બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / two days short session of the Gujarat Legislative Assembly begins today

ગાંધીનગર / આજથી ગુજરાત વિધાનસભાના બે દિવસીય ટૂંકા સત્રની શરૂઆત, કુલ આટલા બિલ રજૂ કરાશે, ઢોર નિયંત્રણ વિધેયક પરત ખેંચાશે!

Dhruv

Last Updated: 08:08 AM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી ગુજરાત વિધાનસભાના બે દિવસીય ટૂંકા સત્રની શરૂઆત થશે. જેમાં વરસાદથી રસ્તા અને ખેતીને થયેલા નુકસાન અંગે ચર્ચા કરશે તેમજ ઢોર નિયંત્રણ બિલ આજે પરત ખેંચાશે.

  • આજથી વિધાનસભાના બે દિવસીય ટૂંકા સત્રની શરૂઆત
  • વિધાનસભાના સત્રની શરૂઆત ટૂંકી મુદતના પ્રશ્નથી થશે
  • ઢોર નિયંત્રણ બિલ આજે પરત ખેંચાઇ શકે છે

આજ બપોરના 12 વાગ્યાથી વિધાનસભાનું 2 દિવસીય વિશેષ સત્ર શરૂ થવાનું છે. આ સત્રની શરૂઆત ટૂંકી મુદતના પ્રશ્નથી થશે. જેમાં ચોમાસામાં વરસાદથી રસ્તાને થયેલા નુકસાન અંગે તથા બનાસકાંઠા, જામનગરમાં ખેતીને થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવશે. સાથે સત્ર દરમિયાન વિવિધ વિભાગના કાગળ ટેબલ ઉપર મુકવામાં આવશે અને અનુમતિ મળેલા વિધેયકને પણ ટેબલ ઉપર મુકવામાં આવશે.

ઢોર નિયંત્રણ બિલ રાજ્યપાલના સંદેશ સાથે પરત કરવાની જાહેરાત થશે

ઉપરાંત ઢોર નિયંત્રણ બિલ રાજ્યપાલના સંદેશ સાથે પરત કરવાની જાહેરાત થશે. જે પહેલાં ગૃહમાં ઢોર નિયંત્રણ બિલ પાછુ ખેંચવા અનુમતિ માંગતો પ્રસ્તાવ મુકવામાં આવશે. આ પ્રસ્તાવ શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયા લાવશે. સાથે સત્ર દરમિયાન ત્રણ સરકારી વિધેયક પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે, જેમાં ગુજરાત માલ અને સેવા વેરો સુધારા વિધેયક, ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક અને ગુજરાત વિદ્યુત ઉદ્યોગ વિધેયક રજૂ થશે.

અગાઉ રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચાશે તેવા સંકેત આપ્યા હતા

ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ અગાઉ જ રખડતા ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચાશે તેવો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ બિલને કાયદો બનાવવા માટે તેણે રાજ્યપાલ પાસે સહી કરવા મોકલવામાં આવ્યું હતું. જ્યાર બાદ રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચાશે તેવા સંકેત આપવામાં આવ્યા હતા. રાજ્યપાલે બિલ પુનઃવિચારણા માટે મોકલ્યું હતું કે જેનો સીધો અર્થ એ થયો હતો કે વિધાનસભા સત્રમાં આ બિલ આજે પરત ખેંચાશે. મહત્વનું છે કે તારીખ 21 અને 22 સપ્ટેમ્બરે એટલે કે આજે અને કાલે એમ બે દિવસીય વિધાનસભા સત્ર યોજાવા જઈ રહ્યું છે જેમાં ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચવાનો પ્રસ્તાવ પસાર થઇ શકે છે.

કુલ સાત જેટલા સુધારા વિધેયક રજૂ કરાશે

પ્રથમ દિવસે કુલ 4 સુધારા વિધેયક રજૂ કરાશે, જ્યારે બીજી બેઠકમાં ત્રણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. સત્ર દરમિયાન ટૂંકી મુદતના પ્રશ્ન પણ પૂછવામાં આવશે. રાજ્ય સરકાર રખડતાં ઢોર નિવારણ કાયદો આજે પરત ખેંચશે. માલધારી સમાજની માંગને ધ્યાનમાં રાખી સરકારે અગાઉ આ જાહેરાત કરી હતી.

આ સુધારા બિલો આજે વિધાનસભામાં આજે રજૂ કરાશે

  • ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક, 2022
  • ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) (સુધારા) વિધેયક, 2022
  • ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (સુધારા), વિધેયક 2022 
  • ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક, 2022
  • ગુજરાત વિનિયોગ અધિનિયમો (રદ્દ કરવા બાબત) વિધેયક, 2022
  • ઢોર નિયંત્રણ બિલ અને સુધારા વિધેયક
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ