બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

VTV / ગુજરાત / અમદાવાદ / VTV News conducted a special sting operation of Akash Institute and Allen Institute

સ્ટિંગ ઓપરેશન / VTVનું ઓપરેશન કોચિંગ: એલેન-આકાશ ઈન્સ્ટિટયૂટમાં જાઓ એટલે સ્કૂલમાં ભરાઈ જાય હાજરી, એડમિશન કાંડનો સૌથી મોટો ખુલાસો

Malay

Last Updated: 01:07 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VTV EXCLUSIVE: VTV ન્યૂઝે પ્રજાહિતને સર્વોપરી માનીને શિક્ષણના વેપારનો કાળો કારોબાર કરતી આકાશ ઇન્સ્ટિટ્યૂટ અને એલન ઇન્સ્ટિટ્યૂટનું કર્યું ખાસ સ્ટિંગ ઓપરેશન, VTV ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં બોગસ એડમિશન કાંડનો થયો સૌથી મોટો ખુલાસો.

 

  • VTV NEWSનું સૌથી મોટું સ્ટિંગ ઓપરેશન 
  • શિક્ષણને વેપાર બનાવતા લોકોનો પર્દાફાશ 
  • સરકારને અંધારામાં રાખી સ્કૂલો કરી રહી છે કમાણી

ભણશે ગુજરાત...આગળ વધશે ગુજરાત... સરકારે ખૂબ સુંદર સૂત્ર આપ્યું છે. રાજ્યમાં સ્કૂલ માફિયાઓને નિયંત્રણમાં રાખવા ફી માટે કાયદાઓ પણ છે. તેમ છતાં રાજ્યમાં વાલીઓ બેફામ લૂંટાઈ રહ્યા છે. ખાનગી ટ્યુશનના નામે સ્કૂલ સાથે સેટલમેન્ટ કરનાર આવા જ એક મસમોટા કૌભાંડનો VTV ન્યૂઝે આજે પર્દાફાશ કર્યો છે. ત્યારે કેવી રીતે શાળાઓ અને ટ્યુશન સંચાલકો સાથે મળીને વાલીઓના ખિસ્સા ખંખેરી રહ્યાં છે અને કેવી રીતે ભણતરના નામે સ્કૂલો મસમોટી કમાણી કરે છે? આવો જોઈએ અમારા આ ખાસ રિપોર્ટમાં...

VTV ન્યૂઝનું સ્ટિંગ ઓપરેશન 
ગુજરાતમાં શિક્ષણના પવિત્ર વ્યવસાયનું વેપારીકરણ થઇ રહ્યું છે. પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત વાલીઓનો આકાશ ઇન્સ્ટિટ્યૂટ અને એલન ઇન્સ્ટિટ્યૂટ જેવી ખાનગી સંસ્થાઓ ગેરલાભ લઇ રહી છે. વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બેફામ ખર્ચ કરવા મજબૂર બન્યા છે. ત્યારે VTV ન્યૂઝે પણ પ્રજાહિતને સર્વોપરી માનીને શિક્ષણના વેપારનો કાળો કારોબાર કરતી આકાશ ઇન્સ્ટિટ્યૂટ અને એલન ઇન્સ્ટિટ્યૂટનું ખાસ સ્ટિંગ ઓપરેશન કર્યું છે. 

આકાશ ઇન્સ્ટિટ્યૂટ અને એલન ઇન્સ્ટિટ્યૂટમાં VTV ન્યૂઝનું સ્ટિંગ ઓપરેશન 
શાળા એ વિદ્યાનું મંદિર છે ત્યારે પવિત્ર વ્યવસાયનો કાળો કારોબાર કરતા આ શિક્ષણ માફિયાઓના કાળા કામનો પર્દાફાશ કરવાનો VTV ન્યૂઝે નિર્ણય કર્યો છે. VTV ન્યૂઝના રિપોર્ટરે આ શિક્ષણનો વેપાર કરતી આકાશ ઇન્સ્ટિટ્યૂટ અને એલન ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લઇ તે કેવી રીતે આ શિક્ષણનો કાળો કારોબાર કરી વાલીઓ અને વિદ્યાર્થીઓને પોતાના શિકાર બનાવે છે તેનું સ્ટિંગ ઓપરેશન કર્યું છે.

સિંધુભવન રોડના એલન ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટિંગ ઓપરેશન
આવી ખાનગી સંસ્થાઓ કેવી રીતે સ્કૂલોની સાથે મળીને વાલીઓને લૂંટી રહી છે, તેનો પર્દાફાશ કરવા માટે અમારી ટીમે બંને સ્કૂલમાં સ્ટિંગ ઓપરેશન કર્યું. એલન ઇન્સ્ટિટ્યૂટ સાથે શાળાઓની મિલીભગત... લૂંટના ધંધાનો પર્દાફાશ કરવા માટે VTV ન્યૂઝની ટીમ વાલી બનીને અમદાવાદના સિંધુભવન રોડ પર ચાલતા એલન ઇન્ટિટ્યૂટ પર પહોંચી. જુઓ આ લૂંટ મચાવતી સ્કિમ શું હતી


ઉપર તમે અમારી ટીમનું સ્ટિંગ ઓપરેશન જોયું અને સાંભળ્યું. મેડમ કહે છે કે સપોર્ટિંવ સ્કૂલ મળી જશે આ સપોર્ટિવ સ્કૂલનો મતલબ એ થાય છે કે, તમારે તમારા બાળકોનું અન્ય સ્કૂલમાં એડમિશન લેવાનું અને બાળકને ત્યાં ભણવા ક્યારેય નહીં મોકલવાનો, માત્ર એલનના ટ્યૂશન માટે જ મોકલવાનો. એલન એક માત્ર એવી કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ નથી. જે વિદ્યાના નામે કાળો કારોબાર કરી રહી છે. 

આકાશ ઈન્સ્ટિટ્યૂટમાં સ્ટિંગ ઓપરેશન
એલન બાદ વીટીવી ન્યૂઝની ટીમ વાલી બનીને આકાશ ઈન્સ્ટિટ્યૂટ ખાતે પણ પહોંચી. તો અહીં અમારા સ્ટિંગ ઓપરેશનમાં અનેક ખુલાસાઓ થયા કેવા ખુલાસા? આવો આપને તે પણ બતાવીએ.

 

જુઓ શું છે મોડસ ઓપરેન્ડી
JEE અને NEET જેવી એન્ટરન્સ પરીક્ષા માટે ધો.11-12 સાયન્સનો અભ્યાસ કરવો જરૂરી છે. આવામાં આ પ્રવેશ પરીક્ષાની તૈયારીઓ સ્કૂલમાં થઈ શકતી ન હોવાથી સ્કૂલો એલન અને આકાશ જેવી ખાનગી ઈન્સ્ટિટ્યૂટ સાથે સેટિંગ કરીને એડમિશન આપી દે છે. એડમિશન આપતી વખતે એ પણ સવલત કરી દેવામાં આવે છે કે હાજરી નહીં હોય તો પણ ચાલશે પરંતુ તમારે ખાનગી ઈન્સ્ટિટ્યૂટમાં ભણવાનું રહેશે. આવામાં માલેતૂજાર વ્યક્તિઓના સંતાનો માનીતી સ્કૂલોમાં હાજરી વિના પૈસાના જોરે એડમિશન મેળવી લે છે. ટ્યુશન ક્લાસિસવાળા વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ફી લે છે. સ્કૂલ પણ બોગસ એડમિશન માટે લાખો રુપિયા ફી લે છે. ઉચ્ચ શિક્ષણ વિભાગની નજર સામે જ શિક્ષણનો કાળો કારોબાર થઇ રહ્યો છે. ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ વિભાગ માલેતુજાર અને ક્લાસિસો સામે મૌન છે. VTVના કેમેરામાં બોગસ એડમિશનનો પર્દાફાશ થયો છે.

લાલચુ સ્કૂલની ભાગીદારીથી આકાશ અને એલનનો ધિકતો ધંધો
પૈસાથી ઉચ્ચ શિક્ષણને કેવી રીતે ખરીદી શકાય તેના પર ખુલાસો થયો છે. VTVના સ્ટીંગ ઓપરેશનમાં શૈક્ષણિક ઇન્સ્ટિટ્યુટ અને શાળાની પોલ ખુલી છે. શૈક્ષણિક ઇન્સ્ટિટ્યુટએ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને ધંધો બનાવી દીધો છે. આકાશ અને એલને ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને ધંધો બનાવ્યો છે. લાલચુ સ્કૂલની ભાગીદારીથી આકાશ અને એલનનો ધિકતો ધંધો સામે આવ્યો છે. એસ.એસ.ડિવાઇન સ્કૂલ અને આકાશ ક્લાસિસમાં વીટીવીએ સ્ટિંગ ઓપરેશન કર્યું છે. સ્કૂલમાં વગર હાજરીએ એડમિશન આપવામાં આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ