બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Who threw mobile phone on PM Modi's car in Karnataka road show?

ખુલાસો / કર્ણાટક રોડ શોમાં PM મોદીની ગાડી પર કોણે ફેંક્યો હતો મોબાઈલ, શું કામ આવું કર્યું? થઈ ગયું જાહેર

Vishal Khamar

Last Updated: 09:09 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના મૈસુરમાં બીજેપીના રોડ શો દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીના કાફલા પર અજાણ્યા વ્યક્તિએ મોબાઈલ ફોન ફેંક્યાના એક દિવસ બાદ પોલીસે મોટો ખુલાસો કર્યો છે.

  • મૈસૂરમાં રોડ શો દરમ્યાન પીએમ મોદીની સુરક્ષામાં ચૂક મામલો
  • ઘટના બન્યાના એક દિવસ બાદ પોલીસનો મોટો ખુલાસો
  • આમ કરવા પાછળ વ્યક્તિનો "કોઈ ખરાબ ઈરાદો" નહોતોઃ ADGP

 કર્ણાટકના મૈસુરમાં બીજેપીના રોડ શો દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીના કાફલા પર અજાણ્યા વ્યક્તિએ મોબાઈલ ફોન ફેંક્યાના એક દિવસ બાદ પોલીસે મોટો ખુલાસો કર્યો છે.ADGP આલોક કુમારનું કહેવું છે કે તેમણે PM નરેન્દ્ર મોદીના વાહન પર ફોન ફેંકનાર વ્યક્તિને ટ્રેસ કરી લીધો છે.જો કે, તેણે ઉમેર્યું હતું કે આમ કરવા પાછળ વ્યક્તિનો "કોઈ ખરાબ ઈરાદો" નહોતો.

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ખૂબ જ ગરમ છે.પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે અહીં રોડ શોમાં ભાગ લીધો હતો.પીએમ મોદીના રોડ શો માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.આ દરમિયાન ભાજપના સમર્થકો પણ બેકાબૂ જોવા મળ્યા હતા.પીએમ મોદીના વાહન પર એક વ્યક્તિએ પોતાનો મોબાઈલ ફોન ફેંકી દીધો.પીએમ મોદીની સુરક્ષામાં ઉણપની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા તંત્ર તરત જ એક્શનમાં આવી ગયું હતું. 

આ કેસમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (ADGP) આલોક કુમારે કહ્યું કે ફોન ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરનો છે.તેઓ પીએમ મોદીના સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના રક્ષણ હેઠળ હતા.આલોક કુમારે કહ્યું, "જે વ્યક્તિએ પીએમના વાહન પર ફોન ફેંક્યો તેનો કોઈ ખરાબ ઈરાદો નહોતો. તેણે ઉત્તેજનામાં આ કર્યું. પીએમ એસપીજી સુરક્ષા હેઠળ હતા. ફોન ભાજપના કાર્યકરનો છે. અમે તે વ્યક્તિને શોધી કાઢ્યો છે. ફોન એસપીજી દ્વારા વ્યક્તિને સોંપવામાં આવ્યો છે. 

ફોન ફેંકનાર વ્યક્તિનું પોલીસે નિવેદન નોંધ્યું
દરમિયાન, ફોન ફેંકનાર વ્યક્તિને મંગળવારે સવારે નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, PM મોદીની સુરક્ષામાં ભંગની ઘટનામાં, રવિવારે મૈસૂરમાં તેમના રોડ-શો દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વાહન પર મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો હતો.ઘટનાના વિડિયો મુજબ ફોનને પીએમ મોદીના વાહન તરફ ફેંકવામાં આવતો જોઈ શકાય છે.જોકે, વડાપ્રધાન કોઈ દુર્ઘટનામાંથી બચી ગયા હતા. 

PM ખાસ રીતે તૈયાર કરાયેલા વાહન પર સવાર
હતા.રોડશો દરમિયાન વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે રોડની બંને બાજુએ મોટી સંખ્યામાં લોકો અને બીજેપી સમર્થકો ઉમટી પડ્યા હતા.પીએમ મોદીએ ખાસ ડિઝાઈન કરેલા વાહનમાં સવાર થઈને લોકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું.રસ્તામાં લોકોએ તેમના પર ફૂલોની વર્ષા કરી અને સમર્થનમાં ભાજપના ઝંડા લહેરાવ્યા. 

ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં, વડા પ્રધાન કર્ણાટકમાં ભાજપની તરફેણમાં પ્રચાર કરવા માટે ઘણી ચૂંટણી રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે.કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાશે અને મતગણતરી 13 મેના રોજ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Karnataka PM modi assembly elections explains કર્ણાટક નિવેદન વડાપ્રધાન વિધાનસભા ચૂંટણી karnataka
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ