બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / toyota nokia and colgate the first products of these companies

ના હોય ! / Nokia બનાવતી હતી ટોઇલેટ પેપર, Sony-કૂકર અને Colgate-મીણબત્તી... આખું લિસ્ટ જાણી ચોંકી જશો

Premal

Last Updated: 05:35 PM, 16 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે ક્યારેય વિચાર્યુ છે કે મોબાઈલ ફોન બનાવતા પહેલા નોકિયા શું બનાવતી હતી? ટોયોટાએ શું કાર બનાવવાથી જ શરૂઆત કરી હતી? આવો જાણીએ કઈક એવી લોકપ્રિય કંપનીઓ વિશે, જેના પોતાના પ્રારંભિક પ્રોડક્ટ બીજા હતા. પરંતુ કંપનીને ઓળખ કોઈ બીજી પ્રોડક્ટમાંથી મળી.

  • મોબાઈલ ફોન બનાવતા પહેલા નોકિયા શું બનાવતી હતી?
  • આ કંપનીઓની પ્રારંભિક પ્રોડક્ટ બીજી હતી
  • અને કંપનીને ઓળખ બીજી પ્રોડક્ટમાંથી મળી

કહેવત છે ને કે દરેક મોટી ચીજ વસ્તુની શરૂઆત નાની ચીજ વસ્તુઓથી થાય છે. આ કહેવતને વિશ્વની ઘણી કંપનીઓ આજે સાચી ઠેરવી રહી છે. એવી ઘણી કંપનીઓ છે, જેની પ્રોડક્ટનો ઉપયોગ આપણે જીવનજરૂરી વસ્તુઓમાં કરીએ છીએ. પરંતુ તેની પ્રારંભિક પ્રોડક્ટ અંગે આપણને ખૂબ જ ઓછી જાણકારી છે. 

ટૉયલેટ પેપર બનાવતી હતી નોકિયા 

નોકિયાની શરૂઆત પેપર મિલ કંપનીથી થઇ હતી. ત્યારબાદ કંપનીએ કેબલ, પેપર પ્રોડક્ટ્સ, રબર બૂટ, ટાયર, ટીવી અને મોબાઈલ ફોન બનાવીને પોતાની સફળતાનો ઝંડો લહેરાવ્યો. નોકિયા કંપની જે પ્રોડક્ટથી સામાન્ય ભારતીયોના ઘર સુધી પહોંચી હતી તે હતો મોબાઈલ ફોન. સ્માર્ટ ફોન પહેલા નોકિયાનો ભારતીય મોબાઈલ ફોનના માર્કેટમાં દબદબો હતો. પરંતુ કંપનીની પહેલી પ્રોડક્ટ મોબાઈલ ફોન ન હતી. કંપની જ્યારે શરૂ થઇ હતી ત્યારથી ટૉયલેટ પેપર બનાવતી હતી.

સોનીએ બનાવ્યું હતુ રાઈસ કુકર 

સોની આજના સમયમાં ટૉપ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓમાંથી એક છે. જાપાનની આ કંપની ફિલ્મ અને મ્યુઝીક ક્ષેત્રમાં પણ વ્યાપાર કરે છે. જો કે, કંપનીને ઓળખ તેના ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સના કારણે મળી. પરંતુ સોનીનુ પહેલુ કન્ઝ્યુમર પ્રોડ્કટ ઈલેક્ટ્રીક રાઈસ કુકર હતુ. પરંતુ આ પ્રોડક્ટ કઈ ખાસ સફળ રહ્યું નથી. ત્યારબાદ કંપનીએ ટેપ રેકોર્ડર બનાવવા તરફ પ્રયાણ કર્યુ. 
 
મીણબત્તી બનાવવાથી થઇ હતી શરૂઆત

દેશમાં ટૂથપેસ્ટની લોકપ્રિય બ્રાન્ડ કોલગેટ શરૂઆતમાં સાબુ અને મીણબત્તી બનાવતી હતી. કોલગેટ અમેરિકન કંપની છે, જે હાલમાં ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, માઉથવૉશ અને ડેન્ટલ ફ્લોસ જેવા પ્રોડક્ટ બનાવે છે. કંપનીએ માઉથ ક્લીનિંગ પ્રોડક્ટનુ વેચાણ પહેલી વખત વર્ષ 1873માં શરૂ કર્યુ હતુ. કોલગેટ ટૂથપેસ્ટ ત્યારે કાચની બરણીમાં વેચાતુ હતુ. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ