બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ટેક અને ઓટો / Whatsapp got new facebook sharing feature of whatsapp status

ન્યૂ ફીચર / Whatsapp યૂઝર્સ માટે સૌથી મજેદાર અપડેટ, એપમાં આવ્યું ફેસબુક બટન, આવી રીતે કરશે કામ

Vaidehi

Last Updated: 07:35 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ Whatsappનું સ્ટેટસ હવે તમે Facebook પર એક ક્લિકથી શેર કરી શકશો. હવે વોટ્સએપ સ્ટેટસ આપમેળે ફેસબુક સ્ટોરીઝ સેક્શનમાં શેર થઈ શકશે.

  • Whatsapp લાવ્યું વધુ એક નવું ફીચર
  • વોટ્સએપ સ્ટેટસને એક ક્લિકથી શેર કરી શકાશે FB પર
  • ફેસબુક અને વોટ્સએપને લિંક કરવાથી મળશે આ સુવિધા

લગભગ દર મહિને મેસેજિંગ એપ Whatsapp નવાં-નવાં ફિચર્સ લોન્ચ કરી રહ્યું છએ જેના કારણે યૂઝર્સને વધુ સારો અને સુરક્ષિત ચેટિંગ અનુભવ મળી શકે છે. લેટેસ્ટ અપડેટ એવો છે કે જેમાં એક બટન અથવા એક ક્લિકની મદદથી યૂઝર પોતાનું વોટ્સએપ સ્ટેટસ ફેસબુક પર પોસ્ટ કરી શકશે. આ અપડેટ તમારા વોટ્સએપ અને ફેસબુકને જોડે છે. હવે યૂઝર્સ માત્રે એક બટન પર ટેપ કરીને ફેસબુક પર સ્ટેટસ શેર કરી શકશે.

સેટિંગ ઈનેબલ કર્યાં બાદ મળશે સુવિધા
ઈંસ્ટાગ્રામ યૂઝર્સને પોતાની સ્ટોરી ફેસબુક પર શેર કરવાનો સરળ વિકલ્પ ઘણાં સમયથી મળી ગયો છે અને હવે આવો જ એક મોકો વોટ્સએપ સ્ટેટસને પણ મળવા જઈ રહ્યો છે. વોટ્સએપ સ્ટેટસની જેમ ફેસબુક અને ઈંસ્ટાગ્રામ સ્ટોરીઝ પણ 24 કલાક માટે શેર થઈ શકે છે અને ત્યારબાદ આપોઆપ ગાયબ થઈ જાય છે. વોટ્સએપે ઘોષણા કરી છે કે હવે વોટ્સએપ સ્ટેટસ આપમેળે ફેસબુક સ્ટોરીઝમાં એક ક્લિક માત્રથી શક્ય બની શકશે. આ સુવિધા મેળવવા માટે યૂઝરે આ વિકલ્પને ફેસબુક સેટિંગ પર ઈનેબલ કરવું પડશે.

એક ક્લિકથી થશે શેર
હવે My Statusની સાથે Share આઈકન પણ દેખાશે. આ બટન પર ટેપ કર્યાં બાદ વોટ્સએપ સ્ટેટસને સરળતાથી ફેસબુક સ્ટોરીમાં શેર કરી શકાશે. એટલું જ નહીં, યૂઝર ઈચ્છે તો વોટ્સએપ સ્ટેટસને આપમેળે ફેસબુક સ્ટોરીમાં શેર થાય તેવો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. 

થોડા સમયમાં મળશે આ ફિચર
પ્લેટફોર્મે જણાવ્યું કે ઓટોમેટિકલી શેર સ્ટેટસ ઓન ફેસબુક ફીચર તમામ યૂઝર્સ માટે મોબાઈલ એપમાં રોલઆઉટ કરવામાં આવશે. આ અપડેટ તમામ વોટ્સએપ યૂઝર્સને આવતા કેટલાક સપ્તાહમાં મળી શકે છે. આ નવો અપડેટ મળ્યાં બાદ  સ્ટેટસ શેરિંગ ઈનેબલ કરી શકાશે અને આ સ્ટેટસ અપડેટ્સ પણ એન્ડ-ટૂ-એન્ડ ઈનક્રિપ્ટેડ રહેશે. યૂઝર્સ નક્કી કરી શકશે કે તેમનો સ્ટેટસ કોણ જોઈ શકે અને કોણ નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ