ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Viramgam former MLA Lakha Bharwad targeted Hardik Patel

VIDEO / તો શું એટલે ચૂંટણીમાં હાર્દિક પટેલનો વિજય થયો? જુઓ શું બોલ્યા વિરમગામના પૂર્વ MLA લાખા ભરવાડ

Published By: Malay

Last Updated: 09:36 AM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરમગામના પૂર્વ ધારાસભ્ય લાખા ભરવાડે ભાજપ પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, હાર્દિક પટેલને લોકોના મત નથી મળ્યા પણ ડરના મત મળ્યા છે, ચૂંટણીમાં ભાજપે સરકારી તંત્રનો દુરપયોગ કર્યો છે.

ADVERTISEMENT

  • હાર્દિક પટેલ પર લાખા ભરવાડે સાધ્યું નિશાન
  • હાર્દિક પટેલને લોકોના મત નહીં ડરના મત મળ્યા છે: લાખા ભરવાડ
  • ચૂંટણીમાં ભાજપે સરકારી તંત્રનો કર્યો દુરુપયોગ: ભરવાડ

વિરમગામના પૂર્વ ધારાસભ્ય લાખા ભરવાડે VTV સાથેની વાતચીતમાં ભાજપ આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી ટાણે ભાજપે સરકારી તંત્રનો દુરુપયોગ કર્યો છે. પૂર્વ ધારાસભ્ય લાખા ભરવાડે જણાવ્યું કે, હાર્દિકભાઈએ આમ જનતા માટે કોઈ કામ કર્યું હોય એવું મને લાગ્યું નથી. ક્યારેય તેઓ છેલ્લા પાંચ વર્ષમાં સુખ-દુઃખના સાથી બનીને લોકોની વચ્ચે ગયા નથી. વિરમગામના મતદારો માટે અને લોકો માટે ક્યાંય લેખિતમાં રજૂઆત કરી હોય તેવું મારા ધ્યાને આવતું નથી. ભાજપની દબંગકારીનીતિના કારણે હાર્દિકભાઈને લાભ મળ્યો. ચૂંટણીમાં ભાજપે સરકારી તંત્રનો દુરુપયોગ કર્યો છે. હાર્દિક પટેલને લોકોના નહીં ડરના મત મળ્યા છે.

વિરમગામમાં જામ્યો હતો ત્રિપાંખિયો જંગ
ગુજરાત વિધાનસભાની બહુચર્ચિત બેઠક વિરમગામ બેઠક પર હાર્દિક પટેલની જીત થઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 39 વિરમગામ બેઠક વધુ ચર્ચામાં રહી, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર પાટીદાર નેતા હાર્દિક પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગેસે લાખાભાઈ ભરવાડને ફરીથી રિપીટ કર્યા હતા. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ અમરીશ ઠાકોરને ટિકિટ આપી હતી. વિરમગામ વિધાનસભા બેઠક એ છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. 

2017માં હારી ગયા હતા તેજશ્રીબેન 
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ડોક્ટર તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ તેમને કોંગ્રેસના લાખાભાઈ ભીખાભાઈ ભરવાડની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 2017માં કોંગ્રેસ ઉમેદવાર લાખા ભરવાડનો 6,548  મતોથી વિજય મેળવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

former MLA Lakha Bharwad hardik patel targeted viramgam લાખા ભરવાડ વિરમગામ હાર્દિક પટેલ lakha bharwad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ