બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO : Gautam Gambhir showed middle finger to Pakistanis, chanted anti-India slogans

ખુલાસો / VIDEO : કોહલી ફેન્સ નહીં ગૌતમ ગંભીરે પાકિસ્તાનીઓને બતાવી હતી મિડલ ફિંગર, કહ્યું લગાવી રહ્યા હતા ભારત વિરોધી નારા

Megha

Last Updated: 11:26 AM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપમાં રમાયેલી ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ગૌતમ ગંભીરે કોહલી-કોહલીના નારા સાંભળીને દર્શકોને મિડલ ફિંગર બતાવી હતી, હવે ગંભીરે આ અંગે સફાઈ આપી છે.

  • ગૌતમ ગંભીર મિડલ ફિંગર બતાવવાને કારણે વિવાદોમાં ફસાયા 
  • શું કોહલી-કોહલીના નારા લગાવવા પર કર્યો અશ્લીલ ઈશારો?
  • એ સમયે લોકો ભારત વિરોધી નારા લગાવી રહ્યા હતા - ગૌતમ ગંભીર 

Gautam Gambhir Shows Middle Finger to Fans: ભારતીય ટીમમાં હતા ત્યારે ભૂતપૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીર તેના ગુસ્સા માટે જાણીતા હતા અને એમનો આવો અંદાજ આજે પણ ક્યારેક ક્યારેક જોવા મળી આવે છે.  ગૌતમ ગંભીર આજે પણ પોતાની ગુસ્સાવાળી સ્ટાઈલને કારણે હેડલાઈન્સમાં રહે છે.  તાજેતરમાં એશિયા કપ-2023ના ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દર્શકો કોહલી-કોહલીના નારા લગાવે છે ત્યારે ગંભીર તેમની તરફ અશ્લીલ ઈશારા કરે છે. 

ગૌતમ ગંભીર મિડલ ફિંગર બતાવવાને કારણે વિવાદોમાં ફસાયા 
એશિયા કપમાં રમાયેલી ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ગૌતમ ગંભીર તેની મિડલ ફિંગર બતાવવાને કારણે વિવાદોમાં ફસાઈ ગયા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  હવે ગંભીરે આ અંગે સફાઈ આપી છે. ગંભીરે કહ્યું છે કે સમગ્ર સત્ય સોશિયલ મીડિયા પર બતાવવામાં આવતું નથી. એ વાત પર સફાઇ આપતા ગાઈતાં ગંભીરે કહ્યું કે ત્યાં હિન્દુસ્તાન મુર્દાબાદ અને કાશ્મીર મુદ્દાને લઈને ત્યાં નારા લગાવવામાં આવી રહ્યા છે અને તેમની પ્રતિક્રિયા આ અંગે હતી.

એ સમયે લોકો ભારત વિરોધી નારા લગાવી રહ્યા હતા
વાત એમ છે કે સોમવારે ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન અને બીજેપી સાંસદ ગૌતમ ગંભીરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. આમાં તે એશિયા કપની મેચ જોઈ રહેલા દર્શકોને મિડલ ફિંગર બતાવતો જોવા મળ્યો હતો. ગંભીરે હવે આ અંગે પોતાનો ખુલાસો કર્યો છે. ગંભીરે કહ્યું કે, 'સોશિયલ મીડિયા પર જે પણ બતાવવામાં આવે છે તે સાચું હોય તે જરૂરી નથી. એ સમયે પાકિસ્તાનનું સમર્થન કરતા 2-3 લોકો ભીડમાં બેઠા હતા, તેઓ ભારત વિરોધી નારા લગાવી રહ્યા હતા. પાકિસ્તાની ચાહકો કાશ્મીર પર કોમેન્ટ કરી રહ્યા હતા. એક ભારતીય તરીકે હું મારા દેશ વિરુદ્ધ આ બધું સાંભળી શકતો નથી.' વાયરલ વીડિયોની એક ખાસ વાત એ છે કે ઘણા ચાહકો 'કોહલી-કોહલી' ના નારા પણ લગાવી રહ્યા હતા. 

મેચ જોવા આવે ત્યારે ટીમને સપોર્ટ કરાઇ આવી હરકતો નહીં 
જ્યારે ગંભીરને પૂછવામાં આવ્યું કે તે આવા લોકોને શું કહેવા માંગે છે તો ગંભીરે પોતાના ખુલાસા કરતા લોકોને સલાહ આપી હતી. તેણે કહ્યું છે કે જ્યારે લોકો મેચ જોવા આવે છે ત્યારે તેમણે પોતાની ટીમને સપોર્ટ કરવો જોઈએ. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં રાજકીય બનવાની જરૂર નથી.

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે મોટો વિવાદ
નોંધનીય છે કે IPL 2023માં RCBના વિરાટ કોહલી અને લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર વચ્ચે મોટો વિવાદ થયો હતો. એટલા માટે એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ગૌતમની અશ્લીલ હરકતો કોહલીના ચાહકો માટે હતી. ગંભીરનું કહેવું છે કે તેનો ઈશારો ભારત વિરોધી નારા લગાવનારા લોકો માટે હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ