બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / When will the bridge-road guarantee actually hit the ``ground''? Whether public tax money is collected from the contractor officer

મહામંથન / બ્રિજ-રસ્તાની ગેરેન્ટી વાસ્તવમાં `જમીન' પર ક્યારે ઉતરશે? શું જનતાના ટેક્સના પૈસા કોન્ટ્રાક્ટર અધિકારીથી વસૂલ થાય છે

Vishal Khamar

Last Updated: 09:23 PM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા સમયથી હાટકેશ્વર બ્રિજનો મુદ્દો સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે 5 વર્ષમાં હાટકેશ્વર બ્રિજ 8 વખત બંધ થઈ ચૂક્યો છે. કોન્ટ્રાક્ટરો પર કાર્યવાહિના નામે માત્ર તપાસ જ થાય છે કોઈ પગલા ભરવામાં આવતા નથી. આ માટે જવાબદાર કોણ?

  • જનતાના ટેક્સના પૈસા કોન્ટ્રાક્ટર અધિકારીથી વસૂલ થાય?
  • બ્રિજ નિર્માણની પ્રક્રિયામાં સામેલ જવાબદારો જેલમાં કેમ નહીં?
  • બ્રિજ-રસ્તાની ગેરેન્ટી વાસ્તવમાં `જમીન' પર ક્યારે ઉતરશે?

સામાન્ય વ્યક્તિ માટે દેખાતો વિકાસ એ સારા રસ્તા છે. શિયાળા અને ઉનાળામાં એ વિકાસને માણસો સામાન્ય માણસ ચોમાસા સમયે તંત્ર પર ફીટકાર વરસાવે છે. કારણ એ હોય છે કે થોડા એવા વરસાદમાં રસ્તાઓ તૂટવા એ સામાન્ય વાત થઈ ચૂકી છે. દલીલો પણ સહજ છે, વરસાદની પેટર્ન બદલાઈ છે, પહેલા નહોતો પડતો એવો વરસાદ પડે છે, કે પછી રસ્તો છે તો તૂટ્યો ને? એવા અનેક તર્કોની વચ્ચે વરસાદ રોકાઈ જાય, દિવાળી આવી જાય, અને નવા રસ્તાઓ બનવાનું શરૂ થાય એટલે આપણને ફરી વિકાસ દેખાવા માંડે છે. 
મહાનગરપાલિકાઓમાં છેલ્લા કેટલાયે વર્ષોથી આ ક્રમ ચાલ્યો આવે છે. આપણને પણ કોઠે પડી ગયું છે, કે ચોમાસું છે તો રસ્તા તૂટવાના છે. એ ડિસ્પોઝેબલ રસ્તાઓના ચક્રવ્યૂહમાંથી હવે આપણે બહાર નિકળી રહ્યાં છીએ અને ડિસ્પોઝેબલ બ્રિજના નવા અધ્યાયમાં પ્રવેશી રહ્યાં છીએ. એક સામાન્ય માણસની ફરિયાદ અને પીડા એ છે કે અમદાવાદ જ નહી, પણ ગુજરાતના મોટા શહેરો, અને પહોળા હાઈવે એ વાતના સાક્ષી બની રહ્યાં છે કે બનાવતી વખતે કાંઈક ખામી રહી છે, ભ્રષ્ટાચાર થયો છે, જેના કારણે એ પૂલ વાહનોની અવરજવર પછી પોકારી ઉઠે છે, કે વાંક મારો નથી બનાવનારાનો છે.

  • 5 વર્ષ પહેલા બનેલા હાટકેશ્વર બ્રિજ 8 વખત થઈ ચુક્યો છે બંધ
  • હાટકેશ્વર બ્રિજ 2017માં 40 કરોડના ખર્ચે બનાવ્યો હતો
  • જર્જરિત હાટકેશ્વર બ્રિજથી ગમે ત્યારે થઇ શકે દુર્ઘટના
  • ખોખરા,હાટકેશ્વર,અમરાઇવાડી અને મણીનગર વિસ્તારના લોકોને મુશ્કેલી

5 વર્ષ પહેલા બનેલા હાટકેશ્વર બ્રિજ 8 વખત બંધ થઈ ચૂક્યો છે. ત્યારે 2017 માં હાટકેશ્વર બ્રિજ 40 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. 5 વર્ષમાં જ બ્રિજમાંથી કપચી નીકળી ગાબડા પડ્યા. ત્યારે વારંવાર ગાબડા પડવાને લીધે બ્રિજને બંધ કરવાની ફરજ પડી. બ્રિજ બંધ હોવાના કારણે સવારે  અને સાંજે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાવા પામી હતી. છેલ્લા 4 મહિના કરતા વધારે સમયથી બ્રિજ બંધ છે. બ્રિજ પર ગાબડું પડવાનાં કારણે બ્રિજને 40 દિવસમાં રીપેરીંગ પણ થયું નથી.  માત્ર બ્રિજ નીચે મુકવામાં આવેલા લોખંડના પિલ્લરના સપોર્ટ છે. AMC કોન્ટ્રાક્ટર પાસે જવાબ જ માગતું નથી.

  • 10 નોટિસ ફટકાર્યા બાદ પણ કાર્યવાહી નહીં
  • અજય ઈન્ફ્રાને 10 જાન્યુઆરી 2023ના રોજ છેલ્લી નોટિસ આપી હતી
  • મનપાએ અજય ઈન્ફ્રાને હજુ સુધી નથી કરી બ્લેકલિસ્ટ 

હાટકેશ્વર બ્રિજના કોન્ટ્રાક્ટરને AMCએ બેદરકારી દાખવવા બદલ નોટીસ ફટકારી હતી.  10 નોટિસ ફટકાર્યા બાદ પણ કાર્યવાહી કરવામાં આવી નથી.  અજય ઈન્ફ્રાને 10 જાન્યુઆરી 2023ના રોજ છેલ્લી નોટિસ આપી હતી.  બ્રિજ માં કોંક્રિટ હલકી ગુણવત્તા નું વપરાયું હોવાનો ખુલાસો થયો હતો પરંતુ ક્યાંક કોન્ટ્રાકટર અજય ઇન્ફ્રા ને બચાવવા આ રિપોર્ટ જાહેર થયા ન હતા.  હજુ પણ આ બ્રિજ લાંબો સમય ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી. અહીંના સ્થાનિક લોકો પણ હવે આ બ્રિજ ને કારણે થતા ટ્રાફિક થી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે.

  • 2022માં સોલિડડ એન્ડ મટિરિયલ ટેસ્ટિંગ લેબોરેટરીએ આપ્યો હતો રિપોર્ટ
  • રિપોર્ટમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું હોવાનો હતો ઉલ્લેખ
  • મુંબઈની પ્રતિષ્ઠિત લેબ કંપની ઈ-ક્યુબે 2023માં રિપોર્ટ રજૂ કર્યો
  • ઈ-ક્યુબના રિપોર્ટમાં M-45 ગ્રેડના સ્થાને બ્રિજમાં M-20 ગ્રેડનું કોંક્રિટ વપરાયું હોવાનું સામે આવ્યું હતું

2022 માં સોલિડડ એન્ડ મટીરીયલ્સ ટેસ્ટિંગ લેબોરેટરીએ રિપોર્ટ આપ્યો હતો. ત્યારે રિપોર્ટમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું હોવાનો ઉલ્લેખ હતો.CIMEC લેબમાં કોંક્રિટનો પ્રાઇમરી ગણાતો રિબાઉન્ડ હેમર ટેસ્ટ ફેલ થયો હતો.  મુંબઈની પ્રતિષ્ઠિત લેબ કંપની ઈ-ક્યુબે 2023માં રિપોર્ટ રજૂ કર્યો. જેમાં  બ્રિજમાં વપરાયેલું કોંક્રિટ સામાન્ય કોંક્રિટના મટિરિયલમાંથી બનાવ્યું હોવાનો ખુલાસો થવા પામ્યો હતો. ઈ-ક્યુબના રિપોર્ટમાં M-45 ગ્રેડના સ્થાને બ્રિજમાં M-20 ગ્રેડનું કોંક્રિટ વપરાયું હોવાનું સામે આવ્યું હતું. જેથી એજન્સીઓએ તંત્રને બ્રિજ તોડી પાડવાનો અભિપ્રાય આપ્યો હતો

  • હાટકેશ્વર બ્રિજ તાત્કાલિક રિપેર કરીને ચાલુ કરવામાં આવે
  • બ્રિજ બંધ હોવાથી ટ્રાફિક જામની સમસ્યા થાય છે
  • બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટરો સામે ઝડપી કાર્યવાહી થાય

હાટકેશ્વર બ્રિજ તાત્કાલિક રિપેર કરીને ચાલુ કરવામાં આવે. જેથી ટ્રાફિક જામની સમસ્યા હલ થાય. તેમજ બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટરો સામે ઝડપી કાર્યવાહી થાય. ત્યારે તંત્ર દ્વારા સર્વિસ રોડ પર આવેલા દુકાન-મકાનના ઓટલા તોડવામાં ન આવે. જ્યાં સુધી બ્રિજ સંપૂર્ણ રીતે રિપેર નથી થતો ત્યાં સુધી કોરિડોર બનાવવામાં આવે તેવી પણ માંગ રાહદારીઓ કરી રહ્યા છે.  તેમજ કોન્ટ્રાક્ટરો માટે ધારા ધોરણો નક્કી કરવા જોઈએ. તેમજ જે કોન્ટ્રાક્ટરોને કામ કરવાનો અનુભવ ન હોય તેમને કામ ન આપવું જોઈએ.

 

  • 5 વર્ષ પહેલા બનેલા નવનિર્મિત બ્રિજની આવી હાલત હોય?
  • કેમ કોન્ટ્રાક્ટરોને તંત્ર બચાવી રહ્યું છે?
  • કેમ CIMEC લેબના રિપોર્ટને દબાવવામાં આવે છે?

એ પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે 5 વર્ષ પહેલા બનેલા નવનિર્મિત બ્રિજની આવી હાલત છે તો બ્રિજમાં લોકોને ભ્રષ્ટ્રાચાર કેમ દેખાતો નથી.  કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહિ કેમ કરવામાં આવતી નથી. ત્યારે તંત્ર દ્વારા CIMEC લેબના રિપોર્ટને પણ દબાવવામાં આવ્યો હતો. ત્યારે બ્રિજ બનાવનાર સામે કાર્યવાહિ ક્યારે કરવામાં આવશે. તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ