બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / What did Taiwan say about giving jobs to one lakh Indians?

મોટું નિવેદન / એક લાખ ભારતીયોને નોકરી આપવા મુદ્દે તાઇવાને આ શું કહી દીધું? સામે આવી ચોંકાવનારી સચ્ચાઇ

Priyakant

Last Updated: 02:27 PM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jobs In Taiwan Latest News: તો શું તાઈવાને ભારતમાંથી એક લાખ લોકોને રોજગાર આપવાની ઓફર કરી ? જાણો તાઈવાન શ્રમ મંત્રીએ શું કહ્યું ?

  • ભારતીયોને તાઈવાનમાં નોકરી મુદ્દ મોટું નિવેદન 
  • તાઈવાનની સરકારે ફેક ન્યૂઝ ગણાવીને કર્યો ઈન્કાર 
  • બંને દેશો આ અંગે વાત કરી રહ્યા છે, પરંતુ હજુ અંતિમ નિર્ણય નથી લેવાયો: તાઈવાન શ્રમ મંત્રી

Jobs In Taiwan : તાઈવાન ભારત સાથે તેની નિકટતા વધારવા માંગે છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, તાઈવાને ભારતમાંથી એક લાખ લોકોને રોજગાર આપવાની ઓફર કરી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, આ કર્મચારીઓ ટૂંક સમયમાં તાઇવાન જવાના છે. આ અંગે બંને દેશો વચ્ચે ડીલ થવાની વાત ચાલી રહી હતી. તેનું કારણ તાઈવાનમાં વૃદ્ધોની વસ્તીમાં વધારો હોવાનું કહેવાય છે. આ સમાચાર વાયરલ થયા હતા.

શું કહ્યું તાઇવાન સરકારે ? 
તાઈવાનની સરકારે તેને ફેક ન્યૂઝ ગણાવીને તેનો ઈન્કાર કર્યો છે. તાઈવાનના શ્રમ મંત્રી સુ મિંગ-ચુને આ સમાચારને ખોટા ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે, બંને દેશો આ અંગે વાત કરી રહ્યા છે, પરંતુ હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. મંત્રીનું કહેવું છે કે, તેમને શંકા છે કે બિનજરૂરી ગભરાટ ફેલાવવા માટે ડેટાની હેરફેર કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આમાં જાતિવાદનો મામલો છે. તાઈવાનના સામાન્ય નાગરિકો તેનો વિરોધ કરી રહ્યા છે.

એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટના એક લેખમાં કહેવામાં આવ્યું છે કે, તાઈવાનના શ્રમ મંત્રાલયે ભારતીય કામદારોને તાઈવાનના બજારમાં લાવવાની યોજનાની જાહેરાત કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર એ વાતને લઈને હોબાળો મચ્યો હતો કે શું તાઈવાનમાં મહિલાઓની સલામતી જોખમમાં હશે, જ્યારે ભારત સહિત અન્ય દેશોમાં જાતીય ગુનાઓ થાય છે. ભારતીય મજૂરો સાથે સંકળાયેલી સ્ટીરિયોટાઇપ્સ ભારત અને તાઇવાન વચ્ચેના સહકારની તમામ શક્યતાઓને નિષ્ફળ બનાવે છે.

આ તરફ હવે સવાલ એ છે કે, શું વિદેશી મીડિયા દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈને ભારતને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે? તાઈવાની મીડિયાનું પણ કહેવું છે ક, આ સમાચાર સામે આવ્યા બાદ ત્યાંના લોકોએ સોશિયલ મીડિયા પર ભારતીયો વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું હતું. અહેવાલો અનુસાર તાઈવાનની વસ્તી ઝડપથી ઘટી રહી છે. ત્યાંની વસ્તી લગભગ 2 કરોડ 30 લાખ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ