બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Politics / Vipul Chaudhary test in the BJP's political laboratory Newbie in North Gujarat politics appearing on stage

મહેસાણા / ભાજપની રાજકીય લેબોરેટરીમાં હવે કૌભાંડી વિપુલ ચૌધરીનો ટેસ્ટ? સ્ટેજ પર દેખાતા ઉત્તર ગુજરાતના રાજકારણમાં નવાજૂની

Dinesh

Last Updated: 10:03 PM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

mahesana news: વિપુલ ચૌધરી અર્બુદા સેનાના નામથી સામાજિક સંગઠન ચલાવે છે જેની સાથે મહેસાણા સહિત 10 જિલ્લાના અગ્રણીઓ જોડાયેલા છે

  • વિપુલ ચૌધરી ફરી ભાજપના મંચ પર જોવા મળ્યા
  • વિપુલ ચૌધરી ઘણા સમયથી ભાજપથી હતા નારાજ
  • લોકસભાની ચૂંટણી પહેલા ફરી ભાજપમાં સક્રીય થાય તેવી શક્યતા

ગુજરાતમાં મહેસાણા અને મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકો રાજકીય લેબોરેટરી ગણાય છે. કોઈપણ રાજકીય પરિવર્તન વિજાપુર અને મહેસાણાથી શરૂ થતુ હોય છે. ત્યારે સોમવારે વિજાપુરના પૂર્વ ધારાસભ્ય ડો.સી.જે.ચાવડાના ભાજપમાં જોડાવાના પ્રસંગે સહકારી અને રાજકીય અગ્રણી વિપુલ ચૌધરીએ સૌ કોઈનુ ધ્યાન ખેંચ્યુ હતુ. જ્યારે પૂર્વ સાંસદ ડો.એ.કે.પટેલ પણ લાંબા સમય બાદ સક્રિય થતાં ઉત્તર ગુજરાતના રાજકીય સમીકરણો બદલાય તેવી શક્યતા છે. 

સમીકરણોના ચોગઠા
વિજાપુરમાં પૂર્વ ધારાસભ્ય સી.જે.ચાવડાના ભાજપ પ્રવેશથી ઉત્તર ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો રચાયા છે. સી.જે.ચાવડાને આવકારીને ભાજપે કોંગ્રેસ કમિટેડ ક્ષત્રિય સમાજની વોટબેંક ઝુંટવી લીધી છે. જ્યારે સહકારી અગ્રણી અને પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી વિપુલ ચૌધરીને હાજર રાખીને ઉત્તર ગુજરાતના OBC મતદારો અંક કરી લીધા છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લાના OBC મતદારો ઉપર વિપુલ ચૌધરીનો પ્રભાવ હોવાથી લોકસભા ચૂંટણીમાં મોટો ફાયદો થવાની શક્યતા છે. 

અર્બુદા સેનાના નામથી સામાજિક સંગઠન ચલાવે છે
હાલ વિપુલ ચૌધરી અર્બુદા સેનાના નામથી સામાજિક સંગઠન ચલાવે છે જેની સાથે મહેસાણા સહિત 10 જિલ્લાના અગ્રણીઓ જોડાયેલા છે. મતદારો ઉપર પ્રભાવની દ્રષ્ટિએ પણ વિપુલ ચૌધરી મહેસાણા ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લા ઉપર પ્રભાવ ધરાવે છે. ઉત્તર ગુજરાતની સહકારી સંસ્થાઓ, સામાજીક સંગઠનો અને OBC મતદારો ઉપર પકડ ધરાવે છે. ઉત્તર ગુજરાતની લોકસભા બેઠકોના પરિણામ ઉપર અસર કરવાની તાકાત ધરાવે છે.

ભાજપથી નારાજ હતા
દૂધસાગર ડેરીના કૌભાંડમાં ધરપકડ બાદ વિપુલ ચૌધરી ભાજપથી નારાજ હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં અર્બુદા સેના બનાવીને ભાજપને પડકાર ફેંક્યો હતો. લોકસભા ચૂંટણી પહેલાં ભાજપમાં સક્રિય થવા અંગે કરેલા સવાલના જવાબમાં તેઓએ સક્રિય હોવાનુ જણાવ્યુ હતુ.  વિજાપુરમાં ભાજપના મંચ ઉપર વિપુલ ચૌધરીની સાથે ડૉ.એ.કે.પટેલ પણ જોવા મળતાં રાજકીય અગ્રણીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. 1984ની લોકસભા ચૂંટણીમાં દેશમાં ભાજપે મેળવેલી 2 બેઠકોમાંથી મહેસાણા બેઠક ઉપર ડો.એ.કે.પટેલે જીત મેળવી હતી. ડો.એ.કે.પટેલ 42 કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં 42 કડવા પાટીદાર સમાજનુ પ્રભુત્વ છે. તેવા સમયે ડો.એ.કે.પટેલનુ લાંબા સમય બાદ સક્રિય થવાનુ ભાજપ માટે શુકનિયાળ સાબિત થાય તેમ છે. એક સમયે ભાજપમાં આવવા કોઈ તૈયાર નહોતુ. જ્યારે હાલમાં ભાજપમાં જોડાવા માટે રાજકીય અગ્રણીઓ તલપાપડ થઈ રહ્યા છે. ત્યારે ડો.એ.કે.પટેલે પણ ભાજપની વિકટ પરિસ્થિતિને વાગોળી હતી.

વાંચવા જેવું: મરેલા માની લીધેલા ગીતાબેને 11 વર્ષે દેખા દીધા, 8 વર્ષ બાદ સીધા કોલકત્તામાં જાગ્યા, નાના બાળકોએ કહ્યું માને પાછી લાવવા પૈસા નથી

વિપુલ ચૌધરી ભાજપમાં સક્રિય થયા
મહેસાણા જિલ્લામાં ભાજપની સ્થિતિ અંગે એક કહેવત હતી કે, હું, બાવો ને મંગળીયો..એટલે કે હું એટલે પૂર્વ પ્રદેશ મહામંત્રી જયંતિકાકા બારોટ, બાવો એટલે પૂર્વ ધારાસભ્ય કાસમ અછવા અને મંગળીયો એટલે વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ મંગળભાઈ પટેલ. જે તે સમયે ભાજપની જાહેરસભામાં વક્તાઓને સાંભળવા કોઈ તૈયાર ન હોય તેવી સ્થિતિ દર્શાવતી કહેવત પ્રચલિત થઈ હતી. ત્યારે વિજાપુરની જાહેરસભામાં વિપુલ ચૌધરી અને ડો.એ.કે.પટેલના સક્રિય થયા બાદ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે આ કહેવત બની જાય તો નવાઈ નહી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ