બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / UIDAI is planning to give adhar card to new born babies just after birth

શું વાત છે! / હવે નવાં જ જન્મેલા બાળકને પણ મળી જશે આધાર કાર્ડ! જાણો શું છે આખો પ્લાન

Mayur

Last Updated: 08:09 AM, 17 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UIDAI એવી વ્યવસ્થા કરવા જઈ રહ્યું છે કે જેમાં નવજાત શિશુને પણ મળી જશે આધાર કાર્ડ! આ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તે જાણવા જેવુ!

  • હવે જ્ન્મતાવેંત જ મળી જશે આધાર કાર્ડ 
  • નવા જન્મેલ બાળકને બર્થ સર્ટિફિકેટ પહેલા આધાર કાર્ડ મળી જશે 
  • ચૂંટણી કાર્ડ પણ થશે આધાર સાથે લિન્ક 

UIDAI એટલે કે આધાર કાર્ડ માટે ભારતમાં અધિકૃત સંસ્થા. આ ઓથોરિટી ટૂંક સમયમાં જ હોસ્પિટલમાં નવજાત શિશુઓના આધાર કાર્ડ પણ આપવાની તૈયારીઓ કરી રહ્યું છે. 

આ વ્યવસ્થા માટે હોસ્પિટલમાં હવે ટૂંક સમયમાં જ એનરોલમેન્ટ શરૂ કરી દેવાશે. જો આ યોજના પાર પડશે તો બાળક પાસેથી જ્ન્મતા વેંત જ એટલે કે બર્થ સર્ટિફિકેટ મેળવવા પહેલા બાળક પાસે આધાર કાર્ડ હશે. કારણ કે બર્થ સર્ટિફિકેટ મળવા લગભગ એક મહિનાનો સમય લાગી શકે છે.જ્યારે આ યોજના મુજબ તો સૌથી પહેલા બર્થ સર્ટિફિકેટ નહીં પરંતુ આધાર કાર્ડ તેની ઓળખનો પુરાવો બની જશે. 

નવજાત શિશુને પણ આધાર કાર્ડ 

UIDAIના CEO સૌરભ ગર્ગે એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે નવજાત શિશુઓને આધાર નંબર આપવા માટે બર્થ રજિસ્ટ્રારની સાથે ટાઈ અપ કરવાના પ્રયાસ કરી રહ્યાં છીએ. ગર્ગે કહ્યું કે દેશની 99.7% વયસ્ક વસતિને આધાર હેઠળ લાવવામાં આવ્યા છે. 

અત્યાર સુધીમાં દેશની 131 કરોડ વસતિને આધાર નીચે એનરોલ કરવામાં આવી છે. હવે અમારો પ્રયાસ નવજાત શિશુઓનું રજિસ્ટ્રેશન કરાવવાનો છે. બાળકના જન્મ સમયે જ તેમનો ફોટો ક્લિક કરીને આધાર કાર્ડ તુરંત જ આપવામાં આવશે. તેઓએ કહ્યું હતું કે દર વર્ષે બેથી અઢી કરોડ બાળકો જન્મે છે. અમે તેમને આધારમાં એનરોલ કરવાની તૈયારીમાં જ છીએ. 

માતાપિતાની બાયોમેટ્રિક 
5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના બાયોમેટ્રિક્સ નથી લેવાતી, પરંતુ તેને તેના માતા કે પિતામાંથી એકની બાયોમેટ્રિક સાથે જોડી દેવામાં આવે છે. 5 વર્ષની ઉંમર પાર કર્યા બાદ બાળકની બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રીન્ટ લેવામાં આવશે. 

10 હજાર કેમ્પ લગાવાયા
ઉલ્લેખનીય છે કે UIDAI દ્વારા દેશની તમામ વસ્તીને આધાર કાર્ડ હેઠળ લાવવાના પ્રયાસો હજુ પણ ચાલુ જ છે. સૌરભ ગર્ગે કહ્યું હતું કે અમે સમગ્ર વસતિને આધાર નંબર આપવાના પ્રયાસ કરી રહ્યાં છીએ. ગત વર્ષે અંતરિયાળ વિસ્તારોમાં 10,000 કેમ્પ લગાડવામાં આવ્યા હતા. જ્યાં જ્યાં અમને જણાવવામાં આવ્યું હતું કે ઘણાં લોકો પાસે આધાર નંબર નથી ત્યાં તમામ જગ્યાએ આ પ્રકારની કવાયતથી 30 લાખ લોકોના રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા.

લગભગ 10 કરોડ લોકો દર વર્ષે પોતાનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર અપડેટ કરે છે. 140 કરોડ બેંક ખાતામાંથી 120 કરોડ ખાતાઓને આધાર સાથે જોડવામાં આવ્યા છે.

2010માં પહેલો આધાર નંબર જાહેર કર્યો હતો. સૌરભ ગર્ગના જણાવ્યા અનુસાર શરૂઆતમાં તેઓનું ફોકસ વધુને વધુ લોકોનું રજિસ્ટ્રેશન કરાવવા પર હતું. હવે તેમનું ધ્યાન તેને અપડેટ કરવાને લઈને છે. 

ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની કવાયત 
ઉલ્લેખનીય છે કે એ જાહેરા થઈ ચૂકી છે કે આવનારા સમયમાં આધારને વોટર કાર્ડ સાથે પણ જોડવામાં આવશે. સરકારે ચૂંટણી પંચની ભલામણના આધારે જ આ નિર્ણય કર્યો છે. બુધવારે મળેલી કેબિનેટ મીટિંગમાં આ બિલને મંજૂરી આપવામાં આવી છે. આધારને વોટર કાર્ડ સાથે જોડવાથી બોગસ વોટર કાર્ડમાં થનારી ગરબડને પણ રોકી શકાશે. તેનો મુખ્ય હેતુ જો કે ચૂંટણીમાં થનારા બોગસ વોટિંગને રોકવાનો છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ