બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / WhatsApp hd photo feature added meta ceo mark zuckerberg announced on facebook

ટેક્નોલોજી / વાહ! હવેથી WhatsApp પરથી HD ફોટો પણ સેન્ડ કરી શકશો, ખુદ માર્ક ઝુકરબર્ગે કરી જાહેરાત

Last Updated: 10:31 AM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp HD Photo Feature: WhatsAppએ પોતાના યુઝર્સને એક નવું અપડેટ આપ્યું છે. WhatsApp યુઝર્સ હવે HD ક્વોલિટીના ફોટો પણ તમે શેર કરી શકશો. WhatsAppના આ ફીચરની જાણકારી મેટાના CEO માર્ક ઝુકરબર્ગે આપી છે.

  • WhatsAppએ આપ્યું નવું અપડેટ 
  • હવે યુઝર્સ મોકવી શકશે HD ફોટો 
  • માર્ક ઝુકરબર્ગે કરી જાહેરાત 

મેસેજીંગ અને વીડિયો કોલિંગ માટે દુનિયાભરમાં WhatsAppનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે. આખી દુનિયામાં લગભગ 2 બિલિયનથી વધારે લોકો આ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે. આજ કારણ છે કે કંપની પોતાના ગ્રાહકોની સુવિધા માટે નવા નવા ફિચર્સ અને અપડેટ્સ લાવતી રહે છે. હવે કંપનીએ  WhatsApp યુઝરને એક મોટી અપડેટ આપી છે. જેની છેલ્લા ઘણા મહિનાથી ડિમાન્ડ થઈ રહી હતી. જો તમા WhatsApp  યુઝર છો તો તમે પણ સરળતાથી HD ક્વોલિટીમાં ફોટો સેન્ડ કરી શકશો. 

અત્યાર સુધી ફોટો ક્વોલિટી થતી હતી ડાઉન 
અત્યાર સુધી જ્યારે WhatsAppમાં હાઈ રેઝોલ્યુશનના ફોટો સેન્ડ કરવામાં આવતા હતા તો તેની ક્વોલિટી હાઉન થઈ જતી હતી અને સાઈઝ પણ કંપ્રેસ થઈ જતી હતી. પરંતુ હવે તમે સરળતાથી હાઈ રેઝ્યુલેશનના ફોટો સેન્ડ કરી શકશો. WhatsAppના આ અપગ્રેડની જાણકારી મેટાના CEO માર્ક ઝુકરબર્ગે આપી છે. ગુરૂવારે સાંજે તેમણે એચડી ફોટો ફિચર બધા યુઝર્સ માટે રિલીઝ કર્યું છે.

માર્ક ઝુકરબર્ગે આપી જાણકારી 
માર્ક ઝુકરબર્ગે ઈન્સ્ટાગ્રામ ચેનલ અને ફેસબુક પોસ્ટ દ્વારા WhatsApp ના આ નવા ફિચરની જાણકારી યુઝર્સને આપી છે. માર્કે આ ફિચરથી રિલેટેડ એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે એચડી ફોટો ફિચર કામ કરે છે. 

આ રીતે મોકલી શકશો HD ફોટો 
WhatsAppમાં HD ફોટો સેન્ડ કરવા માટે સૌથી પહેલા તમારે WhatsAppનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવાનું રહેશે. એપ્લીકેશન અપડેટ થયા બાદ તમને WhatsApp પર એક HD બટન ફોટો શેયરિંગ ટેબ જોવા મળી જશે. તમે તેના પર ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન મળશે જેમાં સ્ટાન્ડર્ડ સાઈઝ અને એચડી સાઈઝના ઓપ્શન મળશે. જો તમે એચડી ક્વોલિટીમાં ફોટો સેન્ડ કરવા માંગો છો તો તમારે એચડીનું ઓપ્શન પસંદ કરવાનું રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Mark Zuckerberg WhatsApp facebook માર્ક ઝુકરબર્ગ વોટ્સ એપ WhatsApp
Arohi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ