બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / આરોગ્ય / Want to get health insurance? So learn these things first, otherwise you will regret it later

તમારા કામનું / હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો છે? તો પહેલાં જાણી લેજો આ બાબતો, નહીં તો પાછળથી આવશે પસ્તાવાનો વારો

Pravin Joshi

Last Updated: 02:08 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વાસ્થ્ય વિમો લેવાર વ્યક્તિએ વાર્ષિક અથવા તો દર મહિને પ્રીમિયમ ભરવાનું હોય છે. સ્વાસ્થ્ય વિમો લેતા પહેલા તમારે તેમનું કવરેજ જોવું પડશે. કોઈ એવી પોલિસી પસંદ કરો જે તમને સારવાર માટે તમામ ખર્ચને કવર કરતી હોય.

  • સ્વાસ્થ્ય એ આપણા જીવનની સૌથી મોટી મૂડી છે
  • લોકો ખર્ચથી બચવા માટે સ્વાસ્થ વિમો લેતા હોય છે
  • ઈન્શ્યોરન્સ લેતા પહેલા તમામ પ્રકારની માહિતી મેળવો

એવું કહેવાય છે કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનો વાસ હોય છે અને શરીરને સ્વસ્થ રાખવા માટે તમારે તમારા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને સખત મહેનત કરવાની જરૂર છે. સ્વાસ્થ્ય એ આપણા જીવનની સૌથી મોટી મૂડી છે. આપણા સ્વાસ્થ્ય અને આપણા પરિવારના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું આપણા બધા માટે મહત્વપૂર્ણ છે. મેડિકલ ઈમરજન્સી દરમિયાન નાણાકીય સ્થિતિને સંભાળવી ઘણી વખત મુશ્કેલી બની જાય છે. એટલા માટે લોકો અચાનક આવતા ખર્ચથી બચવા માટે સ્વાસ્થ વિમો લેતા હોય છે. વિમા કંપની સારવારની જરૂરીયાત પ્રમાણે મેડિકલ ખર્ચા માટે પેમેન્ટ કરે છે. 

Topic | VTV Gujarati

આજના સમયમાં હેલ્થ ઈન્શ્યોરન્સ હોવું ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે આજકાલને દરેક લોકોની લાફસ્ટાઇલ અને ખાવાપીવાની આદત લોકોને વધુને વધુ બીમારી બનાવી રહી છે. ઘણી વખત તેને કારણે લોકોની તબિયત બગડે છે અને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે એવા સમયે ત્યાંનું બિલ એટલું આવી જતું હોય છે કે તેને જોઈને માણસ પાછું બીમારી પડી જાય. એવા બિલનો બોજો ન ઉપાડવા માટે લોકો હેલ્થ ઈન્શ્યોરન્સ લે છે. તમે પણ હેલ્થ ઈન્શ્યોરન્સ લેવાનું વિચારી રહ્યા છો તો અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. 

  • સ્વાસ્થ્ય વિમો લેવાર વ્યક્તિએ વાર્ષિક અથવા તો દર મહિને પ્રીમિયમ ભરવાનું હોય છે. 
  • સ્વાસ્થ્ય વિમો લેતા પહેલા તમારે તેમનું કવરેજ જોવું પડશે. કોઈ એવી પોલિસી પસંદ કરો જે તમને સારવાર માટે તમામ ખર્ચને કવર કરતી હોય.
  • સ્વાસ્થ્ય વિમો લેતી વખતે સર્વિસ પ્રોવાઈડર અને હોસ્પિટલોના નેટવર્ક વિશે તમામ માહિતી મેળવી લો.
  • આ સિવાય એ વાતની પણ તપાસ કરો કે સ્વાસ્થ પોલિસીમાં કઈ કઈ બિમારી કવર નથી થઈ રહી.
  • જો પહેલાથી કોઈ તમારી કોઈ પસંદગીની હોસ્પિટલ કે ડોક્ટર છે તો ચેક કરી લો કે તે પોલિસીના નેટવર્કનો ભાગ છે કે નહીં.
  • તમારે સ્વાસ્થ્ય વિમા પોલિસીની કોસ્ટ પણ સમજવું પડશે. કોઈ એવી પોલિસી પસંદ કરો કે જે દરેક પ્રકારની બિમારીને કવર કરે.


હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા સમયે આ પાંચ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીંતર ક્લેમ  કરતા સમયે થઈ શકે છે મુશ્કેલી/ keep these 4 things in mind while choosing health  insurance there ...

1. પ્રીમિયમ એકાઉન્ટ

હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા સમયે તમારી ઉંમર, કૌટુંબિક ઈતિહાસ, નોકરીમાં જોખમ, બીમારી વગેરેને ધ્યાનમાં લઈને પ્રીમિયમ નક્કી કરવામાં આવે છે એટલા માટે હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા પહેલા પ્રીમિયમને અસર કરતા પરિબળોને સમજવું ખૂબ જ જરૂરી છે. આ તમને સૌથી ઓછા પ્રીમિયમ પર શ્રેષ્ઠ હેલ્થ ઈન્શ્યોરન્સ પસંદ કરવામાં મદદ કરે છે. હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા સમયે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેના પ્રીમિયમનો બહાર ખિસ્સા પર ન પડે. 

2. હેલ્થ ઈન્શ્યોરન્સ રિન્યુએબિલિટી

સ્વાસ્થ્ય વીમા પૉલિસી માત્ર એક નિશ્ચિત સમયગાળા માટે માન્ય છે, જે 1-3 વર્ષ હોઈ શકે છે. આ સમયગાળા પછી તમારે તેના હેઠળના લાભો મેળવવા માટે તમારી પોલિસીને નવીકરણ એટલે કે રિન્યૂ કરવાની જરૂર પડશે. જો તમે નિર્ધારિત સમયગાળા પછી પ્લાન હેઠળ કવરેજ જાળવી રાખવા માંગતા હો, તો તમારે તમારા પ્લાનને રિન્યૂ કરાવવું પડશે.એવામાં જે હેલ્થ ઈન્શ્યોરન્સ સંસ્થા એ સુવિધા આપતી હોય તેની પાસે જ ઈન્શ્યોરન્સ લેવું જોઈએ. હેલ્થ ઈન્શ્યોરન્સ યોજના હેઠળ કવરેજને ફરીથી સક્રિય કરવા માટે રિન્યુએબિલિટી મહત્વપૂર્ણ છે.

IRDAI allows policyholders to choose their own health insurance TPA |  વીમાધારકોને હેલ્થ ઈન્શ્યોરન્સમાં મળશે આ મોટી સુવિધા, ઈરડાએ કરી જાહેરાત

3. પરિવાર માટે હેલ્થ ઈન્શ્યોરન્સ

હેલ્થ ઈન્શ્યોરન્સ લેવાની વાત આવે ત્યારે બે પ્લાનનો વિકલ્પ મળે છે, એક છે ફેમિલી હેલ્થ પ્લાન અને બીજું છે ફેમિલી ફ્લોટર પ્લાન. એટલે કે જો તમારા પરિવારમાં 4 લોકો છે અને દરેકના અલગ અલગ એક-એક લાખ રૂપિયાના ફેમિલી હેલ્થ પ્લાન લીધા છે એવી પરિસ્થિતિમાં જ્યારે એક વ્યક્તિ બીમાર પડે અને તેનો મેડિકલ ખર્ચો 1 લાખથી વધી જાય તો બાકીના પૈસા ખિસ્સામાંથી આપવા પડે છે પણ ચારેય સભ્યો વચ્ચે ફેમિલી ફ્લોટર પ્લાન હશે તો ચારમાંથી એક વ્યક્તિને ચાર લાખ રૂપિયા સુધીનું કવરેજ મળે છે. 

4.પોલિસીની ડિટેલની સરખામણી કરો 

હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીમાં અકસ્માત, પ્રસૂતિ લાભ, એમ્બ્યુલન્સ, સર્જરી અને આઉટ પેશન્ટ ઉપચાર માટેની જોગવાઈઓ શું છે ? શું બધાને સારી રીતે સામેલ કરવામાં આવ્યા છે ? શું તમારી પોલિસી આ બધાને આવરી લે છે અને જો તમારી પોલિસી આ બધુ આવરી લે તો એ પછી પોલિસીની મર્યાદા તપાસો. સાથે જ બીજી કંપનીના આ પ્લાન સાથે પણ સરખામણી કરો, તમામ મુદ્દાઓ પર સંતુષ્ટ થયા પછી જ આરોગ્ય વીમો લો. 

health insurance policy changes

- કેશલેસ હોસ્પિટલ નેટવર્ક
હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા પહેલા કેશલેસ હોસ્પિટલ નેટવર્કની યાદી તપાસવી જોઈએ. એક કે બે મોટી હોસ્પિટલોને ધ્યાનમાં રાખીને ક્યારેય હેલ્થ ઈન્શ્યોરન્સ ન લેવું જોઈએ. આ સાથે જ પ્રયાસ કરો કે તમારા આસપાસની હોસ્પિટલો પણ તે સૂચિમાં શામેલ રહે. આ એટલા માટે જરૂરી છે જેથી કટોકટીની સ્થિતિમાં વહેલી તકે શ્રેષ્ઠ સારવાર મેળવી શકો.
-ક્લેમ સેટલમેન્ટ રેશિયો 
એટલે કે જે કંપનીનો 100 ટકાની નજીક હોય તેનો પ્લાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. 
- પ્રી-પોસ્ટ હોસ્પિટલાઈઝેશન એક્સપેન્સ 
ઘણી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી એવી હોય છે જે હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીના રિપોર્ટ્સ અને દવા જેવા હોસ્પિટલના પૈસા પણ ચૂકવે છે. તો હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લેતા પહેલા આ વાત ધ્યાનમાં રાખો. 
- કો-પે 
ઘણી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીમાં એવો વિકલ્પ મળે છે જ્યારે તમે હોસ્પિટલનો ખર્ચો કરો ત્યારે ખર્ચના 10-20 ટકા ઈન્શ્યોરન્સ લેતી વ્યક્તિ ચૂકવશે, એવી સ્થિતિમાં  હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ ઘણું ઘટી જાય છે. તો એવી પોલિસી લો જેમાં પ્રીમિયમ સસ્તું પડતું હોય. 
- કેપિંગ 
હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીમાં એક લિમિટ મુકેલ હોય છે કે હોસ્પિટલમાં કઈ વસ્તુનો કેટલો ખર્ચો મળશે, તો એવી પોલિસી લો જેમાં નો કેપિંગ પોલિસી હોય. 
-હાઈએસ્ટ નો ક્લેમ બોનસ 
એટલે કે જો આખા વર્ષમાં હેલ્થ ઈન્શ્યોરન્સનો ઉપયોગ નથી કર્યો તો જે કંપની હાઈએસ્ટ નો ક્લેમ બોનસ એટલે કે આવતા વર્ષે કેટલું ડિસ્કાઉન્ટ આપે છે તેની જ પોલિસી ખરીદો. 

હેલ્થ ઇન્સ્યોરન્સ રિન્યૂ કરાવતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન, નહી તો પડશે  મુશ્કેલી | Things to keep in mind before Renewing health insurance

5. કવરેજ કે સમ-ઈન્સ્યોરડ 
હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા સમયે તેનું કવરેજ કેટલું હોવું જોઈએ એ માટે જેમને હાલ કોઈ બીમારી થઈ હોય અને ઈન્શ્યોરન્સ પાક્યું હોય, સાથે જ કેટલી બીમારીમાં કેટલું કવરેજ મળે છે એ વિશે બધી જાણકારી મેળવીને ઈન્શ્યોરન્સ લેવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ