બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / સ્પોર્ટસ / Cricket / Who will face India in the semi-finals?

વર્લ્ડ કપ / સેમી ફાઈનલમાં ભારત સામે કોણ આવશે? લગભગ નક્કી, અઘરી શરતે પાકિસ્તાન આવી શકે પણ તે અશક્ય

Hiralal

Last Updated: 08:46 PM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકા પર ન્યુઝીલેન્ડની જીતથી પાકિસ્તાનનું સેમી ફાઈનલમાં આવવું અઘરું બન્યું છે હવે જો ઈંગ્લેન્ડને પાકિસ્તાન 287 જેટલા મોટા રનથી હરાવે તો જ તે સેમી ફાઈનલમાં આવી શકે છે.

  • શ્રીલંકા પર ન્યુઝીલેન્ડની જીતથી પાકિસ્તાનનું સેમી ફાઈનલમાં આવવું અઘરું બન્યું 
  • હવે એક જ શરતે પાકિસ્તાન સેમીમાં આવી શકે તે પણ ખૂબ અઘરી 
  • પાકિસ્તાન ઈંગ્લેન્ડને 287 જેટલા મોટા રનથી હાર આપે તો જ સેમીમાં આવી શકે 

શ્રીલંકા પર ન્યુઝીલેન્ડની જીતથી સેમી ફાઈનલમાં આવવાનું પાકિસ્તાનનું સપનું ચકનાચૂર થયું છે. પાકિસ્તાન હવે શનિવારે ઈંગ્લેન્ડને 287 જેટલા મોટા રનથી હરાવે તો જ તે સેમી ફાઈનલમાં આવી શકે છે. ક્રિકેટના નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન જેવી ટીમ માટે હરીફ ટીમને 287 જેટલા મોટા રનથી હરાવવું અઘરું છે. 

ભારત અને ન્યુઝીલેન્ડ સેમી ફાઈનલમાં ટકરાય તે લગભગ નક્કી 
પાકિસ્તાન શનિવારે ઈંગ્લેન્ડને 287 જેટલા મોટા રનથી હરાવે તો જ તે સેમીમાં આવી શકે નહીંતર નહીં આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડ અને ભારતનો સેમી ફાઈનલનો મુકાબલો થાય તે લગભગ નક્કી છે. 

પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ ચોથા નંબરે 
શ્રીલંકા જીતની સાથે ન્યુઝીલેન્ડ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે આવ્યું છે. હાલ પૂરતી તો સેમી ફાઈનલમાં તેની એન્ટ્રી થઈ ગઈ છે. સાચી ખબર પાકિસ્તાનની ઈંગ્લેન્ડ સામેની મેચ બાદ પડશે પણ સેમીમાં તેની એન્ટ્રી પાકી જ છે. 

15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પહેલી સેમી ફાઈનલ 
15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપની પહેલી સેમી ફાઈનલ રમાશે. પહેલી સેમીફાઈનલ માટે એક ટીમ નક્કી છે અને તે ભારત છે બીજી ટીમ પણ લગભગ નક્કી છે અને ફાઈનલ શનિવારે ખબર પડી જશે. 

અફઘાનિસ્તાનની ટીમ પણ લગભગ આઉટ 
અફઘાનિસ્તાને પણ તેની આખરી મેચમાં સાઉથ આફ્રિકાને મોટા અંતરથી હરાવવું પડશે પરંતુ તેના જેવી નાની ટીમને આફ્રિકા જેવી ટીમને હરાવવું શક્ય નથી. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડનો દાવો ઘણો મજબૂત છે.

ટોપ-4માં કઈ કઈ ટીમ 
શ્રીલંકા જીતની સાથે ન્યુઝીલેન્ડ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે આવ્યું છે. 5 જીત સાથે ન્યૂઝીલેન્ડના 10 પોઈન્ટ છે. પહેલા નંબરે ભારત (16), બીજા નંબરે સાઉથ આફ્રિકા (12) ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયા (10) અને ચોથા નંબરે ન્યુઝીલેન્ડ (10) પોઈન્ટ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ