બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / Typhoon Khanoon in Pacific Ocean threatens China, Taiwan and Japan

Typhoon Khanun / ખાનૂન વાવાઝોડું: જાપાનમાં મચાવી તબાહી, હવે બીજા દેશોમાં ભયંકર ફફડાટ, 200 કિમીની ઝડપે ત્રાટકે તેવી આશંકા

Malay

Last Updated: 11:48 AM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Typhoon Khanun: પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલા ખાનૂન વાવાઝોડાનો ચીન અને તાઈવાન પર ખતરો વધ્યો છે. ખાનૂન વાવાઝોડાના કારણે જાપાનમાં 510 ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે.

  • જાપાનમાં ટાયફૂન 'ખાનૂન'ના કારણે સ્થિતિ વણસી
  • ઘણા શહેરોમાં લાઈટો ગુલ, 510 ફ્લાઈટ રદ
  • તાઈવાનમાં પણ ફ્લાઇટો રદ્દ કરી દેવામાં આવી
  • ચીને પણ તકેદારીના પગલા ભરવાના શરૂ કરી દીધા

Typhoon Khanun: દક્ષિણ જાપાનમાં શક્તિશાળી વાવાઝોડા ખાનૂને તબાહી મચાવી છે. શક્તિશાળી વાવાઝોડું ખાનૂન અત્યારે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી દ્વારા ઓકિનાવા અને કાગેશિમા ક્ષેત્રના દક્ષિણ ભાગમાં રહેતા 6 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. ખાનૂન વાવાઝોડાના કારણે જાપાનમાં 510 ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. તો જાપાનના દોઢથી 2 લાખ ઘરોમાં વીજળી ગૂલ થઈ ગઈ છે અને અંધારપટ્ટ છવાઈ ગયો છે. વીજળીના થાંભલાઓ પડી ગયા છે. 

 

તાઈવાનમાં પણ સ્કૂલોમાં રજા જાહેર 
આ વાવાઝોડાને પગલે તાઈવાનમાં ફ્લાઇટો રદ્દ કરી દેવામાં આવી છે. સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વાહન વ્યવહારને પણ અસર થઈ છે. અહીં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. આ શક્તિશાળી ખાનૂન વાવાઝોડાને પગલે ચીને પણ તકેદારીના પગલા ભરવાના શરૂ કરી દીધા છે. ચીનમાં પણ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. 

ડોકસુરી બાદ ચીન પર ખાનૂનનો ખતરો
આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ ડોકસુરી નામનું વાવાઝોડું ચીનમાં ત્રાટક્યું હતું. જેના કારણે ચીનમાં ભારે નુકસાન થયું છે. ખતરનાક વાવાઝોડાના કારણે આવેલા અતિભારે વરસાદના કારણે ચીનના બેઈજીંગમાં અનેક બિલ્ડીંગો ધરાશાયી થઈ હતી તો કેટલાક વાહનો પણ પાણીમાં તણાયા હતા. સાથે જ કેટલાક ગામો પણ ડૂબી ગયા હતા, રસ્તાઓ ધોવાઈ ગયા હતા. ત્યારે હવે ચીન પર ખાનૂન વાવાઝોડાનો ખતરો વધી ગયો છે. આ વાવાઝોડું ચીનના મોટાભાગના વિસ્તારો પર અસર કરે તેવી સંભાવાના દેખાઈ રહી છે. આ વાવાઝોડું જાપાન, ચીન અને તાઈવાનને અસર કરી શકે છે. જેથી સંભવિત વાવાઝોડાને લઈને આગમચેતીના ભાગરૂપે વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

PHOTO: REUTERS

ફ્લાઇટો રદ્દ કરતા 65 હજારથી વધુ મુસાફરોને હાલાકી
દક્ષિણ જાપાનમાં આવેલા શક્તિશાળી વાવાઝોડા ખાનૂનને કારણે મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ફ્લાઇટો રદ કરવામાં આવતા 65 હજારથી વધુ મુસાફરોને અસર થઈ છે. ફ્લાઇટો રદ કરાતા એરપોર્ટ પર મુસાફરોની લાઈનો લાગી છે. તો વીજળી ગુલ થઈ જતાં હજારો લોકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જાપાની હવામાન એજન્સી અનુસાર, ખૂબ જ શક્તિશાળી વાવાઝોડું ખાનૂન પ્રતિ કલાક 200 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, ઓકિનાવા અને કાગોશિમા ક્ષેત્રના દક્ષિણ ભાગમાં રહેતા લોકોને સતત ત્યાંથી નીકળી જવાની ચેતવણી આપવામાં આવી રહી છે. આ વિસ્તારોમાં 690,000થી વધુ લોકો રહે છે, જેમને સુરક્ષિત સ્થળોએ જવા માટે વિનંતી કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ