બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / સુરત / Valsad's organic Aphoos mango market entry, farmers are getting the asking price

શ્રી ગણેશ / વલસાડની આફૂસ કેરીની બજારમાં એન્ટ્રી, ખેડૂતોને મળી રહ્યા છે માંગ્યા ભાવ, નુકસાન છતાં આર્ગેનિકના કારણે 60% કેરીઓ આંબે લટકેલી

Vishal Khamar

Last Updated: 11:09 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળાની સીઝનમાં કમોસમી વરસાદનાં કારણે રાજ્યનાં ઘણા ભાગોમાં પાકને નુકશાન થવા પામ્યું છે. ત્યારે વલસાડનાં ઉમરગામ તાલુકામાં પણ કેરીનાં પાકને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું હતું.

  • કમોસમી માવઠાથી ખેડૂતોનાં ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન
  • ઉંમરગામ તાલુકાનાં સરીગામ પંથકમાં પ્રગતિશીલ ખેડૂતે કરી કમાંલ
  • જિલ્લામાં જ્યાં માત્ર 15 થી 20% કેરીનો પાક બચ્યો છે

 રાજ્યમાં છેલ્લા એક મહિનાથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ રહ્યો છે . અને કમોસમી માવઠાથી ખેડૂતો ના ઉભા પાક બરબાદ થઈ રહ્યા છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામ પંથકમાં એક પ્રગતિશીલ ખેડૂતે કમાલ કરી છે જિલ્લામાં જ્યાં માત્ર 15 થી 20% કેરીનો પાક બચ્યો છે ત્યારે બીલીયા ગામના રાજેશભાઈ શાહ ની આંબાવાડીઓમાં મોટી મોટા પ્રમાણમાં વલસાડી આફૂસ સહિત કેસર કેરી ઝૂલી રહી છે. ત્યારે રાજેશભાઈ શાહ એવું તો શું કર્યું છે કે જ્યાં જિલ્લામાં ખેડૂતો માથે હાથ દઈને બેઠા છે તેવા સમયે રાજેશભાઈ કેરીનો બમ્પર પાક લઈ રહ્યા છે. 

કમોસમી વરસાદનાં કારણે કેરીનાં પાકને મોટું નુકશાન થયું
માર્ચ મહિનામાં વલસાડ જિલ્લામાં પણ બે માવઠા સહિત અડધો મહિનો વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું .જેના કારણે વલસાડ જિલ્લા માં કેરીના પાકને મોટું નુકસાન થયું છે. હાલે વલસાડ જિલ્લામાં માત્ર 20 થી 30 ટકા જ કેરીનો પાક બચ્યો છે .ત્યારે ઉમરગામ ના સરીગામ પંથકમાં આવેલા ગ્રામ્ય  વિસ્તારમાં આંબાવાડીઓનો કઈ અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. બીલીયા ,કનાડુ તેમજ સરીગામ ની 10 કિલોમીટરનો ભૌગોલિક માહોલ ડુંગરાળ છે. સમુદ્ર ની સપાટીથી ડુંગરાળ વિસ્તારમાં આવેલી આંબાવાડીઓમાં દર વર્ષે એક મહિના વહેલો કેરીનો પાક આવે છે .વલસાડ જિલ્લામાં સામાન્ય રીતે 15 મી મેં પછી કેરીનો પાક બજારમાં આવતો હોય છે .પરંતુ કનાડુ અને બીલીયા ગામની આજુબાજુના ડુંગરાડ પ્રદેશમાં આવેલી આંબાવાડીઓમાં એક મહિનો પહેલા કેરી નો પાક તૈયાર થઇ જાય  છે. ખેડૂતોના મતે રત્નાગીરી વિસ્તારમાં જે પ્રકારે પહાડી માહોલ જોવા મળે છે તેવો જ માહોલ અહીંયા જોવા મળતો હોવાથી વલસાડ જિલ્લામાં સૌથી પ્રથમ કેરી આ વિસ્તારમાં આવે છે. જિલ્લામાં વલસાડી આફૂસ જ્યારે 15 મી મેં પછી બજારમાં આવે છે ,ત્યાર આ પંથકમાં વલસાડી આફુસ એક મહિનો વહેલા બજારમાં આવી ગઈ છે. જેનો સીધો ફાયદો ખેડૂતોને મળી  રહ્યો  છે. હાલે બજારમાં વલસાડી આફુસ ના ₹3,000 થી ₹3,500 રૂપિયા મણ કેરી વેચાઈ રહી છે. જેના કારણે ખેડૂતોને સીધો ફાયદો થઈ રહ્યો છે.

ઉનાળામાં પણ ખેતી કામ કરતા રાજેશભાઈ પ્રગતિશીલ ખેડૂત છે
ઉનાળાની બળબળતી  ગરમીમાં પોતાની વાડીમાં ખેતી કામ કરતા રાજેશભાઈ એક પ્રગતિશીલ ખેડૂત છે. વર્ષોથી તેમનું પરિવાર કેરીના પાક સાથે જોડાયેલો છે. જોકે રાજેશભાઈ શાહ કેરીના પાકમાં અનેક સંશોધનો કર્યા છે. જેના પરિણામે જિલ્લામાં તેઓ કેરીનો સૌથી વધુ બમ્પર પાક મેળવી રહ્યા છે. રાજેશભાઈ શાહ છેલ્લા ત્રણ વર્ષથી ઓર્ગેનિક ફાર્મિંગ પર વધારે ધ્યાન આપી રહ્યા છે .જેનું પરિણામ છે કે જ્યાં જિલ્લામાં માત્ર 15 થી 20 ટકા કેરી નો પાક બચ્યો છે ત્યારે રાજેશભાઈ ના આંબાવાડીમાં 50 થી 60 ટકા કેરી ઝૂલતી જોવા મળી રહી છે અને બજારમાં તેઓ હાલે ₹3,000 થી ₹3,500 કેરી વેચીને મબલક નફો મેળવી રહ્યા છે.

રાજેશભાઈ હવે ઓર્ગેનિક ફાર્મિંગ કરી રહ્યા છે
બીલીયા ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ શાહ ઓર્ગેનિક ફાર્મિંગ કરી રહ્યા છે અને તેઓને હવે સમજાઈ ગયું છે કે રાસાયણિક ખાતર ના બદલે ગીર ગાયના છાણ અને અન્ય દેશી પદ્ધતિથી જ કેરીના પાકને માફક આવે છે .ગૌકૃપા  ને  છાસ અને  ગોળમાં  1 દિવસ રાખી તેઓ  ટપક પદ્ધતિ થી  પિયત કરે છે . ટપક પદ્ધતિ થી ખેતી કરી ને લાખો  લિટર પાણી તો બચાવે છે સાથે સાથે  છેલ્લા ત્રણ વર્ષથી ઓર્ગેનિક ફાર્મિંગ કરી લાખો રૂપિયા નો રાસાયણિક ખર્ચ થી તેઓ હવે મુક્ત થઈ ગયા છે. રાજેશ ભાઈ જિલ્લાના ખેડૂતોને અપીલ કરે છે કે હવે તેઓ પણ વિના વિચાર્યા રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરે અને  ગૌકૃપા થી ઓર્ગેનિક  ફાર્મિંગ અપનાવી પાક મેળવે.

ખેડૂતોને રાસાયણિક ખાતર ન વાપરવા સલાહઃ રાજેશભાઈ
વલસાડ સહિત ઉમરગામ પંથકમાં માર્ચ મહિનામાં બે માવઠા આવ્યા હતા .જેના કારણે મોટાભાગના ખેડૂતો ને કેરીના પાકમાં ભારે નુકસાન થયું છે ત્યારે રાજેશભાઈ ના ખેતરમાં મબલક પાક જોવા મળી રહ્યો છે. જેને લઇને આજુબાજુના વિસ્તારના ખેડૂતો પણ રાજેશભાઈ ની વાડીની મુલાકાત લે છે અને રાજેશભાઈ પણ તમામ ખેડૂતોને રાસાયણિક ખાતર ન વાપરવા સલાહ આપે છે. ખરાબ વાતાવરણ હવામાન તેમજ માવઠા સામે કેરીના પાકને કઈ રીતે બચાવી શકાય અને તે પ્રકારની સમજ અને  માર્ગદર્શન રાજેશભાઈ અન્ય ખેડૂતોને આપે છે. અહીં મુલાકાત લેનાર અન્ય ખેડૂતો પણ કેરીના પાક અંગે  આધુનિક તેમજ  ઓર્ગેનિક ફાર્મિંગનું  માર્ગદર્શન મેળવી રહ્યા છે.

વધુ પડતા રાસાયણિક ખાતરનાં ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય
સમગ્ર દેશમાં રાસાયણિક ખાતર પાછળ 12 લાખ કરોડ  રૂપિયાનું આંધણ થઇ રહ્યું  છે અને વધારે પડતા રાસાયણિક ખાતર વાપરવાના કારણે જમીન ની ફળદ્રુપતામાં ઘટાડો થઈ રહ્યો છે તેમજ ખેતરમાં ઉગતા પાકની ગુણવત્તા અને તેની મીઠાશમાં પણ ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે .તેવા સમયમાં હવે ફરી એકવાર સમય પાકી ગયો છે કે ખેડૂતો ફરી એકવાર  જૈવિક તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવે અને દેશ અને ખેતી ને બિનજરૂરી રાસાયણિક ખાતર ના મોટા ખર્ચ થી મુક્તિ મળે . વલસાડના આ પ્રગતિશીલ ખેડૂતે એ સાબિત કરી બતાવ્યું છે કે ખેતરમાં લાખો રૂપિયાના રાસાયણિક ખાતરને બદલે જૈવિક અને ઓર્ગેનિક ખેતી થકી ગુણવત્તા સભર પાક મેળવી શકાય છે .જ્યારે જિલ્લામાં મોટાભાગના ખેડૂતો માવઠાના કારણે માથે હાથ દઈને બેઠા છે ત્યારે રાજેશભાઈ શાહ એક મહિના અગાઉ વરસાડી આફુસ કેરીના બમણા  ભાવે મેળવી  લાખો રૂપિયા કમાઈ રહ્યા છે .ત્યારે જિલ્લા સહિત રાજ્યના તમામ ખેડૂતોએ હવે ઓર્ગેનિક ખેતી તરફ વડે એ ખૂબ જરૂરી બન્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ