બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video of Jamnagar Raghavji Patel's statement goes viral

નિવેદન / VIDEO: નેતા હતો એટલે હાજરી તો કોઈ પૂછે નહીં, મેં મફતમાં આર્ટ્સ-લૉ મફતમાં કર્યું...: ગુજરાતનાં દિગ્ગજ મંત્રીએ કર્યો મોટો ખુલાસો

Priyakant

Last Updated: 01:57 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Raghavji Patel Statement News: કૃષિમંત્રીએ કહ્યું કે, મેં PTC કર્યુ, આર્ટસ કર્યુ, લૉ કર્યુ અને સનદ મેળવ્યું પણ આ બધુ નેતા હતો તો મફતમાં થયું

  • જામનગર રાઘવજી પટેલના નિવેદનનો વીડિયો વાયરલ
  • શિક્ષક સંઘના કાર્યક્રમમાં આપ્યું નિવેદન
  • નેતા હોવ એટલે પરીક્ષાનું કોઈ ન કહે: રાઘવજી પટેલ

Raghavji Patel Statement : જામનગરમાં તાજેતરમાં યોજાયેલ શિક્ષક સંઘના એક કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રાઘવજી પટેલે આપેલ નિવેદનનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં કૃષિમંત્રીએ કહ્યું કે, મેં PTC કર્યુ, આર્ટસ કર્યુ, લૉ કર્યુ અને સનદ મેળવ્યું પણ આ બધુ નેતા હતો તો મફતમાં થયું. આ સાથે કહ્યું કે, નેતા બની ગયો એટલે કોઈ હાજરીનું ના પૂછે, નેતા હોવ એટલે કોઇ પરીક્ષાનું કોઈ ન કહે. હાલ રાઘવજી પટેલનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

જામનગરમાં બે દિવસ પહેલા શિક્ષક સંઘનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ તરફ સ્ટેજ પરથી રાઘવજી પટેલ ખુદનું દ્રષ્ટાંત આપતા એક ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, PTCનું પહેલ વર્ષ ચાલુ હતુ અને ચૂંટણીના રવાડે ચડી ગયો હતો. પિતા ચૂંટણી હારી ગયા અને મારુ વર્ષ બગડી ગયું. ત્યારથી હું રાજકારણના રવાડે ચડ્યો અને ભણ્યો પણ ખરો. 

નેતા હતો એટલે બધુ મફતમાં થયુ: રાઘવજી પટેલ 
આ દરમિયાન તેમણે સ્ટેજ પરથી કહ્યું કે, મેં PTC કર્યુ, આર્ટસ કર્યુ,  લૉ કર્યુ અને સનદ પણ મેળવ્યું. પણ આ બધું નેતા હતો મફતમાં થયુ. આ સાથે તેમણે કહ્યું કે, નેતા બની ગયો એટલે કોઈ હાજરીનું ના પૂછે, નેતા હોવ એટલે કોઇ પરીક્ષાનું કોઈ ન કહે. તેમણે શિક્ષકોને સંબોધતા કહ્યું આવુ તો ચાલે છે તમે પણ જાણો છો. કૃષિમંત્રીએ ખુદનું દ્રષ્ટાંત આપતા આ ખુલાસો કર્યો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ