બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / Unseasonal rains were again predicted in the state

માવઠું / ગુજરાતમાં ફરી વરસાદની આગાહી: સુરત, ડાંગ સહિત આટલા જિલ્લાઓ માટે આગામી 24 કલાક 'ભારે'

Dinesh

Last Updated: 03:48 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર; આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી માવઠાની આગાહી કરાઈ છે તેમજ મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

  • કમોસમી વરસાદની આગાહી કરાઈ
  • 24 કલાકમાં વરસાદી માવઠાની શક્યતા
  • તાપી, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરાઈ


રાજ્યમાં હવામાન વિભાગે ફરી માવઠાને લઈ આગાહી કરી છે. ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. કમોસમી વરસાદને લઈ રાજ્યના ઘણાં વિસ્તારમાં અગાઉ જ પાક નુકસાની થઈ છે તો બીજી તરફ ફરી કમોસમી વરસાદના કમઠાણ સર્જાતા ખેડૂત ચિંતામાં મુકાયો છે.

The Meteorological Department has predicted unseasonal rain in the next 24 hours

ફરી વરસાદની આગાહી
આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં વરસાદી માવઠાની શક્યતા જણાઈ રહી છે. તો બીજી તરફ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. છોટાઉદેપુર, નર્મદા, દાહોદના અમુક વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરાઈ સાથો સાથ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે.

સુરતમાં ભર ઉનાળે વરસાદ
સુરતના વાતાવરણમાં આજે અચાનક જ પલટો આવ્યો હતો અને સમગ્ર શહેરમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો હતો. વરસાદ બાદ આખા શહેરનું વાતાવરણ વાદળછાયું થયું ગઈ છે તો વાદળોના ગડગડાટને કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને સામાન્ય વરસાદથી ભર ઉનાળે ઠંડક પ્રસરી છે. 

લિંબાયતમાં એકાએક વાતાવરણમાં પલટો
માંગરોળ અને લિંબાયત તાલુકાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. માંગરોળ અને લિંબાયતમાં ભરઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો છે. બન્ને તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે. સુરતના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ચૈત્ર મહિનાના અંતમાં અષાઢી માહોલ છવાતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. ખેતીના વિવિધ પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. 

વાંકલ સહિત અનેક વિસ્તારો પડ્યો ઝરમર વરસાદ
આજે બપોરના 12 વાગ્યા પછી સુરતના લિંબાયત અને માંગરોળનું વાતાવરણ પલાટાયું હતું. તાલુકાના વાંકલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યાં હતા. એક તરફ વરસાદ પડતા વાતાવરણમાં થોડી ઠંડક છવાઈ ગયેલ છે. તો બીજી બાજુ કમોસમી વરસાદને કારણે પાકમાં મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

હવામાન વિભાગની જનહિતમાં સૂચના 
આજે અમદાવાદમાં 41-42 ડિગ્રી તાપમાન રહી શકે છે. તો અમરેલી 42 અને રાજકોટમાં 41.5 ડિગ્રી તાપામાન નોંધાઈ શકે છે. અમદાવાદ સહિતના જિલ્લાઓ માટે હવામાન વિભાગે જનહિતમાં સૂચના આપી છે. હવામાન વિભાગે કહ્યું કે, જે વિસ્તારોમાં 41-42 ડિગ્રી તાપમાન રહેતું હોય ત્યાં લોકો સચેત રહે. હળવા રંગના કપડાં પહેરવા, માથું ઢાંકવું, વારંવાર પાણી પીવું હિતાવહ છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ