

  • માવઠાને કારણે પાકને સતત નુકસાન થઈ રહ્યું છે
  • કેટલાક વિસ્તારમાં સરવે થયાને અઠવાડિયાથી વધુ સમય થયો
  • કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં સરવે માટે ટીમ આવી નથી
  • હવે શું વાવેતર કરવું તે અંગે ખેડૂતો અસમંજસની સ્થિતિમાં છે
  • પાકના વાવેતર માટે લાખોનો ખર્ચ કર્યો પરંતુ પાક નાશ પામ્યો
  • ભાવનગર જિલ્લામાં સરવેમાં વિસંગતતા જોવા મળી
  • ભાવનગર જિલ્લામાં ખેડૂતોની સંખ્યા 85 હજાર હતી, સરવે 2 હજાર 550 ખેડૂતોનો થયો
  • ખેતીવાડી અધિકારીએ સરવેની કામગીરી પૂર્ણ પણ જાહેર કરી દીધી
  • સરકારનો 33 ટકા નુકસાનીનો નિયમ પણ ખેડૂતો માટે મુશ્કેલી ભરેલો છે
  • ઘઉં જેવા રવિ પાક એવા છે કે જે નજીવા વરસાદે બગડી જાય છે તો તેમા માપદંડ શું?

માવઠાથી ક્યા પાકને નુકસાન?
 
ઘઉં
જીરુ
ધાણા
રાયડો
કપાસ
તમાકુ
એરંડા
કેરી
ડુંગળી
ઈસબગુલ
રાજગરો
વરિયાળી
બાજરી
દાડમ
સક્કરટેટી
તરબૂચ
લીંબુ
તલ


સરવેની કામગીરી ક્યાં હાથ ધરવામાં આવી?
જૂનાગઢ
અમરેલી
કચ્છ
પાટણ
સાબરકાંઠા
અમદાવાદ
તાપી
રાજકોટ
બનાસકાંઠા
સુરત
બોટાદ
જામનગર
ભાવનગર
અરવલ્લી
ભરૂચ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ