બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ખોરાક અને રેસીપી / Used tea benefits: It can help to prevent stinking and cleaning the utensils

તમારા કામનું / ગૃહણીઓ જરૂરથી જાણે: વપરાયેલી ચા-પત્તીને ફેંકશો નહીં, આ રીતે ફરી કરો ઉપયોગ, માથું નહીં દુખે

Vaidehi

Last Updated: 08:05 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વપરાયેલી ચા પત્તીને ફેંકવાની જગ્યાએ તેનો ઉપયોગ કપડામાંથી કે ઘરમાંથી આવતી વાસ દૂર કરવા અને સાફ-સફાઈમાં કરી શકાય છે.

  • વપરાયેલી ચા પત્તીનો ફરી કરો ઉપયોગ
  • વાસ દૂર કરવા માટેનો બેસ્ટ ઘરેલૂ ઉપાય
  • સાફ-સફાઈમાં પણ કરી શકો છો ઉપયોગ

ભારતીય લોકો ચા પીવાના શોખીન હોય છે. મોટા ભાગનાં ઘરોમાં બેથી ત્રણ વાર ચા બનતી હોય છે. અનેક લોકો એવા હોય છે, જેમને સવારમાં ઊઠતાંની સાથે ચા પીવા જોઈએ છે, પરંતુ વાત કરવામાં આવે તો મોટા ભાગના લોકો ચા બનાવીને ચા-પત્તીને ફેંકી દેતા હોય છે. તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. ક્યારેય પણ ચા-પત્તીને ફેંકશો નહીં. આ ચા-પત્તીનો તમે અનેક રીતે ઉપયોગ કરી શકો છો તો જાણો ચા-પત્તીનો કેવી રીતે બીજી વાર ઉપયોગ કરી શકાય.

વધેલી ચા-પત્તીનો આ રીતે ઉપયોગ કરો વાસ દૂર કરવા
વરસાદની સિઝનમાં ભેજના કારણે ઘરમાં તેમજ બહાર વાસ આવતી હોય છે. આ વાસ આવવાના કારણે ઘણી વાર આપણને માથું દુખવાથી   લઈને બીજી અનેક ઘણી તકલીફો થતી હોય છે. ખાસ કરીને રસોડાના સિંક પાસેથી વાસ વધારે આવતી હોય છે. એવામાં તમે ચા-પત્તીનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે. ચા-પત્તી ઘરમાંથી આવતી વાસને દૂર કરવાનું કામ કરે છે.આ માટે કપડાના નાના-નાના કટકા કરી લો અને પછી એમાં ચા-પત્તી નાખો. ત્યાર બાદ એસેન્શિયલ ઓઇલ તેમજ તમને ગમતા ઓઇલનાં એકથી બે ટીપાં નાખીને પોટલી બાંધી લો. હવે આ પોટલીને તમે ઘરમાં જ્યાં વાસ આવે છે ત્યાં મૂકી દો. આમ કરવાથી વાસ આવતી બંધ થઈ જશે અને તમે રિફ્રેશ ફિલ કરશો.

ચોપિંગ બોર્ડ સાફ કરવા
ચા-પત્તીનો ઉપયોગ તમે ચોપિંગ બોર્ડ સાફ કરવા માટે કરી શકો છો. આ માટે   ચા-પત્તી લો અને ચોપિંગ બોર્ડ પર નાખો. ત્યાર બાદ એક ચમચી ડિશ વોશ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. ત્યાર બાદ હળવા હાથે ઘસો.   આમ કરવાથી ચોપિંગ બોર્ડ એકદમ સાફ થઈ જશે. ચા-પત્તી સ્ક્રબની જેમ કામ કરશે અને ચોપિંગ બોર્ડ નવા જેવું થઈ જશે.

રસોઈમાં કામ આવે
તમે કદાચ જાણતા નહીં હો કે વપરાયેલી ચા-પત્તીનો ઉપયોગ તમે અનેક પ્રકારની રસોઈનો ટેસ્ટ વધારવા માટે કરી શકો છો. છોલે, તડકાદાળ જેવી વાનગીમાં ચા-પત્તીની નાની પોટલી બાંધીને મૂકો છો તો મસ્ત સ્મેલ આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ