ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / 2025માં મ્યુચ્યુઅલ ફંડ કરી શકે છે માલામાલ, પરંતુ પહેલા સમજી લેજો રોકાણ કરવાની સાચી રીત
Last Updated: 10:54 AM, 4 January 2025
ADVERTISEMENT
દર વખતે નવા વર્ષના મોકા પર લોકો પોતાના જીવનમાં સુધારા માટે નવા રિઝોલ્યુશન લાવે છે. કોઈ ખરાબ આદતો છોડવાનું વચન કરે છે, તો કોઈ ફિટનેસ કે ડાયટ પર ધ્યાન આપવાની વાત કરે છે. ત્યારે ઘણા લોકો આર્થિક રૂપે મજબૂત બનવા અને સેવિંગ કરવાનો સંકલ્પ લે છે. સેવિંગ એક એવી પ્રક્રિયા છે, જે સમય અને અનુશાસનની માંગ કરે છે. જો તમે 2025માં આ પદ્ધતિ ફોલો છો. જો તમે 2025 માં આ પધ્ધતિ ફોલો કરીને ઇન્વેસ્ટ કરો છો તો સારું ફંડ પોતાના પોર્ટફોલિયોમાં જોડી શકો છો.
ADVERTISEMENT

શું છે યોગ્ય પદ્ધતિ
ADVERTISEMENT
મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવો શેરબજારમાં ઇંડાયરેક્ટ ઇન્વેસ્ટ સમાન છે. આમાં ઘણા ઇન્વેસ્ટરના રૂપિયા ભેગા કરવામાં આવે છે અને તેને વિભિન્ન નાણાકીય સાધનો જેવા શેર, બોન્ડ અને મની માર્કેટમાં લગાવવામાં આવે છે. અને એસેટ મેનેજમેન્ટ કંપની સંચાલિત કરે છે. મ્યુચ્યુઅલ ફંડમાં જોખમ અપેક્ષાકૃત ઓછું હોય છે કારણ કે રૂપિયાને વિભિન્ન જગ્યાએ ઇન્વેસ્ટ કરવામાં આવે છે. ઇન્વેસ્ટ મિનિમમ 500 રૂપિયાથી શરૂ થાય છે, જેનાથી દરેક નાના અને નવા ઇન્વેસ્ટરો પણ ઉપયોગમાં લઇ શકે છે.

ADVERTISEMENT
આ ફંડ્સમાં છે પોટેન્શિયલ
નાણાકીય નિષ્ણાતોની સલાહ છે કે મ્યુચ્યુઅલ ફંડ માં સાત વર્ષ કે તેનાથી વધારે સમય માટે ઇન્વેસ્ટ કરવું જોઈએ. આ દરમિયાન લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપનો લાભ લેવો જોઈએ. લાર્જ કેપ ફંડ્સમાં ICICI પ્રુડેન્શિયલ બ્લુ ચિપ ફંડ, નિપ્પોન ઇન્ડિયા લાર્જ કેપ ફંડ અને HDFC ટોપ 100 ફંડ જેવા વિકલ્પો છે. મિડ- કેપ ફંડ્સમાં મોતીલાલ ઓસવાલ મિડકેપ ફંડ, HDFC મિડકેપ ફંડ ઓપોર્ચ્યુનિટી ફંડ અને એડવાઇસ મિડકેપ ફંડ સામેલ છે. સ્મોક કેપ ફંડ્સમાં મોતીલાલ ઓસવાલ સ્મોલ કેપ ફંડ અને ટાટા સ્મોલ કેપ ફંડને ઇન્વેસ્ટ માટે બેસ્ટ માનવામાં આવે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: રિટર્ન મામલે બિટકોઇનને પછાડી આગળ નીકળી ગઇ આ ચીજ, કદાચ વર્ષ પહેલા ઇન્વેસ્ટ કર્યું હોત તો આજે...!
SIP થી ઇન્વેસ્ટ બનાવો સરળ
ADVERTISEMENT
SIPને ઇન્વેસ્ટ માટે સૌથી સુવિધાજનક અને અસરકારક પદ્ધતિ માનવામાં આવે છે. આનાથી દર મહિને એક નિશ્ચિત રકમ ઇન્વેસ્ટ કરવામાં આવે છે, જેના કારણે બજારની વધઘટ છતાં રોકાણની સરેરાશ કિંમત સ્થિર રહે છે. નિષ્ણાતોના મતે, તે નિયમિત રોકાણને પ્રોત્સાહિત કરે છે અને લાંબા ગાળે ખાતરીપૂર્વકનું વળતર મેળવવામાં મદદ કરે છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ