બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / અજબ ગજબ / Video Shows Dog Tied To A Car Being Dragged In Jodhpur, Case Registered Against Driver

વાયરલ / VIDEO : અરેરે એક શ્વાન પર આવો જૂલમ ! જોધપુરના ડોક્ટરે કાર સાથે બાંધીને દોડાવ્યો, લોહિલુહાણ

Hiralal

Last Updated: 08:49 AM, 19 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના જોધપુર શહેરના એક ડોક્ટરે અબોલ પ્રાણી સાથે ક્રૂરતા આચરી તેનો એક વીડિયો વાયરલ થયો છે.

  • રાજસ્થાનના જોધપુરના એક ડોક્ટરની ક્રૂરતા
  • શ્વાનને કાર સાથે બાંધીને દોડાવ્યો
  • ડોગ માંડ માંડ બચ્યો
  • યુવાનોએ વચ્ચે પડીને શ્વાનને બચાવી લીધો 

રાજસ્થાનના જોધપુર શહેરમાં પાલતૂ શ્વાન સાથે ડોક્ટરની કૂરતાની ઘટના બની છે. ડોક્ટરે કૂતરાને પોતાની કાર સાથે દોરડાથી બાંધીને જોધપુરની ગલીઓમાં દોડાવ્યો હતો. હવે તેનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. માનવતાને શરમાવે તેવા આ વીડિયો અને ફોટો પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે. ડોક્ટર સામે પશુ ક્રૂરતાનો કેસ નોંધવામાં આવ્યો છે.

જોધપુરના પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ડો.રજનીશ ગલવાની કરતૂત 
રવિવારે સવારે જોધપુરના પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ડો.રજનીશ ગલવાએ કૂતરાના ગળામાં દોરડું બાંધીને તેને કાર સાથે બાંધી દીધો હતો પછી કાર ચાલુ કરીને ભગાવી મૂકી હતી અને તેને ઢસડાવું પડ્યું હતું. કાર સ્પીડમાં દોડતી હોવાથી કૂતરો પોતાનો જીવ બચાવવા મરણિયા દોડતો રહ્યો. દોડતી વખતે કૂતરો ઘણી વખત પડી ગયો હતો અને લોહી નીકળ્યું હતું અને તેને ઈજા થઈ હતી. 

કેટલાક યુવાનો વચ્ચે બાઈક લાવીને શ્વાનને બચાવ્યો 
કેટલાક યુવકોએ આ જોયું તો તેમણે કારની સામે બાઇક રોકીને કૂતરાને બચાવી લીધો હતો. ડોક્ટરે કહ્યું કે આ કૂતરો તેના ઘરની આસપાસ ભસે છે. તેઓ તેને કોર્પોરેશનના એન્ક્લોઝરમાં છોડી દેવા જઈ રહ્યા છે. ડોક્ટરની કૂતરાને લઈ જવાની રીત એટલી ક્રૂર હતી કે તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.એનિમલ કેર સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ અપર્ણા બિસાએ જણાવ્યું હતું કે, જ્યારે આ કૃત્ય માટે ડોક્ટરને રોકવામાં આવ્યા ત્યારે ડોક્ટર તેમને રોકનાર યુવકો સાથે ઝગડો કર્યો હતો. સમાચાર મળતાં પ્રાણીઓ માટે કામ કરતી એનજીઓની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી, ત્યારે ડોક્ટર તેમની સાથે પણ લડવા લાગ્યા. ત્યાર બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યુવક અને એનજીઓ કાર્યકર્તાઓને મદદ કરી કૂતરાને ડોક્ટરની ચુંગાલમાંથી છોડાવવા માટે મદદ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ