બ્રેકિંગ ન્યુઝ
VTV / If you are a UPI user, you should be aware of a few things
Last Updated: 02:32 PM, 12 January 2024
ADVERTISEMENT
આજનાં સમયમાં લોકો 5 રૂપિયાની વસ્તુ લેવા માટે પણ UPI નો ઉપયોગ કરે છે. તેનું કારણ એમ છે કે UPI થી પેમેન્ટ કરવું ખૂબ સરળ બની જાય છે. જેથી તમારે સાથે રોકળ રાખવાની પણ જરૂર નથી. મોબાઈલમાં રહેલી એપ્લિકેશન અથવા નેટ બેન્કિંગથી પણ UPI પેમેન્ટ થઈ શકે છે. UPI ની મદદથી તમે જ્યારે ઈચ્છો ત્યારે અને કોઈને પણ પૈસા મોકલી શકો છો. પરંતુ જો તમે UPI યુઝર હોય તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ એટલા માટે કે તમારી એક નાની એવી ભૂલનાં કારણે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. જાણો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ADVERTISEMENT
વાંચવા જેવું: 1 જાન્યુઆરીથી સિમ કાર્ડ ખરીદવા માટે કરવું પડશે નવા નિયમોનું પાલન, ફ્રોડ રોકવા માટે સરકારે કર્યા અનેક ફેરફાર
UPI યૂઝર્સે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
ADVERTISEMENT
પ્રથમ બાબત
તમે UPI નો ઉપયોગ કરતાં હોય તો તમને ખબર હશે કે તેમા 2 પાસવર્ડ બનાવવાનાં હોય છે. એક પાસવર્ડની મદદથી તમે એપ્લિકેશન ખોલો છો, અને બીજા પાસવર્ડની મદદથી પેમેન્ટ કરો છો. એટલા માટે ધ્યાન રાખો કે આ બંને પાસવર્ડ મજબૂત હોવા જોઈએ અને ક્યારેય કોઈને ભૂલથી ન કહેવા જોઈએ.
બીજી બાબત
સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે એકવાર લોકો UPI એપ ઇન્સ્ટોલ કરી લે છે, પછી તેઓ તેને અપડેટ કર્યા વગર ઉપયોગ કરતા રહે છે. જો કે, સુરક્ષાના દૃષ્ટિકોણથી આ ખોટું પણ હોઈ શકે છે. એપ્લિકેશનને અપડેટ કરીને, કંપની અનિચ્છનીય બગ્સને દૂર કરવા અને એપ્લિકેશનને વધુ સુરક્ષિત બનાવવાનું કામ કરે છે. તેથી, સમય-સમય પર તમારી એપ્લિકેશનને અપડેટ કરતા રહો.
ADVERTISEMENT
ત્રીજી બાબત
એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે UPI એપમાં પિન નંબર ત્યારે જ નાખવો પડે છે જ્યારે તમે કોઈને પેમેન્ટ કરી રહ્યા હોય. કોઈની પાસેથી પૈસા મેળવતી વખતે પિન નંબરની જરૂર નથી પડતી. તેથી જો કોઈ તમને કહે કે તે તમને પૈસા મોકલી રહ્યો છે અને તમારે તમારો પિન નંબર નાખવો પડશે, તો આવું ન કરો. નહીંતર તમારા ખાતામાંથી પૈસા કપાઈ જશે. છેતરપિંડી કરનારાઓ આ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.
ચોથી બાબત
એક વાતનું ધ્યાન રાખો કે તમારા UPI એકાઉન્ટથી સંબંધિત કોઈપણ માહિતી કોઈની સાથે શેર ન કરો. છેતરપિંડી કરનારા અજાણ્યા કોલ કરી, તમને તેમની વાતોમાં લલચાવીને તમારી પાસેથી માહિતી લઈ શકે છે. તેથી બેંકિંગની કોઈપણ માહિતી ક્યારેય કોઈની સાથે શેર કરશો નહીં, કારણ કે બેંક કર્મચારીઓ ક્યારેય આ માહિતી માંગતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.