gujarat Rain update :રાજ્યમાં ફરીએકવાર વરસાદી માહોલ જામ્યો છે, વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે તો બીજી તરફ સુરત, નવસારી તેમજ નર્મદા, દાહોદમાં પણ વરસાદ વરસ્યો છે
દક્ષિણ ગુજરાતમાં 3 દિવસથી વરસાદ
વરસાદ પડવાથી ખેડૂતોના પાકને મળ્યું જીવનદાન
વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો
gujarat Rain update : રાજ્યમાં છેલ્લાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હતો. જેને લઈને વરસાદની આતૂરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી. ત્યારે રાજ્યમાં ફરીએકવાર વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ સુરત, નવસારી તેમજ નર્મદા, દાહોદ સહિતના વિસ્તારોમાં લાંબા સમય બાદ મેઘસવારી જોવા મળી છે. જોકે વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.
દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણના જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે. સુરત શહેરમાં 24 કલાકમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માંગરોળમાં 3 ઇંચ, ઉમરપાડામાં 1.25 ઇંચ, ઓલપાડમાં 1.40 ઇંચ વરસાદ નોંધાયો છે. બારડોલીમાં 2, કામરેજમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પલાસણામાં 1.25, માંડવીમાં 1.30 મહુવામાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉકાઇ ડેમની જળસપાટી 334.78 ફુટ નોંધાઇ છે. તેમજ ડેમ ભયનજક સપાટીથી ફક્ત 11 ફુટ દૂર છે. ડાંગના આહવામાં 4.5 ઇંચ, વઘઇમાં 2, સુબીરમાં 4.8 ઇંચ વરસાદ નોંધાયો છે.
સુરતમાં ધોધમાર વરસાદ
સુરત જિલ્લામાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો છે. નદી નાળાઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે. માંડવી મુજલાવ-બોધન વાવ્યા ખાડીમાં ઘોડાપુર જોવા મળી રહ્યો છે. વાવ્યા ખાડીમાં ઘોડાપુર આવતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. બ્રિજ પાણીમાં ગરકાવ થતા બે ગામ વચ્ચેનો સીધો સંપર્ક તૂટ્યો છે.
નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
નવસારી શહેર સહિત જિલ્લામાં વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. નવસારીના 6 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં ખેરગામ તાલુકામાં સૌથી વધારે 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પૂર્ણા નદીમાં પાણીની આવક યથાવત છે
ડાંગમાં મેઘરાજા મહેરબાન
ડાંગ જિલ્લામાં સતત ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન છે. વિવિધ સ્થળો ફરી કુદરતી સૌંદર્ય સાથે ખીલી ઉઠ્યો છે. દ. ગુજરાત અને મહારાષ્ટ્રથી આવતા સેહલાણી માટે આકર્ષણ કેન્દ્ર ડાંગ બન્યો છે.
મધુબન ડેમમાં પાણીની આવક નોંધાઈ
મધુબન ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ નોંધાયો છે. મધુબન ડેમમાં 37 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. મધુબન ડેમના 10 દરવાજા ખોલાયા છે. ડેમમાંથી 32 હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે વહેતી થઈ છે.
દાહોદમાં વરસાદી માહોલ
દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લામાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. લીમડી, ઝાલોદ, લીમખેડા, સંજેલી, મીરાખેડીમાં વરસાદ વરસ્યો છે.
સુરતમાં વરસાદથી નદી નાળામાં પાણીની આવક નોંધાઈ
સુરત જિલ્લામાં ગુરૂવારે રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના પગલે જિલ્લામાં આવેલા નદી નાળાઓમાં પાણીની આવક નોંધાઈ છે. માંડવી, મુજલાવ, બોધન, વાવ્યા ખાડીમાં ઘોડાપૂર જોવા મળ્યો છે. વાવ્યા ખાડીમાં લોલેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. બ્રિજ પાણીમાં ગરકાવ થતાં 2 ગામોનો સંપર્ક તુટ્યો છે. વર્ષોથી સ્થાનિકો હાઇ બેરલ બ્રિજની માગ કરી રહ્યા છે
નર્મદા જિલ્લામાં વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર નર્મદા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલે ધીમીધારે વરસાદ વરસ્યા બાદ આજ સવારથી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતો પણ ખુશ ખુશાલ થયા છે અને વરસાદ પડવાથી તેમના પાકને જીવનદાન મળ્યું છે. છેલ્લા 24 કલાકમાં પાંચેય તાલુકામાં વરસાદ નોંધાયો છે.
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના કાજણ રણછોડ ગામે ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે. ભારે પવનથી 15થી વધુ ઘરોના છાપરા ઉડ્યા. ખેડૂતોની આંબાવાડીયોમાં અનેક જગ્યાએ આંબાની કલમો અને ઝાડ પણ ધરાશાયી થયા છે. ભારે વરસાદથી અનેક ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. કાંજણ રણછોડ ગામમાં પવન સાથે વરસાદથી ગામના લોકોને ભારે નુકસાન થયું છે.
માંડવી મુજલાવ-બોધન વાવ્યા ખાડીમાં ઘોડાપુર
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ આવવાથી નદી નાળામાં પાણીની આવક નોંધાઇ છે. શહેરના મુજલાવ- બોધન વાવ્યા ખાડીમાં ઘોડાપુર આવ્યુ છે. ઘોડાપુર વાવ્યા ખાડીમાં આવતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. બ્રિજ પાણીમાં ગરકાવ થતા બે ગામ સપંર્ક વિહોણા થયા છે. વિદ્યાર્થીઓએને પણ સ્કૂલે જવા માટે હાલાકીનો સામનો કરી રહ્યા છે.