બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ટેક અને ઓટો / Using Wifi is dangerous for mental health

Wifiને બાય બાય / વાઈફાઈ વાપરતા હોય તો સાવધાન.! ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ મેન્ટલ હેલ્થ માટે છે ખતરનાક, નિષ્ણાંતોએ કર્યો દાવો

Dinesh

Last Updated: 10:03 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિષ્ણાતોના જણાવ્યા મુજબ વાઈફાઈના રાઉટરથી કેટલાય પ્રકારનાં રેડિયેશન નીકળે છે, જે આપણા હેલ્થ પર ખૂબ ખરાબ અસર પાડે છે

  • મેન્ટલ હેલ્થ માટે ખતરનાક છે Wifiનો ઉપયોગ
  • વાઈફાઈનો વધુ ઉપયોગથી હેલ્થ પર ખરાબ અસર પડે છે
  • વાઈફાઈના રાઉટરથી કેટલાય પ્રકારનાં રેડિયેશન નીકળે છે

આજકાલ જાણે કે આખી દુનિયા ડિજિટલ બની ચૂકી છે. આજે ઘર હોય કે ઓફિસ, સ્કૂલ હોય કે કોલેજ કોઈ કામ ઇન્ટરનેટ વગર શક્ય બનતાં નથી. આજે લોકો કેશ પેમેન્ટના બદલે ઓનલાઇન પેમેન્ટ કરવાનું પસંદ કરવા લાગ્યા છે. આવા સંજોગોમાં દુનિયાભરમાં ઇન્ટરનેટનો જબરદસ્ત ઉપયોગ થઈ રહ્યો છે. જે રીતે ઇન્ટરનેટની માગ વધી છે તે પ્રમાણે સારા નેટવર્ક અને વધુ સ્પીડ માટે વાઈફાઈનો ઉપયોગ પણ વધ્યો છે. ઓફિસથી લઈ ઘર સુધી હવે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે વાઈફાઈ લગાવવું સામાન્ય બાબત બની છે. વાઈફાઈ લગાવવાથી ઇન્ટરનેટની સ્પીડ ભલે સારી થઈ જાય, પરંતુ તે હેલ્થ માટે હાનિકારક છે. કેટલાય રિસર્ચમાં સામે આવ્યું છે કે, વાઈફાઈનો વધુ ઉપયોગ કરવાથી હેલ્થ પર ખરાબ અસર પડે છે.

Topic | VTV Gujarati

જાણો વાઈફાઈનાં નુકસાન
નિષ્ણાતોના જણાવ્યા મુજબ વાઈફાઈના રાઉટરથી કેટલાય પ્રકારનાં રેડિયેશન નીકળે છે. આ તરંગોને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કહેવાય છે. આ તરંગો આપણા હેલ્થ પર ખૂબ ખરાબ અસર પાડે છે. તે રેડિયેશન વેવ્સ શરીરમાં બ્લડ પ્રેશર, ઊંઘ ન આવવી, ડિપ્રેશન જેવી અનેક બીમારીઓ ઊભી કરે છે. હેલ્થ એક્સપર્ટની વાત માનીએ તો વાઈફાઈથી નીકળતાં રેડિયેશન વેવ્સ આપણી માનસિક સ્થિતિને પ્રભાવિત કરે છે. ઘણી વખત આ કારણે વ્યક્તિ અલ્ઝાઇમર જેવી સમસ્યાઓનો શિકાર પણ થાય છે. ઉલ્લેખનીય છે કે વાઈફાઈના સતત ઉપયોગથી નીકળતા નોન થર્મલ રેડિયો ફ્રીકવન્સીની અસર ભ્રૂણના વિકાસ પર પણ જોવા મળે છે.

વાઈફાઈની ખરાબ અસરથી આ રીતે બચો
- વાઈફાઈના પ્રભાવથી બચવા માટે સૌથી પહેલાં રાઉટરને અલગ રૂમમાં લગાવો. જો તમે મજબૂરીમાં તમારા રૂમમાં રાઉટર લગાવી રહ્યાં હોય તો તેને તમારાથી ઓછામાં ઓછા ત્રણ ફૂટના અંતરે રાખો.
-રાતે સૂવા જાઓ ત્યારે રાઉટર બંધ કરો, જેથી તેનાં રેડિયેશન તમારી ઊંઘમાં ખલેલ ન પાડે.
- જરૂર પડે ત્યારે જ વાઈફાઈનો ઉપયોગ કરો, તેને વધુ સમય માટે ચાલુ ન રાખો
- વાઈફાઈ કોમનરૂમમાં ન લગાવો, જેમ કે ડ્રોઇંગરૂમ કે વરંડો, તેનાં રેડિયેશન સીધાં તમારા પરિવારને અસર કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ