બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Uttar Pradesh: dominos pizza delivery boy proposed a customer through whatsapp message

હિંમત તો જુઓ! / પિઝ્ઝા આપવા આવ્યો ને છોકરી ગમી ગઈ! ડિલિવરી બોયએ હદ વટાવીને કર્યું પ્રપોઝ, મેસેજ વાયરલ થતાં કંપનીએ લીધા એક્શન

Vaidehi

Last Updated: 02:41 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોમિનોઝનાં ડિલીવરી બોયે કસ્ટમર કનિષ્કાને મેસેજ કરીને કહ્યું કે'I LIKE YOU'. સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી પીડિતાએ વ્યક્ત કર્યો આક્રોશ.

  • ઉત્તરપ્રદેશમાં ડોમિનોઝનાં ડિલીવરી બોયનો મામલો
  • ગ્રાહકનાં પર્સનલ નંબર પર મેસેજ કરીને લખ્યું 'I LIKE YOU'
  • પીડિતાએ ટ્વીટ કરીને કંપનીને કરી ફરિયાદ

Domino's Delivery Boy Proposes Woman: આપણે આજકાલ ફૂડ ઓર્ડર કરવા માટે ફૂડ ડિલીવરી એપ્સનો ઉપયોગ કરીએ છીએ. ઓર્ડર કરવા પહેલાં તમારે તમારી ડિટેલ્સ જેવી કે નામ, નંબર અને અડ્રેસ મૂકવો પડે છે. પરંતુ તમે આ કિસ્સો જાણીને ચોંકી જશો કે તમારી આ બધી ડિટેલ્સ પણ હવે સેફ નથી. ઉત્તરપ્રદેશમાં હાલમાં એક ડિલીવરી બૉયે પોતાની કસ્ટમરનાં મોબાઈલ નંબરનો દુરુપયોગ કરીને તેને વોટ્સએપ પર મેસેજ કર્યો. આગળ જે થયું તે ચોંકાવનારું!

ગ્રાહકનાં સંપર્ક નંબરનો દુરુપયોગ 
હાલમાં જ ઉત્તરપ્રદેશની એક ઘટના સામે આવી છે જેમાં ડોમીનોઝનાં ડિલીવરી બોયે ગ્રાહકનાં સંપર્ક નંબરનો દુરુપયોગ કર્યો. કનિષ્કા નામની એક મહિલાએ પોતાના ટ્વીટર પર સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો. કનિષ્કાએ કબીર નામના ડિલીવરી બૉય સાથેની પોતાની વૉટ્સએપ ચેટનો સ્ક્રીન શૉટ ટ્વીટર પર શેર કર્યો .

શું છે સમગ્ર ઘટના?
કનિષ્કાએ જણાવ્યું કે તેણે ડોમિનોઝમાંથી ઓનલાઈન પીઝા ઓર્ડર કર્યો હતો. પિઝા ડિલીવર થયાનાં બીજા દિવસે ડિલીવરી બૉયે કનિષ્કાને વૉટ્સએપ પર મેસેજ કર્યો અને લખ્યું કે,' સોરી મારું નામ કબીર છે, ગઈકાલે હું તમારે ત્યાં પીઝા આપવા આવ્યો હતો હું તે જ છું. હું તમને LIKE કરું છું.' કનિષ્કાએ આ ચેટનો સ્ક્રીનશોટ શેર કરતાં લખ્યું કે,' હું પૂછવા ઈચ્છું છું કે શું કોઈ ડિલિવરી બૉયને એટલા માટે મોકલવામાં આવે છે કે જેથી તે કસ્ટમરનાં નંબર અને અડ્રેસનો દુરુપયોગ કરે? જો આ છોકરો મને લાઈક કરે છે તો શું કંપનીની મદદથી ફોન નંબર લઈને તેનો દુરુપયોગ કરવો યોગ્ય છે?

ડોમિનોઝે ડિલીવરી બૉય કબીરને નોકરીમાંથી કાઢ્યો
ડોમિનોઝનાં PR કર્મીએ મીડિયાને માહિતી આપતાં જણાવ્યું કે અમે આ ઘટના વિશે જાણીને ચિંતિત છીએ. એક જવાબદાર કોર્પોરેટ હોવાને લીધે ડોમિનોઝ ઈન્ડિયા કોઈપણ પ્રકારનાં ઉત્પીડન પ્રતિ શૂન્ય સહિષ્ણુતા નીતિ ધરાવે છે. ઘટનાની જાણકારી મળતાની સાથે જ અમે શામેલ વ્યક્તિને નોકરીમાંથી કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તપાસમાં અમે સંબંધિત અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપશું.'

પોલીસે કહ્યું ચિંતા ન કરો
મહિલાની ચિંતાનો જવાબ આપતાં પોલીસ હેલ્પલાઈન નંબર 112એ તેમને આશ્વાસન આપતાં કહ્યું કે'ચિંતા ન કરશો. ઈમેરજન્સી મદદ તાત્કાલિક પહોંચી રહી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.' આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકોમાં આ ઘટના બાદ આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ