બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / Tyre killer bumps installed at the other end of Chanakyapuri Bridge in Ahmedabad

નિયમોનો ઉલાળીયો / VIDEO: અમદાવાદમાં વધુ એક જગ્યાએ લગાવાયા ટાયર કિલર બમ્પ, છતાં રોંગ સાઈડ આવતા લોકોએ જુઓ કેવા બહાના બતાવ્યા

Malay

Last Updated: 03:45 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચાલતા ચાલકોને સીધાદોર કરવા ટાયર કિલર બમ્પ લગાવાયા છે. જોકે તેમ છતાં લોકો બેફિકર થઈને આ ટાયર કિલર બમ્પ કુદાવી રોંગ સાઈડમાં જઈ રહ્યા છે.

  • વધુ એક જગ્યાએ લાગ્યા ટાયર કિલર બમ્પ 
  • ચાણક્યપુરી બ્રિજના છેડે લગાવાયો બમ્પ 
  • બમ્પ છતાં ચાલકોનું રોંગસાઇડ ડ્રાઇવિંગ 

Ahmedabad News: અમદાવાદ શહેરમાં વધુ એક જગ્યાએ ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે. ચાણક્યપુરી બ્રિજના એક છેડે લગાવવામાં આવેલા ટાયર કિલર બમ્પનું સારું પરિણામ મળ્યા બાદ હવે આ બ્રિજના બીજા છેડે પણ ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે. રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકોને સીધાદોર કરવા માટે ટાયર કિલર બમ્પ લગાવાયા છે. છતાં પણ કેટલાક વાહનચાલકો હજુ પણ રોંગ સાઈડમાં વાહનો ચલાવી રહ્યા છે. બ્રિજ નીચે ટાયર કિલર બમ્પ લગાવ્યા હોવા છતાં પણ લોકો ટાયર કિલર બમ્પ ઉપરથી વાહન હંકારી રહ્યા છે. તેઓને જાણે આ ટાયર કિલર બમ્પથી કોઈ ફરક જ ન પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.  

 

બમ્પ લગાવ્યા છતાં રોંગ સાઇડમાં ચલાવી રહ્યા છે વાહનો 
અકસ્માત ટાળવા અમદાવાદ પોલીસ ટ્રાફિક ડ્રાઈવ ચલાવી રહી છે, તો બીજી બાજુ શહેરમાં ટાયર કિલર બમ્પ લગાવાયા છે. આજે VTV ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા માટે આજે જ્યારે ચાણક્યપુરી બ્રિજ પાસે પહોંચી હતી, ત્યારે કેટલાક વાહનચાલકો રોંગસાઈડમાં વાહન ચલાવતા જોવા મળ્યા હતા. તો કેટલાક વાહનચાલકો આ ટાયરકિલર બમ્પને જોઈને યુ-ટર્ન મારતા પણ જોવા મળ્યા હતા. જોખમ હોવા છતાં પણ વાહનચાલકો રોંગસાઈડમાં ટાયર કિલર બમ્પ પરથી સહેજ પણ ડર્યા વગર વાહન પસાર કરતા જોવા મળ્યા હતા. 

કિલર બમ્પની પણ અસર નહીં!
બ્રિજ પાસે લોકો રોંગ સાઈડમાં વાહન હંકારી રહ્યા હતા અને લોકોને પૂછતા અવનવા બહાના બતાવી રહ્યા હતા. લોકોનો આશ્ચર્યજનક તર્ક હતો કે સીધા રસ્તે કિલોમીટર ફરવું પડે છે. કિલોમીટર ફરવું ન પડે માટે તેઓ રોંગ સાઈડ વાહન ચલાવી રહ્યા છે. તો કેટલાક લોકોને પૂછતા એવો જવાબ આપ્યો કે બધા રોંગ સાઈડ જ જાય છે. તો એક વાહન ચાલકે એવું જણાવ્યું હતું કે મને દેખાતું નથી એટલે હું આ સાઈડ આવી ગયો. તો અન્ય એક વાહન ચાલકે એવું જણાવ્યું હતું કે અમારી ભૂલ થઈ ગઈ હતી. 

રોંગ સાઈડ ડ્રાઈવિંગનું પરિણામ જોઈ લો!
- 2022: રોંગ સાઈડ ડ્રાઈવિંગથી અકસ્માતે મૃત્યુના 62 બનાવ
- 2021: રોંગ સાઈડ ડ્રાઈવિંગથી અકસ્માતે મૃત્યુના 63 બનાવ
- 2020: રોંગ સાઈડ ડ્રાઈવિંગથી અકસ્માતે મૃત્યુના 63 બનાવ
- 2019: રોંગ સાઈડ ડ્રાઈવિંગથી અકસ્માતે મૃત્યુના 62 બનાવ


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ