બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / આરોગ્ય / 'Walnut' is a panacea for many diseases ranging from heart related ailments, It is rich in various nutrients

હેલ્થ ટિપ્સ / હૃદય સંબંધિત બીમારીઓથી લઇને અનેક રોગોમાં 'અખરોટ' છે રામબાણ ઇલાજ, વિવિધ પોષક તત્વોથી છે ભરપૂર

Megha

Last Updated: 03:57 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અખરોટમાં ઓમેગા-૩ ફેટી એસિડ હોય છે અને તે અસ્થમા-આર્થ્રાઇટિસ, ત્વચાની સમસ્યાઓ, એક્ઝિમા અને સોરાયસિસ જેવી બીમારીમાં સુરક્ષા પૂરી પાડે છે.

  • અખરોટમાં ઓમેગા-૩ ફેટી એસિડ હોય છે
  • અખરોટને સામાન્ય રીતે બ્રેઈન ફૂડ પણ કહેવાય છે
  • અખરોટના સેવનથી હૃદયની બીમારીને ઘણી હદ સુધી ટાળી શકાય

આમ તો દરેક સૂકોમેવો એટલે કે ડ્રાય ફ્રૂટ આરોગ્ય માટે ફાયદારૂપ છે, પરંતુ અખરોટની વાત જ કંઈક નિરાળી છે. અખરોટમાં ફાઇબર, વિટા‌િમન-બી, મેગ્નેશિયમ અને એ‌િન્ટ ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તે વાળ અને ત્વચાને સ્વસ્થ રાખે છે. અખરોટમાં ઓમેગા-૩ ફેટી એસિડ હોય છે અને તે અસ્થમા-આર્થ્રાઇટિસ, ત્વચાની સમસ્યાઓ, એક્ઝિમા અને સોરાયસિસ જેવી બીમારીમાં સુરક્ષા પૂરી પાડે છે.

અખરોટ એક શ્રેષ્ઠ ડ્રાય ફ્રૂટઃ 
તેમાં એએલએ (અલ્ફા-લિનોલેનિક એસિડ) હોય છે, જે શરીર માટે ખૂબ જ ઉપયોગી તત્ત્વ છે. શાકાહારી લોકો માટે તે કુદરતનું વરદાન છે. અખરોટને સામાન્ય રીતે બ્રેઈન ફૂડ પણ કહેવાય છે, જે મગજના કોષોને સતેજ રાખે છે. અખરોટમાં રહેલું મેલાટોનિન નામનું તત્ત્વ વ્યક્તિને અનિદ્રાની સમસ્યાથી પણ બચાવે છે અને સારી ઊંઘની ભેટ પણ આપે છે. 

અખરોટથી હૃદયને રક્ષણઃ 
અખરોટના સેવનથી હૃદયની બીમારીને ઘણી હદ સુધી ટાળી શકાય છે. તે શરીરના કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે, તેમાં રહેલ ઓમેગા-૩ ફેટી એસિડ પણ હૃદય સંબંધિત બીમારીથી બચાવે છે. અખરોટના નિયમિત સેવનથી આયુષ્યમાં પથી ૧૦ વર્ષનો વધારો થાય છે. 

ઊંઘ લાવવામાં મદદરૂપઃ 
અખરોટ ઊંઘ લાવવામાં બહુ લાભદાયક છે, તેમાંથી એક હોર્મોન નીકળે છે, જેનું નામ મેલાટોનિન હોય છે, જેનાથી આરામ મળે છે. સારી ઊંઘ મેળવવા માટે તે યોગ્ય પ્રમાણમાં મેલાટોનિન ‌રિલીઝ કરે છે.

હાડકાં થાય છે મજબૂતઃ 
અખરોટ ખાવાથી હાડકાં મજબૂત થાય છે, સાથે જ તે દાંત માટે પણ શ્રેષ્ઠ હોય છે. ડેન્ટિસ્ટ પણ સ્વસ્થ દાંત માટે રોજ અખરોટના સેવનની સલાહ આપે છે. અખરોટ વધારાની કેલરીને બાળે છે. દિવસમાં બે-ત્રણ અખરોટ ખાવાથી વજન ઘટી શકે છે.

મગજની નબળાઈ દૂર કરે: 
અખરોટનું નિયમિત સેવન કરવાથી ચક્કર, આંખનાં અંધારાં, સ્નાયુની નબળાઈ સાથે મગજની નબળાઈ પણ દૂર થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ