બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / When the man did a checkup he found out that the internal organs were of a woman

મૂંઝવણ / કુદરતે આ શખ્સ સાથે જાણે મજાક કરી! પુરુષે ચેકઅપ કરાવ્યું તો અંદરના અંગો સ્ત્રીના હોવાની થઈ જાણ

Kishor

Last Updated: 04:28 PM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાના ફરીદાબામાં એક યુવાનના શરીરમાં અંડાશય, ગર્ભાશય અને ફેલોપિયન ટ્યુબ જેવા સ્ત્રી અંગો છે. તબીબી તપાસમાં સામે આવતા યુવાનના પગ નીચેથી જમીન સરકી ગઈ છે.

  • હરિયાણાના ફરીદાબાદમાં ચોંકાવનારો કિસ્સો
  • યુવાનના શરીરમા સ્ત્રી બીજનો વિકાસ
  • તબીબી તપાસમાં સામે આવી હડકંપ મચાવતી હકીકત

કુદરતનો મહિમા અને કરિશ્મા અપરંપાર છે. કુદરત જેની સાથે મજાક કરે છે તેને હેરાન કરી મૂકે છે. આવે જ એક ચોંકાવનારો કિસ્સો હરિયાણાના ફરીદાબાદમાં સામે આવ્યો છે. જેમાં યુવાનના પાંચ વર્ષ આગાઉ લગ્ન થયા હતા. સુખી લગ્ન જીવન બાદ યુવાન પિતા બનવા પ્રયત્ન કરતો હતો. આ દરમિયાન અનેક વખત પ્રયત્ન છતાં સફળતા ન મળતા આ સમસ્યાને લઈને યુવાન તબીબી તપાસ અર્થે ડોકટર પાસે ગયો હતો. જ્યા ચેકઅપ કરાવતાની સાથે જ યુવાન અવાચક બની ગયો હતો.

ડાયાબિટીસ છે અને મહાશિવરાત્રીનું વ્રત કરવું છે? તો આ રહી વ્રત કરવાની યોગ્ય  રીત, નહીં થાય કોઈ પણ મુશ્કેલી | Have diabetes and want to fast on  Mahashivratri So here is the



યુવાનના શરીરમાં અંડાશય, ગર્ભાશય અને ફેલોપિયન ટ્યુબ સહિતના સ્ત્રી બીજ

પગ નીચેથી જમીન સરકી જાય તેવી હકીકત ભારા આવતા યુવાનના માથે ઉપાધિના વાદળો ઘેરાયા હતા. જે રિપોર્ટમાં બહાર આવ્યું કે તે વ્યક્તિના શરીરમાં અંડાશય, ગર્ભાશય અને ફેલોપિયન ટ્યુબ સહિતના સ્ત્રી બીજ છે. ખાસ વાત એ છે કે આ યુવાનની ઉમર 30 વર્ષની છે છતાં આ મામલે તેને આજ સુધી કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડતા  આ કારણ બહાર આવ્યું ન હતું. લગ્ન જીવન પણ સુખી જ ચાલતું હતું પરંતુ માત્ર બાળક ન થતું હોવાનું સમસ્યાથી તે પરેશાન હતો. હવે સામાન્ય રીતે તે પિતા બનાવી શકશે નહીં. જો કે, જો તે પિતા બનવા માંગે છે તો તે ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા આવું કરી શકે છે. તેમનું લગ્નજીવન હજુ પણ સારું ચાલશે.

વિશ્વમાં ઘણા લોકો એવા હોય છે જેના સ્ત્રી અને પુરુષ બીજ વિકસિત હોય

બીજી બાજુ તબીબોએ પણ આ કેસને દુર્લભ ગણાવ્યો હતો. તબીબોએ દાવો કર્યો છે વિશ્વમાં ઘણા લોકો એવા હોય છે જેના સ્ત્રી અને પુરુષ બીજ વિકસિત હોય છે.જેને ગૌણ જાતીય પાત્રો કહેવામાં આવે છે. તબીબો આવા અંગોને દૂર પણ કરી શકે છે. જેના ભાગરૂપે રોબોટિક્સ ઓપરેશન  દ્વારા આ વ્યક્તિના શરીરમાંથી બિન જરૂરી અંગો કાઢવામાં પણ આવ્યા છે. વધુમાં દુનિયાભરમાં આવા 300 જેટલા કેસો સામે આવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ