બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / What will the society learn from the saints if they commit a scam? Why do the so-called contractors of religion forget Shikshapatri for selfishness?

મહામંથન / સંતો કૌભાંડ આચરે તો સમાજ તેની પાસેથી શું શીખશે? ધર્મના કહેવાતા ઠેકેદારો સ્વાર્થ માટે શિક્ષાપત્રીને કેમ ભૂલી જાય છે?

Vishal Khamar

Last Updated: 08:51 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોખડા હરિધામ અવાર નવાર ચર્ચાનાં ચગડોળે ચડે છે. સોખડાનાં ત્યાગ વલ્લભ સ્વામીએ કરોડોની ઉચાપત કરી છે. તેમજ પોતાનાં નામે જમીનો પણ ખરીદી છે. પ્રબોધ સ્વામી જૂથના સત્સંગીઓએ આક્ષેપો કર્યા છે.

સોખડા હરિધામના ત્યાગ વલ્લભ સ્વામી પહેલેથી વિવાદોમાં છે ત્યારે તેમના નામે વધુ એક કૌભાંડ બહાર આવ્યું. રાજકોટની આત્મીય યુનિવર્સિટી જે ટ્રસ્ટ હેઠળ ચાલે છે તે ટ્રસ્ટના નામે ત્યાગ વલ્લભ સ્વામી સામે આશરે 33 કરોડની ઉચાપતની ફરિયાદ થઈ. ફરિયાદ પછીથી ત્યાગ વલ્લભ સ્વામી અને તેના મળતિયાઓ ફરાર છે અને આગોતરા જામીન માટે હવાતિયા મારી રહ્યા છે. આ પહેલા વડોદરાના આંસોજ, દશરથ, મોકસી જેવા ગામમાં ત્યાગ વલ્લભ સ્વામીએ નામ બદલીને જમીન પણ ખરીદી લીધી છે. 

સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી એવુ કહે છે કે જે સંત હોય તેમણે પોતાના નામે જમીન કે મિલકત ખરીદવી નહીં એટલે ધર્મના કહેવાતા ઠેકેદારો પોતાના સ્વાર્થ માટે તેનું કેવું અર્થઘટન કરે છે તે પણ સાબિત થાય છે.. જેને સમાજ સંતની નજરે જુએ છે તે જ જો આવું હીન કક્ષાનું કૃત્ય આચરે તો પછી સમાજ તેની પાસેથી શું શીખામણ લેશે. ત્યાગ વલ્લભ સ્વામી જેવા જ સંતો છે કે જેનાથી કદાચ એક સમય એવો આવશે કે સમાજને સંત અને સંતત્વ ઉપરથી વિશ્વાસ ઉઠી જશે.

  • સોખડા હરિધામના ત્યાગ વલ્લભ સ્વામી ફરી વિવાદમાં આવ્યા
  • ત્યાગ વલ્લભ સ્વામી સોખડાના પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના છે
  • ત્યાગ વલ્લભ સ્વામી સામે કૌભાંડ, ઉચાપતની ફરિયાદ

ત્યાગ વલ્લભ સ્વામી સામે કૌભાંડ, ઉચાપતની ફરિયાદ
સોખડા હરિધામના ત્યાગ વલ્લભ સ્વામી ફરી વિવાદમાં આવ્યા.  ત્યાગ વલ્લભ સ્વામી સોખડાના પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના છે.  ત્યાગ વલ્લભ સ્વામી સામે કૌભાંડ, ઉચાપતની ફરિયાદ થઈ છે. સંત અને સંતત્વ ઉપર સવાલ ઉભા થાય તેવું કૃત્ય આચરવામાં આવ્યું. ત્યાગ વલ્લભ સ્વામીએ કરોડો રૂપિયાની ઉચાપત કરી છે. શિક્ષાપત્રીથી વિપરીત આચરણ કરવામાં આવ્યું. 

  • રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં ઉચાપત મુદ્દે ત્યાગ વલ્લભ સ્વામી સામે ફરિયાદ
  • આણંદના પવિત્ર જાની નામના વ્યક્તિએ કુલ ચાર લોકો સામે ફરિયાદ કરી
  • સર્વોદય કેળવણી મંડળ ટ્રસ્ટની સંસ્થામાં 33 કરોડની ઉચાપત

ત્યાગ વલ્લભ સ્વામીના કાંડ
રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં ઉચાપત મુદ્દે ત્યાગ વલ્લભ સ્વામી સામે ફરિયાદ થઈ છે.  આણંદના પવિત્ર જાની નામના વ્યક્તિએ કુલ ચાર લોકો સામે ફરિયાદ કરી છે.  સર્વોદય કેળવણી મંડળ ટ્રસ્ટની સંસ્થામાં 33 કરોડની ઉચાપત. બેંકમાં કર્મચારીઓના ભૂતિયા ખાતા ખોલાવ્યા છે.  સોખડાના હરિપ્રસાદ દાસજીના અવસાન પછી આ કૃત્ય આચર્યુ છે.  તમામ ટ્રસ્ટમાં નાણાકીય ગેરરીતિ થકી ઉચાપત કરી છે.  આત્મીય યુનિવર્સિટી સર્વોદય કેળવણી ટ્રસ્ટ હેઠળ ચાલે છે.  ત્યાગ વલ્લભ સ્વામીએ 20 ડમી અકાઉન્ટ ખોલાવ્યા જેમાં 9 સાધ્વીજીના નામ છે. ચેરિટી કમિશનરની તપાસમાં સમગ્ર ઉચાપત બહાર આવી છે.  ત્યાગ વલ્લભ બેંકના તમામ દસ્તાવેજ પોતાની પાસે રાખતા હતા. તાલુકા પોલીસે ફરિયાદ નોંધતા સ્વામી અને તેના મળતિયાઓ ફરાર થયા. સોમવારે આગોતરા જામીન અરજી પર સુનાવણી થશે. ફરિયાદી પવિત્ર જાની આણંદના બાકરોલના છે.  પવિત્ર જાનીએ હરિપ્રસાદ સ્વામીના તાબા હેઠળ સન્યાસ લીધો હતો.

  • વડોદરાના આંસોજમાં અન્ય નામ ધારણ કરીને જમીન ખરીદી
  • આંસોજ ઉપરાંત દશરથ, મોકસી અને સોખડા ગામમાં પણ જમીન ખરીદી
  • જમીનના દસ્તાવેજમાં પ્રેમસ્વરૂપ સ્વામીનું નામ પણ સામેલ

જમીનના દસ્તાવેજમાં પ્રેમસ્વરૂપ સ્વામીનું નામ પણ સામેલ
વડોદરાના આંસોજમાં અન્ય નામ ધારણ કરીને જમીન ખરીદી છે. તેમજ આંસોજ ઉપરાંત દશરથ, મોકસી અને સોખડા ગામમાં પણ જમીન ખરીદી છે.  જમીનના દસ્તાવેજમાં પ્રેમસ્વરૂપ સ્વામીનું નામ પણ સામેલ છે. શિક્ષાપત્રીથી વિપરીત ત્યાગ વલ્લભ સ્વામીએ પોતાના નામે જમીન કરાવી છે.  શિક્ષાપત્રી મુજબ કોઈ સંત પોતાના નામે જમીન-મિલકત ન ખરીદી શકે. ભરૂચના ઝઘડિયામાં પણ ત્યાગ વલ્લભે પોતાના નામે જમીન કરાવી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ