બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / વિશ્વ / 'We will kill the terrorists by entering Afghanistan', the defense minister of this country gave an open warning

નિવેદન / 'આતંકીઓને અફઘાનિસ્તાનમાં ઘૂસીને મારીશું', આ દેશના રક્ષામંત્રીએ આપી ખુલ્લી ચેતવણી

Priyakant

Last Updated: 01:06 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistan News: પાકિસ્તાનના રક્ષા મંત્રીએ કહ્યું, જો કાબુલ પાકિસ્તાન વિરોધી આતંકવાદીઓ પર લગામ નહીં લગાવે તો તે અફઘાનિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કરશે

  • પાકિસ્તાન હવે પોતાના આતંકવાદીઓ સામે જ લડી રહ્યું છે
  • પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે આપી મોટી ચેતવણી
  • પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કરશે

પાકિસ્તાન હવે પોતાના આતંકવાદીઓ સામે જ લડી રહ્યું છે. વાત જાણે એમ છે કે, પાકિસ્તાની તાલિબાને તાજેતરના સમયમાં પાકિસ્તાન પર અનેક મોટા હુમલાઓ કર્યા છે. આનાથી પાકિસ્તાન ડરી ગયું છે. પાકિસ્તાની તાલિબાનના મનોબળ માટે તે અફઘાન તાલિબાનને જવાબદાર માને છે. આ જ કારણ છે કે, પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ચેતવણી આપી છે કે, જો કાબુલ પાકિસ્તાન વિરોધી આતંકવાદીઓ પર લગામ નહીં લગાવે તો તે અફઘાનિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કરશે.

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે એક ઇન્ટરવ્યુમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીમાં તેમની મુલાકાત દરમિયાન તેમણે અફઘાન શાસકોને તેમની ધરતી પર આતંકવાદને મંજૂરી ન આપવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. અન્યથા પાકિસ્તાન કાર્યવાહી કરવાની ફરજ પડશે. 

આસિફે કહ્યું કે, અફઘાન તાલિબાને વચન પૂરું ન કર્યું
પાકિસ્તાનના રક્ષા મંત્રી આસિફે કહ્યું કે, તાલિબાન નેતાઓએ પાકિસ્તાનને વચન આપ્યું હતું કે, TTP એટલે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓ તેમની જમીનનો ઉપયોગ નહીં કરે. ઉપરાંત આ આતંકવાદીઓ અફઘાનિસ્તાનની ધરતી પરથી કોઈપણ આતંકવાદી હુમલાના કાવતરાને અંજામ આપશે નહીં. પરંતુ અફઘાનિસ્તાનના તાલિબાને તેનો અમલ કર્યો ન હતો. એટલા માટે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં ઘૂસીને હુમલો કરશે. 

પાકિસ્તાનમાં 262 આતંકવાદી હુમલામાંથી 89 માટે TTP જવાબદાર
2021માં જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન શરૂ થયું છે, ત્યારથી પાકિસ્તાન પર તહરીક તાલિબાન પાકિસ્તાનના હુમલા વધી ગયા છે. જ્યારે પાકિસ્તાની રક્ષા મંત્રીને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, આ આતંકવાદીઓ અફઘાનિસ્તાનની ધરતી પર નથી વધી રહ્યા. જેના જવાબમાં રક્ષા મંત્રી ખ્વાજાએ જવાબ આપ્યો કે 'આ આતંકવાદીઓ અફઘાનિસ્તાનની ધરતી પર વધી રહ્યા છે'. એક અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2022માં દેશમાં ઓછામાં ઓછા 262 આતંકી હુમલા થયા છે અને તેમાંથી ઓછામાં ઓછા 89 માટે TTP જવાબદાર છે.

મહત્વનું છે કે, પાકિસ્તાને હંમેશા દાવો કર્યો છે કે, સૈન્ય કાર્યવાહીના કારણે હજારો TTP લડવૈયાઓએ ભાગવું પડ્યું હતું. ગયા એપ્રિલમાં પાકિસ્તાને પૂર્વ અફઘાનિસ્તાનમાં ટીટીપીની ચોકી હોવાનો દાવો કર્યો હતો. આસિફે કહ્યું કે 'આશા છે કે તેમના દેશની સુરક્ષા માટેનો ખતરો એટલો નહીં વધે જ્યાં પાકિસ્તાનને એવું કંઈક કરવું પડે જે અમારા પડોશીઓ અને કાબુલમાં રહેતા અમારા ભાઈઓને પસંદ ન આવે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ