બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / Why did Virat Kohli gift a jersey to Babar? This cricketer made a recommendation, fans claimed after seeing the video

IND VS PAK / વિરાટ કોહલીએ બાબરને કેમ જર્સી કરી ગિફ્ટ? આ ક્રિકેટરે કરી હતી ભલામણ, વીડિયો જોઇ ચાહકોએ કર્યો દાવો

Megha

Last Updated: 10:23 AM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની જીત બાદ ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા ત્યારે શાદાબ ખાને પહેલા કોહલીને ગળે લગાવ્યો અને પછી કાનમાં કંઇક કહ્યું. જે બાદ બાબરે કિંગ કોહલી પાસે જર્સી પર ઓટોગ્રાફ માંગ્યો હતો

  • ICC વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને એકતરફી મેચમાં હરાવ્યું હતું
  • પાકિસ્તાનના વાઇસ કેપ્ટન શાદાબ ખાને કોહલીના કાનમાં કંઇક કહ્યું 
  • જે બાદ બાબર આઝમે કિંગ કોહલી પાસે ઓટોગ્રાફ માંગ્યો હતો

ICC વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને એકતરફી મેચમાં હરાવ્યું હતું. ભારતે પાકિસ્તાનના 192 રનનો ટાર્ગેટ આસાનીથી હાંસલ કરી લીધો અને આ મેચ જીતી લીધી હતી. આ મેચ જીત્યા બાદ મેદાન પર કેટલીક વિચિત્ર ઘટનાઓ જોવા મળી હતી. એક તરફ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ વિરાટ કોહલી પાસેથી ઓટોગ્રાફ લેતા જોવા મળ્યા હતા, તો બીજી તરફ પાકિસ્તાનના વાઇસ કેપ્ટન શાદાબ ખાન પણ કોહલીના કાનમાં કંઇક બોલતા જોવા મળ્યા હતા.

વિરાટે શાદાબને પણ કંઈક કહ્યું
ભારતની જીત બાદ જ્યારે તમામ ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા ત્યારે શાદાબ ખાને પહેલા વિરાટ કોહલીને ગળે લગાવ્યો અને પછી કોહલીના કાનમાં કંઇક કહ્યું. શાદાબે શું કહ્યું તે સાંભળી શકાયું નથી, પરંતુ આ પછી કોહલીએ પણ કંઈક કહ્યું અને બંને ત્યાંથી ચાલ્યા ગયા. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શાદાબની આ વાત પર ચાહકો વિવિધ પ્રકારની અટકળો લગાવી રહ્યા છે કે તેણે શું કહ્યું હશે.

સોશિયલ મીડિયા પર ફેન્સની પ્રતિક્રિયા
આ વીડિયો વાયરલ થયા બાદ એક યુઝરે કહ્યું કે શાદાબે કોહલીના કાનમાં ફફડાટ કર્યો કે તેને ટીશર્ટ જોઈએ છે અને કોહલીએ જવાબ આપ્યો, 'હા, ઠીક છે, હું આપીશ' મોટાભાગના સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટમાં દાવો કર્યો છે કે શાદાબે કોહલી પાસેથી ટીશર્ટ માંગ્યું હતું. આ પછી જ વિરાટે તેની જર્સી ગિફ્ટ કરી. જો કે, આ વિડિયોને કોઈ સત્તાવાર સ્ત્રોત દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયા પર માત્ર ચાહકોએ જ આ અંગે દાવો કર્યો છે. તમને જણાવી દઈએ કે ભારત-પાકિસ્તાન મેચ બાદ કોહલીએ બાબર આઝમને પોતાની ઓટોગ્રાફવાળી જર્સી ગિફ્ટ કરી હતી.

બાબરે કિંગ કોહલી પાસે ઓટોગ્રાફ માંગ્યો
જીત બાદ તમામ ભારતીય ખેલાડીઓ જશ્ન મનાવી રહ્યા હતા. આ દરમિયાન બાબરે કિંગ કોહલી પાસે ભારતીય જર્સી પર તેનો ઓટોગ્રાફ માંગ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ ચાહકોએ કોહલીના ખૂબ વખાણ કર્યા છે. વીડિયોમાં બાબર ઉપરાંત પાકિસ્તાનના યુવા બોલર પણ કોહલીને મળવા આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ