બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Western Disturbance will bring down the temperature there will be no rain for the next seven days

ઠંડી / ગુજરાતમાં મોસમનો મિજાજ બદલાયો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી તાપમાનમાં ઘટાડો, આગામી સાત દિવસ વરસાદ નહીં પડે, જાણો આગાહી

Kishor

Last Updated: 01:03 AM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં હજુ પણ એક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે.

  • રાજ્યના વાતાવરણમાં થઈ રહ્યો છે સતત ફેરફાર
  • શહેરના લઘુતમ તાપમાનમાં ૧.૫ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો
  • પાંચ-સાત દિવસમાં વરસાદ વરસવાની કોઇ સંભાવના નથી

અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી શહેરમાં ભેજ ખેંચાવાની સાથે વાદળોનું પ્રમાણ પણ વધ્યું છે, જેના લીધે અમદાવાદમાં ગરમી અને બફારાના પ્રમાણમાં ઘટાડો થયો હોય તેમ લાગી રહ્યું છે. શહેરના લઘુતમ તાપમાનમાં ૧.૫ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. બીજી બાજુ હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં હજુ પણ એક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. 

ગુજરાતમાં કમોસમી વરસાદ વચ્ચે ખેડૂતોને મળશે માવઠાથી રાહત, હવામાન વિભાગે કરી  મોટી આગાહી | Amid unseasonal rains in Gujarat, farmers will get relief from  drought

તાપમાનમાં વધારે ફેરફાર થવાની કોઈ સંભાવના નથી
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, આગામી પાંચ-સાત દિવસમાં વરસાદ વરસવાની કોઇ સંભાવના નથી. તાપમાનમાં પણ કોઇ મોટો ફેરફાર થાય એવું લાગતું નથી. આગામી બે દિવસમાં તાપમાન એકાદ ડિગ્રી સુધી નીચે આવી શકે છે. રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની કોઈ સંભાવના નથી.

૨૧ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે
તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં સરેરાશ ૩૬-૩૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના આંકડાઓ પ્રમાણે, બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી વધીને ૩૬.૮ ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન એક ડિગ્રી વધીને ૨૧.૧ ડિગ્રી નોંધાયું હતું. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આ ટ્રાન્ઝિશન મહિનો હોવાથી તાપમાન યથાવત્ રહેશે. બપોરે ગરમી અને વહેલી સવારે તથા મોડી રાતે ઠંડકનો અનુભવ થશે. દિવસે ૩૬ ડિગ્રી, જ્યારે રાતે ૨૧ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે.


ઉલ્લેખનીય છે કે, આવા વાતાવરણમાં હાલ અમદાવાદમાં રોગચાળો પણ વકર્યો છે. શહેરમાં મેલેરિયાના ૪૭, ઝેરી મેલેરિયાના નવ ઉપરાંત ચિકનગુનિયાના સાત કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગ એવા ઝાડા-ઊલટીના ૨૩૩ કેસ, કમળાના ૧૦૧ તેમજ ટાઈફોઈડના ૨૭૪ કેસ તથા કોલેરાના સાત કેસ નોંધાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ