બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / વિશ્વ / ukraine president zelensky big decision to release prisoners with combat experience

Ukraine crisis / યુક્રેનના રાષ્ટ્રપતિનો મોટો નિર્ણય: રશિયા સામે નહીં કરે પાછી પાની, જેલમાં બંધ કેદીઓને જંગમાં ઉતારશે

Pravin

Last Updated: 06:02 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેન વચ્ચે જંગનો આજે પાંચમો દિવસ ચાલું છે. પોતાના દેશની સુરક્ષા માટે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ દરેક મોર્ચો સંભાળી રહ્યા છે. આ તમામની વચ્ચે જેલેંસ્કીએ મોટો નિર્ણય કર્યો છે.

  • રશિયા યુક્રેન વચ્ચે જંગનો પાંચમો દિવસ
  • યુક્રેન પાછી પાની કરવા તૈયાર નથી
  • કેદીઓને યુદ્ધમાં ઝંપલાવવા માટે છૂટા કરશે

રશિયા અને યુક્રેન વચ્ચે જંગનો આજે પાંચમો દિવસ ચાલું છે. પોતાના દેશની સુરક્ષા માટે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ દરેક મોર્ચો સંભાળી રહ્યા છે. આ તમામની વચ્ચે જેલેંસ્કીએ મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત હવે યુદ્ધનો અનુભવ ધરાવતા કેદીઓને છૂટા કરવામાં આવશે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, દેશની સુરક્ષા માટે જે પણ કડક નિર્ણયો લેવા પડશે, તે લઈશું પણ પાછી પાની નહીં કરીએ. યુક્રેની રાષ્ટ્રપતિએ કહ્યું કે, જ્યારે હું રાષ્ટ્રપતિ ચૂંટણી લડી રહ્યો હતો, તો સમયે મેં કહ્યું હતું કે, સૌ કોઈ રાષ્ટ્રપતિ છે, કારણ કે આપણે આપણા સુંદર યુક્રેન માટે જવાબદાર માણસ છીએ.

યુક્રેનનો દરેક નાગરિક રાષ્ટ્રપતિ

યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, હવે એવો સમય આવી ગયો છે. જ્યારે દેશનો દરેક નાગરિક તેની સુરક્ષઆ માટે સમગ્રપણે જવાબદાર છે. તેમણે કહ્યું કે, આ સમય આવી ગયો છે કે, જેને જોયું છે કે, આપણામાંથી દરેક એક યોદ્ધા છે. તમામ યોદ્ધા પોતાની જગ્યા પર છે અને મને વિશ્વાસ છે કે, આપણામાંથી સૌ કોઈ જીતશે.

હોટ સ્પોટ પર લડશે કેદીઓ

યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ કહ્યું કે, યુક્રેન યુદ્ધનો અનુભવ ધરાવતા કેદીઓને છૂટા કરશે. જેલેંસ્કીએ કહ્યું કે, આ કપરો નૈતિક વિકલ્પ હતો, પણ દેશની રક્ષા માટે આ જરૂરી લાગ્યું. કેદીઓ સૌથી હોટ સ્પોટ પર લડશે.

કેદીઓને છૂટા કરશે

રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ કહ્યું કે, રશિયા વિરુદ્ધ લડાઈમાં શામેલ થવા ઈચ્છતા યુક્રેનના સૈન્ય અનુભવી કેદીઓને છૂટા કરવામાં આવશે, હકીકતમનાં જોઈએ તો, જેલેંસ્કીનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે બેલારૂસમાં રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીત થઈ રહી છે. 

રશિયાને હથિયારે હેઠા મુકવા કરી અપીલ

આપને જણાવી દઈએ કે, યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયાને હથિયારો હેઠા મુકી દેવાની અપીલ પણ કરી છે. તેમણે કહ્યું છે કે, પોતાનો જીવ બચાવો અને અહીંથી જતાં રહો. જેલેંસ્કીએ કહ્યું કે, તેમણે નવી વિશેષ પ્રક્રિયા અંતર્ગત યુરોપિયન યુનિયનમાં ત્તાત્કાલિક વિલય માટે કહેવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ