બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Cybercrime nabs 3 accused of gang extorting money from people by running task racket

ક્રાઈમ / ઓનલાઈન રૂપિયા કમાતા ચેતજો! YouTube, Google ટાસ્કના નામે ઠગાઈ કરતી ગેંગનો ભાંડાફોડ, નેટવર્ક દુબઈથી થતું હેન્ડલ

Dinesh

Last Updated: 11:11 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

vadodara news: વડોદરા સાયબર ક્રાઈમે ટાસ્ક રેકેટ ચલાવી લોકોના રૂપિયા પડાવતી ગેંગના 3 આરોપીને ઝડપી પાડ્યા છે, ટાસ્કના કામથી રૂપિયા મેળવી વધુ કમાવવાની લાલચમાં 82.67 લાખ રૂપિયા ગુમાવ્યા

  • ઓનલાઈન રૂપિયા કમાતા ચેતજો
  • મોબાઈલના ટાસ્કના રૂપિયા પડી શકે ભારે
  • YouTube, Google ટાસ્કના નામે ઠગાઈ


વડોદરા સાયબર ક્રાઈમે ટાસ્ક રેકેટ ચલાવી લોકોના રૂપિયા પડાવતી ગેંગના 3 આરોપીને ઝડપી પાડ્યા છે. આજના વૈજ્ઞાનિક યુગમાં લોકો વિજ્ઞાનના વિવિધ ઉપકરણોનો ઉપયોગ કરતા અને એન્ટરટેઇનમેન્ટની મજા માણતા થયા છે. ત્યારે લોકોમાં હાલ મોબાઈલનો ઉપયોગ પણ સતત વધી રહ્યો છે. 

રૂપિયાની લાલચમાં ગુમાવ્યા 82.67 લાખ
મોબાઈલના ઉપયોગ સાથે લોકોમાં મોબાઈલથી કમાવવાની ઈચ્છા અને લાલચ વધી છે. ત્યારે આવી લાલચમાં લોકો કામના નામે મળતા ઓનલાઈન ટાસ્કમાં જલ્દી રૂપિયા કમાવાની લાલચમાં પોતાની મરણમૂડી ગુમાવી બેસતા હોય છે. ત્યારે આવી જ ઘટના વડોદરા શહેરમાંથી સામે આવી છે. જેમાં એર વેપારીએ શરૂઆતમાં ટાસ્કના કામથી રૂપિયા મેળવી વધુ કમાવવાની લાલચમાં આવતા 82.67 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા છે.

છેતરપિંડી કરી ગુનો આચરવામાં આવ્યો 
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સાઇબર માફીયાઓ દ્વારા અનેક નાગરિકો સાથે આ જ પ્રમાણે છેતરપિંડી કરી ગુનો આચરવામાં આવ્યો હતા. વડોદરા સાઇબર ક્રાઇમની ટીમે ત્રણ આરોપીઓ વરૂણ દુર્ગાપ્રસાદ કપૂર,  મેહુલ અરવિંદ પટેલ, હાર્દિક અરવિંદ પટેલને ઝડપી પાડયા હતા. પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વરૂણ લોન એજન્ટ તરીકેનું કામ કરતો હતો. મેહુલ લેબોરેટરીમાં કામ કરતો હતો જ્યારે હાર્દિક એકાઉન્ટ ઓપરેટ કરવાનું કામ કરતો હતો. ત્રણેય આરોપીઓ ઉદેપુર જઇને એકાઉન્ટની વિગતો અન્ય એક  આરોપીને આપી આવ્યા હતા. 

વાંચવા જેવું: ગુજરાતમાં ડબલ સિઝન વાળી હવામાન વિભાગની આગાહી, જાણો આવનાર 5 દિવસ કેવું રહેશે તાપમાન

પૈસા કમાવાની લાલચ આપે છે
આ સમગ્ર રેકેટ દુબઇથી ઓપરેટ થતું હોવાનું હાલના તબક્કે જાણવા મળ્યું છે. આરોપી હાર્દિક અગાઉ દુબઇ પણ જઇ આવ્યો હતો. જેથી પોલીસે તે દિશામાં તપાસ તેજ કરી છે ઉલ્લેખનીય છે કે વડોદરા,પોલીસની તપાસમાં આરોપીઓની ગુનો કરવાની મોડસ ઓપરેન્ડી પણ જાણવા મળી છે. આરોપીઓ રોજ 25 જેટલા ટાસ્ક આપીને એક થી બે  હજાર કમાવવાની લાલચ આપે છે. આ રીતે ટાસ્ક પૂરો કરીને બીજા યુઝર્સ મોટી રકમ કમાયા છે. તેવા સ્ક્રીન શોટ ટેલિગ્રામ ગ્રૂપમાં મૂકી લોકોને વિશ્વાસમાં લેવામાં આવે છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ