બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / બિઝનેસ / truck rental zooms high by 10 percent in two months due to hike in diesel prices

મોંઘવારી / મોંઘા ડીઝલની અસર ટ્રક ભાડા પર વર્તાઈ: 2 મહિનામાં ટ્રકના ભાડામાં આવ્યો 10 ટકાનો વધારો

Pravin

Last Updated: 02:45 PM, 4 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોંઘા ડીઝલના કારણે દેશમાં માલ ભાડા મોંઘા થયા છે. ડીઝલના ભાવમાં વધારાના કારણે સમગ્ર દેશમાં તમામ રૂટ્સ પર ટ્રકના ભાડામાં 5 ટકાનો વધારો જોવા મળ્યો છે.

  • મોંઘા ડીઝલના કારણે ટ્રકના ભાડામાં વધારો
  • ટ્રકના ભાડામાં 10 ટકા સુધીનો આવ્યો વધારો
  • માર્ચ મહિના બાદ ડીઝલના પ્રતિ લિટર 10 નો વધારો આવ્યો 

મોંઘા ડીઝલના કારણે દેશમાં માલ ભાડા મોંઘા થયા છે. ડીઝલના ભાવમાં વધારાના કારણે સમગ્ર દેશમાં તમામ રૂટ્સ પર ટ્રકના ભાડામાં 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. ઈંડિયન ફાઉંડેશન ઓેફ ટ્રાંસપોર્ટ રિસર્ચ એન્ડ ટ્રેનિંગે પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. આ અગાઉ માર્ચ 2022માં પણ મોંઘા ડ઼ીઝલના કારણે ટ્રાંસપોર્ટરોએ માલ ભાડામાં 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. એટલે કે મહિનામાં 10 ટકા સુધી ટ્રકના ભાડામાં વધારો થયો છે.

મોંઘા ડીઝલની અસર

એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડીયામાં સરકારી તેલ કંપનીઓએ ડીઝલના ભાવમાં 3.60 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓયલના 110 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતા. ડીઝલના ભાવમાં વધારા બાદ ટ્રકના રેંટમાં 4થી 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. હકીકતમાં જોઈએ તો, કોરોના બાદ અર્થવ્યવસ્થા પાટા પર ફરી આવી રહી છે, તો માગ પણ વધી છે. ત્યારે આવા સમયે માલની અવરજવર પણ વધી છે.અને ટ્રકની માગ વધતા ટ્રાંસપોર્ટરોએ પોતાના ખર્ચો જોતા ભાડામાં વધારો કર્યો છે. 

 મોંઘા માલ ભાડાથી મોંઘવારી વધી

જો કે તેની અસર મોંઘવારી તરીકે જોવાઈ રહી છે. ખાવા-પીવાની વસ્તુઓ સતત મોંઘી થઈ રહી છે. તો ઘર બનાવામાં ઉપયોગમાં લેવાતી વસ્તું જેવી કે, સિમેન્ટ, સળીયા, કંઝ્યૂમર ડ્યૂરેબલ આઈટ્મસ ઉપરાંત એફએમસીજી કંપનીએ ડિટર્ઝેંટના ભાવ પણ વધારી રહી છે. ભાવ વધવાનું મુખ્ય કારણ મોંઘા ભાડા છે. જે ડીઝલના કારણે વધી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, માર્ચ 22, 2022 બાદ સરકારી તેલ કંપનીઓ પ્રતિ લિટર 10 રૂપિયાનો વધારો કરી ચુકી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ