બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / UP police came to Ahmedabad to pick up gangster Atiq Ahmed

ચર્ચા / ગાડી પલટાઈ જશે...: ગેંગસ્ટર અતિક અહેમદને લેવા અમદાવાદ આવી UP પોલીસ, અખિલેશ યાદવે એન્કાઉન્ટરને લઈને આપ્યું સૂચક નિવેદન

Kishor

Last Updated: 04:44 PM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉમેશપાલ હત્યા કેસમાં બાહુબલી અતિક અહેમદ મામલે સપાના વડા અખિલેશ યાદવનું સૂચક નિવેદન સામે આવ્યું છે.

  • અતિક અહેમદ મામલે અખિલેશ યાદવે કહ્યું 
  • સપાના વડા અખિલેશ યાદવનું સૂચક નિવેદન
  • વાહન પલટી જવાની ચર્ચા મામલે આપ્યું નિવેદન

ઉમેશપાલ હત્યા કેસમાં બાહુબલી અતિક અહેમદ અને તેનો ભાઈ અશરફને દોષિત જાહેર કરાયા છે. જેમાં આરોપી અતિક અહેમદ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે, જ્યારે અશરફ બરેલીની જેલમાં બંધ છે. ત્યારે સાબરમતી જેલમાં બંધ બાહુબલી નેતા અતીક અહેમદને ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવી રહ્યો છે. જેને પગલે પોલીસ રવિવારે ગુજરાત આવી હતી. ત્યારે એન્કાઉન્ટર થવાના ડરથી તેમનું વાહન પલટી જવાની ચર્ચા જાગી રહી છે. આ મામલે સપાના વડા અખિલેશ યાદવનું સૂચક નિવેદન સામે આવ્યું છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કટાક્ષ સાથે જણાવ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંત્રીઓને કહ્યું હશે કે વાહન પલટી જશે. એટલે તો તેમના મંત્રીઓ આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે.

યુપીના પ્રયાગરાજ લઈ જવાની તૈયારી
સપા પ્રમુખ અખિલેશ યાદવે અતિક અહેમદના મુદ્દે નિવેદન આપતા વધુમાં યાદવે કહ્યું હતું કે વાહન પલટી જવાનો આ રેકોર્ડ હંમેશા એક રેકોર્ડ જ રહેશે. તે ક્યાંય નહીં જાય! જ્યારે રેકોર્ડ માંગશો ત્યારે તે મળશે. મહત્વનું છે કે ગેંગસ્ટર અતીક અહેમદ ઉમેશ પાલ મર્ડર કેસમાં હાલમાં સાબરમતી જેલમાં બંધ છે. જેની પૂછપરછ બાદ યુપીના પ્રયાગરાજ લઈ જવાની તૈયારી છે. જેમાં લગભગ 36 કલાક જેટલો સમય લાગી શકે છે.

બાહુબલી અતીક અહેમદને સાબરમતી સેન્ટ્રલ જેલમાં લવાયો | bahubali atiq ahmed  <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/ahmedabad' title='ahmedabad'>ahmedabad</a> jail

અતિકે સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજી
ઉમેશપાલ હત્યાકાંડ મામલે અતિક અહેમદે પોતાની સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. અતિક અહેમદે સુપ્રીમમાં અરજી કરીને કહ્યું હતું કે, 'યુપીમાં દાખલ કેસની સુનાવણી માટે તેને ગુજરાતથી બહાર ન લઈ જવામાં આવે, તેના જીવને જોખમ છે.' અહેમદના વકીલ હનીફ ખાને સુપ્રીમ કોર્ટમાં આ અંગેની અરજી દાખલ કરી હતી. તેમાં અમદાવાદ જેલથી યુપીની જેલમાં ટ્રાન્સફર કરવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, યુપી સરકારના કેટલાક મંત્રીઓના નિવેદનથી એવું લાગે છે કે તેનું ફેક એન્કાઉન્ટર થઈ શકે છે.

 

અતિકને 6 ગાડીઓના કાફલા સાથે બાય રોડ UP લઈ જવાશે. જોકે, ગેંગસ્ટર અતિક સાબરમતી જેલમાંથી બહાર નીકળવા માંગતો નથી, તેને પોલીસ એન્કાઉન્ટરનો ભય સતાવી રહ્યો હોવાથી આનાકાની કરી રહ્યો છે. કોર્ટના આદેશ બાદ પણ અતિક ઉત્તરપ્રદેશ જવા માટે આનાકાની કરી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ