બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / VIDEO Old women help of chair barefoot for pension SBI's bank manager straightened up as the finance minister nirmala sitharaman scolded him odisha nabrangpur

VIDEO / પેન્શન માટે ઉઘાડા પગે ખુરશીના સહારે આવ્યા વૃદ્ધા, નાણામંત્રીએ ફટકાર લગાવતા જ સીધા થઈ ગયા SBIના બેન્ક મેનેજર

Pravin Joshi

Last Updated: 04:04 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ કિસ્સો ઓડિશાના નબરંગપુર જિલ્લાના ઝરીગાંવ બ્લોકનો છે જેમાં એક વૃદ્ધ મહિલા કાળઝાળ ગરમીમાં ખુલ્લા પગે ખુરશીની મદદથી પેન્શન લેવા બેંકમાં જતી જોઈ શકાય છે. નાણામંત્રીએ આ અંગે SBIને ઠપકો આપ્યો છે.

  • ઓડિશાના નબરંગપુર જિલ્લામાં વૃદ્ધ મહિલાની દયનિય હાલત
  • 70 વર્ષીય મહિલાનો વૃદ્ધાવસ્થા પેન્શન મેળવવા માટે સંઘર્ષ 
  • તૂટેલી ખુરશી સાથે રસ્તા પર ખુલ્લા પગે ચાલતા જોવા મળ્યા
  • સીતારમણે આ અંગે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ઝાટકણી કાઢી 

ઓડિશાના નબરંગપુર જિલ્લામાં એક 70 વર્ષીય મહિલા વૃદ્ધાવસ્થા પેન્શન મેળવવા માટે સંઘર્ષ કરતી જોવા મળી હતી. સરકાર દ્વારા આપવામાં આવેલ પેન્શન લેવા માટે તે તૂટેલી ખુરશી સાથે રસ્તા પર ખુલ્લા પગે ચાલતા જોવા મળ્યા છે. એક અહેવાલ અનુસાર જિલ્લાના ઝરીગાંવ બ્લોકના બાનુગુડા ગામની પીડિત મહિલાની ઓળખ સૂર્યા હરિજન તરીકે થઈ છે.

 

સીતારમને આ અંગે SBIની ઝાટકણી કાઢી

એક વૃદ્ધ મહિલાનો વીડિયો વાયરલ થયા બાદ ગુરુવારે નાણામંત્રી નિર્મલ સીતારમણની નજર પડી જેમાં મહિલાને ઓડિશાના નબરંગપુરમાં પેન્શનના પૈસા એકઠા કરવા માટે આકરી ગરમી અને તડકામાં કેટલાય કિલોમીટર સુધી ઉઘાડા પગે ચાલતા બતાવવામાં આવ્યા છે. સીતારમને આ અંગે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની ઝાટકણી કાઢી અને પૂછ્યું કે શું ત્યાં કોઈ બેંક મિત્ર નથી?

 

એસબીઆઈએ નાણામંત્રીના ટ્વીટનો જવાબ આપ્યો અને કહ્યું કે તેઓ પણ આ વીડિયો જોઈને એટલા જ દુઃખી થયા છે. તેમણે વધુમાં કહ્યું કે આવતા મહિનાથી પેન્શન તેમના ઘરઆંગણે પહોંચાડવામાં આવશે.

સૂર્યાને સરકારી યોજનાઓનો લાભ મળતો નથી

આ ઘટના 17 એપ્રિલે ઓડિશાના નબરંગપુર જિલ્લાના ઝરીગાંવ બ્લોકમાં બની હતી. ઓડિશાના ઝરીગાંવની એક આઘાતજનક ઘટનામાં એક 70 વર્ષીય મહિલા બેંકમાંથી પેન્શન લેવા માટે કેટલાંક કિલોમીટર સુધી ઉઘાડપગું ચાલતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે જરૂરિયાતમંદ નાગરિકોને મદદ કરવા માટે સરકારી યોજનાઓ હોવા છતાં સૂર્યા હરિજન તેમની વિવિધ સમસ્યાઓના કારણે લાભ મેળવી શકતા નથી. તેમનું જીવનધોરણ ઘણું નબળું છે.

સૂર્યાનો આખો પરિવાર એક નાની ઝૂંપડીમાં રહે છે

પરિવારનું ભરણપોષણ કરવા માટે તેનો મોટો પુત્ર બીજા રાજ્યમાં પરપ્રાંતિય મજૂર તરીકે કામ કરે છે અને તેનો નાનો પુત્ર તેની સાથે રહે છે અને અન્ય લોકોના ઢોર ચરાવીને ગુજરાન ચલાવે છે. તેમની નાની ઝૂંપડીમાં તેમનું જીવન દિવસેને દિવસે દયનીય બની રહ્યું છે. અગાઉ હરિજનને પેન્શનના પૈસા હાથમાં આપવામાં આવતા હતા. જોકે હવે નિયમોમાં ફેરફારને કારણે તેના ખાતામાં પૈસા ઓનલાઈન ટ્રાન્સફર થઈ રહ્યા છે.

અંગૂઠાની છાપ નમૂના સાથે મેળ ખાતી નથી

બેંક ઓથોરિટીના જણાવ્યા અનુસાર સૂર્યના ડાબા અંગૂઠાની છાપ (LTI) કેટલીકવાર વૃદ્ધાવસ્થાના કારણે નમૂના સાથે મેળ ખાતી નથી, જેના કારણે તેને પેન્શનની રકમ ચૂકવવામાં સમસ્યા થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને છેલ્લા ચાર મહિનાથી પેન્શન મળ્યું નથી. તેણે શારીરિક હાજરી માટે બેંકમાં જવાની જરૂર છે. જો કે સૂર્ાય ખૂબ જ નબળા છે અને તે પોતાની જાતે ચાલી પણ શકતા નથી, જેના કારણે તેણે બેંક જવા માટે ખુરશીનો ઉપયોગ કર્યો હતો. બ્લોક અને પંચાયત કચેરીને મદદ માટે વારંવાર વિનંતી કરવા છતાં તેમને કોઈ સહકાર મળ્યો ન હતો. જો કે આ મામલે નાણામંત્રીના સંજ્ઞાન લીધા બાદ હવે સ્થાનિક પ્રશાસને વૃદ્ધ મહિલાને તમામ જરૂરી સુવિધાઓ અને તેમના ઘરે પેન્શન આપવાનું વચન આપ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ