બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:37 PM, 13 January 2024
ADVERTISEMENT
આગામી ફેબ્રુઆરીમાં સંસદ સત્રમાં બજેટ રજુ કરવામાં આવશે. આ દરમિયાન કેન્દ્ર સરકાર GYAN થીમ પર મોટુ એલાન કરી શકે છે. મળતી માહિતી અનુસાર GYANનો મબતલબ Gareeb, Yuva, Annadata Nari થાય છે. જેના પર સરકાર પુરેપુરૂ ફોકસ કરી રહી છે. આ વખતે 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી સંસદ સત્રમાં બજેટ સેશન થશે. જે 17મી લોકસભા હશે. સંસદ સત્રમાં સૌથી પહેલા 31 જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રજુ કરવામાં આવશે.આ દિવસે સંસદમાં બંને સદનોને રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મુ સંબોધિત કરશે. આગામી લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં લઈને આ વખતે સામાન્ય લોકોને બજેટમાં ઘણા ઘરેલુ ઉત્પાદનોમાં રાહત મળશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ અતંરિમ બજેટ રજુ કરશે.

ADVERTISEMENT
વધશે પીએમ કિસાન સમ્માન નિધી, nps પર પણ થશે જાહેરાત
મળતી માહિતી અનુસાર બજેટમાં મહિલાઓ અને અલગ અલગ જરૂરિયાતમંદ જાતીઓ માટે ખાસ એલાન કરવામાં આવી શકે છે. આ સિવાય સરકાર પીએમ કિસાન સમ્માન નિધિને આગળ વધારી શકે છે. સરકારે નેશનલ પેન્શન સ્કીમ પર પણ યોજનાની તૈયારી કરી છે. જેથી તેને લઈને પણ બજેટમાં જાહેરાત થઈ શકે છે.
સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશી અનુસાર 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી સંસદ સત્ર ચાલશે. 16 જુનના લોકસભા કાર્યકાળ ખત્મ થઈ જશે. જે બાદ લોકસભા ચૂંટણીની જાહેરાત થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ચૂંટણીનું વર્ષ હોવાના કારણે આ વખતે બજેટમાં ઘણી આશા છે. સરકાર પણ લોકોને પોતાના તરફ ખેચવા માટે ઘણા પ્રયાસ કરશે.
ADVERTISEMENT
વધુ વાંચો:UPIથી જ પેમેન્ટ કરવાની છે આદત? તો પહેલાં આટલી બાબતો ખાસ નોંધી લેજો, નહીં તો બેંક એકાઉન્ટ સાફ
બજેટ સત્રની મુખ્ય વાતો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.