બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Weather Update Today: Yellow Alert in Delhi, Thunderstorm Warning for 5 Days in UP, Himachal and Uttarakhand, Know IMD Update

મેઘો અનરાધાર / દિલ્હીમાં યલો એલર્ટ, ઉત્તરાખંડ સહિત 7 રાજ્યોમાં મૂશળધાર આગાહી, IMDની ચેતવણી

Pravin Joshi

Last Updated: 08:06 AM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર દેશમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આકાશમાંથી પાયમાલીની જેમ વરસાદ વરસી રહ્યો છે અને ભૂસ્ખલન અને પૂર બાદ સ્થિતિ બેકાબૂ બની ગઈ છે.

  • સમગ્ર દેશમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું 
  • ઉત્તર ભારતમાં આગામી પાંચ દિવસ સુધી પણ ભારે વરસાદથી આગાહી
  • ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં એલર્ટ જાહેર કર્યું 

સમગ્ર દેશમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આકાશમાંથી પાયમાલીની જેમ વરસાદ વરસી રહ્યો છે અને ભૂસ્ખલન અને પૂર બાદ સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. સોમવારે દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 205.94 મીટરે પહોંચ્યું હતું, જે 205.33 મીટરના ખતરાના નિશાનથી ઉપર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં આગામી પાંચ દિવસ સુધી પણ ભારે વરસાદથી કોઈ રાહત નથી. હવામાન વિભાગે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

Topic | VTV Gujarati

દિલ્હી સહિત આ રાજ્યોમાં આવું રહેશે હવામાન

રાજધાની દિલ્હી પણ આ સમયે પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહી છે, જ્યારે હવામાન વિભાગે મંગળવારે શહેરમાં હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે મંગળવાર માટે 'યલો' એલર્ટ જારી કર્યું છે, જેમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

યમુનાએ ધર્યું રૌદ્રરૂપ: લાલ કિલ્લાથી લઈને CMના ઘર સુધી પૂરના પાણી, શાળાઓ  બંધ, બોટો તરવા લાગી | Delhi Yamuna River Flood waters from Red Fort to CM's  house, schools closed, boats float

ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ 

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. સોમવારે કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટવાથી એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. એટલું જ નહીં રાજ્યમાં સતત હળવાથી ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં 720 રસ્તાઓ બંધ છે, જ્યાં રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે. સ્થાનિક હવામાન કચેરીએ 21 જુલાઈ સુધી રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ માટે 'યલો એલર્ટ' જારી કર્યું છે અને 23 જુલાઈ સુધી વધુ વરસાદની આગાહી કરી છે. આ સિવાય હવામાન વિભાગે ઉત્તરાખંડમાં 18 અને 19 જુલાઈએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

અંદાજે કુલ 100નાં મોત! હિમાચલમાં મૂશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી  નાખ્યું, હજુ આવતીકાલ સુધી 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ | Approximately 100  deaths ...

હરિયાણામાં વરસાદને કારણે 4 લોકોના મોત 

એક ન્યુઝ એજન્સી અનુસાર, સોમવારે હરિયાણામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં વધુ ચાર લોકોના મોત થયા છે. વધુ ચાર લોકોના મોત સાથે રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 34 થયો છે. અંબાલા, ફતેહાબાદ, ફરીદાબાદ, કૈથલ, કરનાલ, કુરુક્ષેત્ર, પાણીપત, પંચકુલા, પલવલ, સિરસા, સોનીપત અને યમુનાનગર પૂરથી પ્રભાવિત થયા છે.

આવતીકાલથી દે દનાદન, રાજ્યમાં અહીં પડશે ભારે વરસાદ, 18 જુલાઈએ તો આખા  ગુજરાતમાં, જાણો અમદાવાદમાં ક્યારે | 2 days of heavy rain was predicted by  the Meteorological Department

ઉત્તર પ્રદેશમાં 10 જિલ્લાના 396 ગામો પૂરથી પ્રભાવિત 

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે રાજ્યની નદીઓમાં ઉછાળો આવ્યો છે અને રાજ્યના 10 જિલ્લાના 396 ગામો પૂરથી પ્રભાવિત થયા છે. આ 10 જિલ્લામાં અલીગઢ, બિજનૌર, ફરુખાબાદ, ગૌતમ બુધ નગર, ગાઝિયાબાદ, મથુરા, મેરઠ, મુઝફ્ફરનગર, સહારનપુર અને શામલીના કુલ 396 ગામોનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ